Geography
કપડવણજ
કપડવણજ : ખેડા જિલ્લાનો એક તાલુકો તથા નગર. કપડવણજ તાલુકાનું ક્ષેત્રફળ 985.7 ચો.કિમી. અને તેની વસ્તી આશરે 3,00,000 (2011). જ્યારે કપડવણજની વસ્તી 49,308 (2011). શહેર 23o 01′ ઉ. અ. અને 73o 04′ પૂ. રે. ઉપર આવેલું છે. તેનું ક્ષેત્રફળ 19.22 ચોકિમી. છે. કપડવણજ તાલુકાની વાત્રક, મહોર અને વરાંસી નદીઓનાં કોતરોને…
વધુ વાંચો >કપૂરથલા
કપૂરથલા : પંજાબ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 31o 23′ ઉ. અ. અને 75o 23′ પૂ.રે.ની આજુબાજુનો 1,646 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો બે અલગ ભૂમિભાગોમાં વહેંચાયેલો છે. જિલ્લાના પૂર્વ અને પશ્ચિમ ભાગો વચ્ચે જલંધર જિલ્લો આવેલો છે. જિલ્લાની ઉત્તર…
વધુ વાંચો >કમ્બોડિયા
કમ્બોડિયા : અગ્નિ એશિયાનો એક દેશ. તે 10o ઉ. અક્ષાંશથી 15o ઉ. અક્ષાંશ અને 102o પૂ. રેખાંશથી 108o પૂ. રેખાંશ વચ્ચે આવેલો છે. તેની ઉત્તરે અને પશ્ચિમે થાઇલૅન્ડ, ઉત્તર અને પૂર્વમાં લાઓસ તથા વિયેટનામ, તેમજ નૈર્ઋત્યે થાઇલૅન્ડની ખાડી આવેલી છે. આ દેશનું ક્ષેત્રફળ આશરે 1,81,035 ચોકિમી. છે. વસ્તી : 1,67,18,965…
વધુ વાંચો >કયાલ
કયાલ : નાનાં ખાડીસરોવરો. ભારતનો પશ્ચિમ દરિયાકિનારો પ્રમાણમાં એકધારો વ્યવસ્થિત છે અને તેમાં થોડીક જ ગણીગાંઠી ખાડીઓ, ખાંચાખૂંચી અને ભૂશિર જોવા મળે છે. ફક્ત મલબાર કિનારા પર જ નાનાંમોટાં અસંખ્ય સરોવરો અને ખાડીસરોવરો નજરે પડે છે, જે આ કિનારાનું નોંધપાત્ર લક્ષણ બની રહે છે. અહીં કિનારાને સમાંતર, ખાસ કરીને કેરળને…
વધુ વાંચો >કરાઇકલ
કરાઇકલ (Karaikal) : ભારતના સંઘપ્રદેશ પોંડિચેરીના ચાર જિલ્લાઓ પૈકીનો એક તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 10o 51’થી 11o 00 ઉ. અ. અને 79o 43’થી 79o 52′ પૂ. રે. વચ્ચેનો 160 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે પોંડિચેરીથી દક્ષિણે 150 કિમી.ને અંતરે આવેલો છે. તેની…
વધુ વાંચો >કરાચી
કરાચી : પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલ સૌથી મોટું શહેર, બંદર ને તેની પૂર્વ રાજધાની. તે સિંધુના ત્રિકોણાકાર પ્રદેશથી વાયવ્યે અરબી સમુદ્રને કિનારે 24o 5′ ઉ. અ. અને 67o પૂ. રે. ઉપર આવેલું છે. તે કિયામારી અને મનોરા ટાપુઓ અને ઑઇસ્ટર બાધક ખડકો(reef)ને કારણે વાવાઝોડાં તથા સમુદ્રી તોફાનોથી રક્ષાયેલું કુદરતી બંદર…
વધુ વાંચો >કરાજાન – હર્બર્ટ ફૉન
કરાજાન, હર્બર્ટ ફૉન (Karajan, Herbert Von જ. 5 એપ્રિલ 1908, સાલ્ઝબર્ગ, ઑસ્ટ્રિયા; અ. 16 જુલાઈ 1989, અનીફ, ઑસ્ટ્રિયા) : વિશ્વવિખ્યાત ઑપેરા-સંચાલક અને ઑર્કેસ્ટ્રા સંચાલક. બાળપણમાં જ પિયાનોવાદનમાં નિપુણતા હાંસલ કરી. સાલ્ઝબર્ગ ખાતેની સંગીતશાળા મોત્સાર્ટિયમમાં વધુ અભ્યાસ કરી 1927માં સંચાલક તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1927થી 1941 સુધી જર્મનીના ઉલ્મ અને આખેન…
વધુ વાંચો >કરાડ (કરહટનગર)
કરાડ (કરહટનગર) : મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલો તાલુકો અને શહેર. ભૌગોલિક સ્થાન : 17o17′ ઉ. અ. અને 74o 12′ પૂ. રે. તેની વાયવ્યે 9 કિમી. ઉપર વસંતગઢ, ઈશાન ખૂણે 6 કિમી. ઉપર સદાશિવગઢ અને અગ્નિ ખૂણે 6 કિમી. ઉપર આગમશિવગઢ છે. તેની નજીક કૃષ્ણા-કોયનાનો સંગમ થાય છે અને તે પુણે-બૅંગલોરના…
વધુ વાંચો >કરીમગંજ
કરીમગંજ : અસમ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 50′ ઉ. અ. અને 92o 50′ પૂ. રે.ની આજુબાજુનો 1,839 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બાંગ્લાદેશની સીમા તથા કચાર જિલ્લાનો કેટલોક ભાગ, પૂર્વ તરફ હૈલાકાંડી જિલ્લો, દક્ષિણ તરફ મિઝોરમ રાજ્યની સીમા,…
વધુ વાંચો >કરીમનગર
કરીમનગર : તેલંગાણા રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 18oથી 19o ઉ. અ. અને 78o 30’થી 80o 31′ પૂ. રે. વચ્ચેનો 11,823 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે આદિલાબાદ, પૂર્વ તરફ ગોદાવરી, દક્ષિણ તરફ વારંગલ, પશ્ચિમ તરફ મેડક તથા વાયવ્ય તરફ…
વધુ વાંચો >