Geography

કેશોદ

કેશોદ : જૂનાગઢ જિલ્લાનો તાલુકો અને તેનું મુખ્ય મથક. સાબલી નદીની શાખા તિલોરી નદીના તટે તે 21o 18′ ઉ. અ. અને 70o 15′ પૂ. રે. વચ્ચે આવેલ છે. તાલુકાનું ક્ષેત્રફળ 556.6 ચોકિમી. છે. તે અમદાવાદથી 363 કિમી. દૂર છે. તેની આબોહવા ખુશનુમા રહે છે. ચોમાસામાં સરેરાશ 750 મિમી. વરસાદ પડે…

વધુ વાંચો >

કૈલાસ (પર્વત)

કૈલાસ (પર્વત) : હિમાલયની હારમાળામાં આવેલું પર્વત-શિખર તથા ધાર્મિક મહત્વ ધરાવતું સ્થળ. ભૌગોલિક સ્થાન : 31o 05′ ઉ. અ. અને 81o 20′ પૂ. રે.. તે લદ્દાખ પર્વતશ્રેણીથી 80 કિમી.ને અંતરે સિંધુ નદીના ઉત્તર કાંઠા નજીક આવેલું છે. આ પર્વતશ્રેણી જળકૃત ખડકોથી બનેલી છે, કૈલાસ પર્વત-શિખરના ઉત્તર તરફના ભાગમાં સ્તરાનુક્રમના સંદર્ભમાં…

વધુ વાંચો >

કોઇમ્બતૂર (જિલ્લો)

કોઇમ્બતૂર (જિલ્લો) : તામિલનાડુ રાજ્યનો ચેન્નઈ જિલ્લા પછીનો બીજા ક્રમનો મહત્વનો ઔદ્યોગિક જિલ્લો. વિસ્તાર : 7469 ચોકિમી. વાયવ્યમાં નીલગિરિ તથા દક્ષિણમાં અન્નાઇમલાઈ અને દક્ષિણઘાટની પાલની પર્વતમાળાથી તે ઘેરાયેલો છે. તેની પશ્ચિમે પાલઘાટ તથા પૂર્વમાં ત્રિચિનાપલ્લી આવેલાં છે. આશરે 900 મી. ઊંચાઈએ આવેલો આ પઠાર પ્રદેશ કપાસના પાક માટે જાણીતો છે.…

વધુ વાંચો >

કોઇમ્બતૂર (નગર)

કોઇમ્બતૂર (નગર) : તામિલનાડુ રાજ્યનું મહત્વનું શહેર તથા 1865થી જિલ્લાનું વહીવટી મથક. ચેન્નઈ-કોઝિકોડ ધોરી માર્ગ પર ચેન્નઈની દક્ષિણે 480 કિમી.ને અંતરે નોયલ નદી પર આ નગર વસેલું છે. વાર્ષિક સરેરાશ વરસાદ 750 મિમી. કોઇમ્બતૂર જિલ્લાનું તે ઔદ્યોગિક તથા વ્યાપારી કેન્દ્ર છે. ખેતપેદાશો ઉપરાંત ચા અને કૉફીનો ત્યાં મોટા પાયા પર…

વધુ વાંચો >

કોકરાઝાર

કોકરાઝાર : આસામ રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25o 28′ થી 26o 54′ ઉ. અ. અને 89o 42′ થી 90o 06′ પૂ.રે.ની વચ્ચેનો 3129 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે આસામ રાજ્યના છેક છેડાના નૈર્ઋત્ય ભાગમાં આવેલો છે. તેની ઉત્તરે ભુતાનનો…

વધુ વાંચો >

કોકસ ટાપુઓ

કોકસ ટાપુઓ : ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે હિંદી મહાસાગરમાં ઑસ્ટ્રેલિયાના પર્થ શહેરથી વાયવ્યે 2768 કિમી. દૂર આવેલો દ્વીપસમૂહ. 12o 05′ દ. અ. અને 96o 53′ પૂ.રે. આબોહવા 20o સે. શિયાળામાં અને 31o સે. ઉનાળામાં રહે છે. તેનું બીજું નામ કી-લિંગ છે. પરવાળાના આ 27 ટાપુઓનું ક્ષેત્રફળ 14.2 ચોકિમી. છે. આ…

વધુ વાંચો >

કૉકેસસની હારમાળા

કૉકેસસની હારમાળા : રશિયાના નૈર્ઋત્ય ભાગમાં આવેલી હારમાળા. ભૌગોલિક સ્થાન : 42o 30′ ઉ. અ. અને 45o 00′ પૂ. રે.. આલ્પ્સ અને હિમાલય જેવા જળકૃત ખડકોના ગેડવાળા ટર્શિયરીયુગમાં બનેલા પર્વતો છે. કાળા તથા કાસ્પિયન સમુદ્રોના તામન અને અપ્શેરોન દ્વીપકલ્પ પ્રદેશોમાં તે આવેલી છે. તેની લંબાઈ 1210 મીટર છે. આ પહાડોમાં…

વધુ વાંચો >

કોકોનાર

કોકોનાર : ચિંગહાઈ તરીકે ઓળખાતું ચીનનું સૌથી મોટું સરોવર. તિબેટના ઉચ્ચપ્રદેશની ઈશાને સમુદ્રની સપાટીથી 3205 મી.ની ઊંચાઈએ તે આવેલું છે. તેની લંબાઈ 106 કિમી. અને પહોળાઈ 64 કિમી. છે. તેનું ભૂરું પાણી આકર્ષક છે. તેની ઉત્તરે નાનશાન ગિરિમાળા અને દક્ષિણે કુનલુન પર્વતમાળાનો ફાંટો છે. કોકોનારની ઉત્તરે મોંગોલ અને દક્ષિણે તિબેટના…

વધુ વાંચો >

કોચી

કોચી : ભારતના પશ્ચિમ કિનારે એર્નાકુલમ્ જિલ્લામાં અરબી સમુદ્ર ઉપર આવેલું કેરળનું પ્રમુખ બંદર. તે 9o 58′ ઉ. અ. અને 76o 14′ પૂ. રે. ઉપર મુંબઈથી દક્ષિણે 930 કિમી. અને કન્યાકુમારીથી ઉત્તરે 320 કિમી. દૂર આવેલું છે. 1930થી આ બંદરના વિકાસનો પ્રારંભ થયો હતો અને 1936માં તેને પ્રમુખ બંદર તરીકે…

વધુ વાંચો >

કોઝીકોડ

કોઝીકોડ : કેરળ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 11o 7′ 22”થી 11o 48′ 32” ઉ.અ. અને 75o 30′ 58”થી 76o 08′ 20” પૂ.રે. વચ્ચેનો 2,345 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ કન્નુર જિલ્લો, પૂર્વ તરફ વાયનાડ જિલ્લો, દક્ષિણ તરફ મલ્લાપુરમ…

વધુ વાંચો >