Geology
ક્રૅગ અને ટેલ
ક્રૅગ અને ટેલ : હિમનદીજન્ય ઘસારાથી ઉદભવતું લક્ષણ. હિમનદીના માર્ગમાં બાધક બનતો ખડકજથ્થો ક્રૅગ તરીકે ઓળખાય છે. ક્રૅગની વિરુદ્ધ બાજુ પર હિમનદીના ઘસારાની ખાસ અસર થતી નથી, તેને ટેલ – પુચ્છભાગ કહેવામાં આવે છે. ક્યારેક હિમનદીની વહનદિશામાં સખત ખડકજથ્થો અવરોધ-સ્વરૂપે આવી જાય તો હિમનદીની આગળ ધપવાની ગતિ અવરોધાય છે. આથી…
વધુ વાંચો >ક્લાર્ક, ડબ્લ્યૂ. બી. (રેવ.)
ક્લાર્ક, ડબ્લ્યૂ. બી. (રેવ.) (જ. 2 જૂન 1798, ઇંગ્લૅન્ડ; અ. 16 જૂન 1878, સીડની, ઑસ્ટ્રેલિયા) : અંગ્રેજ ભૂસ્તરશાસ્ત્રી. પણ પછીથી ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં સ્થાયી થયેલા. તેઓ ઑસ્ટ્રેલિયામાં ભૂસ્તરશાસ્ત્રનો પાયો નાખનાર હતા. મુખ્યત્વે સ્તરવિદ (stratigrapher) હતા. સાઇલ્યુરિયન કાળના ખડકસ્તરોનો તેમણે અભ્યાસ કર્યો હતો. ઑસ્ટ્રેલિયામાં મૂળ સ્થાનમાંથી (in situ) સોનું શોધી…
વધુ વાંચો >ક્લીપન
ક્લીપન : ભૂસંચલનજન્ય વિવૃતિઓ : સ્તરવિદ્યાની ર્દષ્ટિએ અને સ્તરાનુક્રમ મુજબ વ્યસ્ત રીતે ગોઠવાઈ ગયેલી ભેખડ-સ્વરૂપની ખડકવિવૃતિ. અતિધસારા(overthrust)-પટના કે ‘નૅપ’ના ધસારા બાદ શેષ રહી ગયેલા ખડકવિભાગો પોતાની નીચેના તળખડક-વિભાગોથી ધસારા-સપાટી દ્વારા સ્તરાનુક્રમની ર્દષ્ટિએ જુદા પડી આવે છે. આ પ્રકારની વિવૃતિઓમાં નવા સમયના ખડકસ્તરો ઉપર હોવા જોઈએ તેને બદલે નીચે હોય છે;…
વધુ વાંચો >ક્લોરાઇટ
ક્લોરાઇટ : વિષમાંગ ખનિજસમૂહ. મૂળ ગ્રીક શબ્દ ‘ક્લોરોસ’ (લીલો) પરથી આ ખનિજ માટે અપનાવેલો શબ્દ. પડરચનાયુક્ત ગોઠવણી-વાળાં ખનિજોના અબરખવર્ગ સાથે તે સામ્ય ધરાવે છે. આ વર્ગનાં ખનિજો સર્વસામાન્ય રાસાયણિક બંધારણ A6 (AlSi3)O 10(OH)8 જેવા સામાન્ય સૂત્રથી દર્શાવાય છે; જેમાં A = Mg, Fe2+, Fe3+, Mnનો નિર્દેશ કરે છે. આ સમૂહમાં…
વધુ વાંચો >ક્વાર્ટ વેજ
ક્વાર્ટ વેજ : એક પ્રકાશીય ઉપકરણ. તેની મદદથી ખનિજોની ઝડપી અને ધીમાં કિરણોની સ્પંદનદિશાઓ, વ્યતિકરણ રંગોનો ક્રમ તેમજ પ્રકાશીય સંજ્ઞા નક્કી કરી શકાય છે. વધુમાં તે પોલરાઇઝિંગ માઇક્રોસ્કોપમાં ન્યૂટનનું વ્યતિકરણ રંગોનું માપ દર્શાવે છે. ક્વાર્ટ્ઝ વેજની રચનામાં એક છેડેથી બીજા છેડા તરફ બદલાતી જતી જાડાઈવાળો તેમજ પાતળો થતો જતો ક્વાર્ટ્ઝ…
વધુ વાંચો >ક્વાર્ટ્ઝ (રત્ન તરીકે)
ક્વાર્ટ્ઝ (રત્ન તરીકે) : વિવિધ પ્રકારોમાં મળી આવતી ક્વાર્ટ્ઝની સ્ફટિકમય કે દળદાર જાતો. તેમને કાચમણિના સામાન્ય નામે પણ ઓળખવામાં આવે છે. જરૂરિયાત મુજબ તે અર્ધકીમતી રત્નપ્રકારોમાં ખપે છે. તે જ્યારે રંગવિહીન, પારદર્શક અને સ્ફટિકમય હોય ત્યારે રૉક ક્રિસ્ટલ, આછો ગુલાબી હોય તો રોઝી ક્વાર્ટ્ઝ, જાંબલી કે પર્પલ હોય તો ઍમેથિસ્ટ…
વધુ વાંચો >ક્વેસ્ટા
ક્વેસ્ટા : ભૂમિ-આકારનો એક લાક્ષણિક પ્રકાર. મૂળ સ્પૅનિશ શબ્દ. ભૂમિ-આકારની બે બાજુઓના ઢોળાવના ઓછાવત્તા પ્રમાણ માટે પ્રયોજાતો ભૂપૃષ્ઠશાસ્ત્રીય એકમ (geomorphological unit). જે ભૂમિ-આકારમાં એક બાજુનો ઢોળાવ આછો ઢળતો હોય અને ખડક સ્તરોની નમનદિશા પણ ઢોળાવતરફી હોય અને બીજી બાજુનો ઢોળાવ સમુત્પ્રપાત(scarp)ની જેમ ઉગ્ર હોય એવા ભૂમિ-આકારના ઢોળાવો માટે આ શબ્દ…
વધુ વાંચો >ક્ષેત્રીય નકશો
ક્ષેત્રીય નકશો : જુઓ ક્ષેત્રીય ભૂસ્તરશાસ્ત્ર
વધુ વાંચો >