Geology

હરિતસ્રોત સરિતા (સ્રોતહરણ)

હરિતસ્રોત સરિતા (સ્રોતહરણ) : એક નદીનું બીજી નદી દ્વારા હરણ થઈ જવાની ક્રિયા. આ ઘટનાને સ્રોતહરણ (river capture or river piracy) પણ કહે છે. એક જળપરિવાહ થાળાનો જળપ્રવાહ બીજા કોઈ નજીકના જળપરિવાહ થાળામાં ભળી જાય ત્યારે જે નદીનાં પાણીનું હરણ થયું હોય તે નદીને હરિતસ્રોત સરિતા તરીકે ઓળખાવાય છે. આમાં…

વધુ વાંચો >

હર્સિનિયન ગિરિનિર્માણ (Hercynian Orogeny)

હર્સિનિયન ગિરિનિર્માણ (Hercynian Orogeny) : પશ્ચ-કાર્બોનિફેરસ ગિરિનિર્માણક્રિયા. કાર્બોપર્મિયન ભૂસંચલન-ઘટના. કાર્બોનિફેરસ કાળના અંતિમ ચરણ વખતે મોટા પાયા પર શરૂ થઈને પર્મિયનના મધ્યકાળ વખતે સમાપ્ત થયેલી, પર્વતમાળાઓનું નિર્માણ કરતી, પૃથ્વીના પોપડામાં થયેલી પ્રચંડ હલનચલનની ઘટના. મુખ્યત્વે કરીને વાયવ્ય યુરોપ, યુરોપીય રશિયા તેમજ ઉત્તર અમેરિકાના ભૂપૃષ્ઠમાં થયેલાં ઘણાં અગત્યનાં ભૂસંચલનોની ક્રમિક શ્રેણીઓ દ્વારા…

વધુ વાંચો >

હાયપરસ્થીન

હાયપરસ્થીન : પાયરૉક્સિન સમૂહનું ખનિજ. ઑર્થોપાયરૉક્સિન. રાસા. બં. : (Mg·Fe) SiO3 અથવા (Mg·Fe)O SiO2. સ્ફ. વ. : ઑર્થોર્હોમ્બિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો ટૂંકા, પ્રિઝમેટિક  ઓછા પ્રમાણમાં મળે; સામાન્ય રીતે દળદાર, પર્ણવત્; પારભાસકથી અપારદર્શક. યુગ્મતા (100) ફલક પર સાદી અને પર્ણ જેવી. સંભેદ : (210) સારી; (100) અને (010) ફલકો પર…

વધુ વાંચો >

હાયપિપામી જ્વાળામુખ

હાયપિપામી જ્વાળામુખ : ઑસ્ટ્રેલિયાની ઍથરટન મેજભૂમિમાં આવેલો, મૃત જ્વાળામુખીના કંઠભાગમાં તૈયાર થયેલો જ્વાળાકુંડ. હાયપિપામી જ્વાળામુખ આ જ્વાળાકુંડ (અથવા જ્વાળામુખ) ઉત્તર ક્વિન્સલૅન્ડમાં કૈર્નથી વાયવ્યમાં આવેલો છે. તેનો આકાર ખુલ્લી નળી જેવો છે. તળભાગમાં પાણી ભરાયેલું રહેતું હોવાથી સરોવર તૈયાર થયેલું છે. સરોવરની આજુબાજુ ઊગેલાં નીલગીરીનાં વૃક્ષોથી તેનું સ્થળશ્ય રળિયામણું લાગે છે.…

વધુ વાંચો >

હિમ અને હિમસ્વરૂપો

હિમ અને હિમસ્વરૂપો : જુઓ હિમનદીઓ.

વધુ વાંચો >

હિમક્ષેત્ર

હિમક્ષેત્ર : જુઓ હિમનદીઓ.

વધુ વાંચો >

હિમગુફા

હિમગુફા : જુઓ હિમનદીઓ.

વધુ વાંચો >

હિમચાદર

હિમચાદર : જુઓ હિમનદીઓ.

વધુ વાંચો >

હિમજળ-નિક્ષેપ

હિમજળ-નિક્ષેપ : જુઓ હિમનદીઓ.

વધુ વાંચો >

હિમનદ-ટીંબો

હિમનદ-ટીંબો : જુઓ હિમનદીઓ.

વધુ વાંચો >