Geography
ઑન્ટેરિયો
ઑન્ટેરિયો : વિસ્તારની ર્દષ્ટિએ બીજા ક્રમે આવતો, કૅનેડાનો પ્રાંત. ભોગોલિક સ્થાન : તે આશરે 420થી 570 ઉ. અ. અને 800થી 950 પ. રે. વચ્ચેનો કુલ 10,68,580 ચો.કિમી. (ભૂમિવિસ્તાર : 8,91,190 ચોકિમી. અને જળવિસ્તાર : 1,77,390 ચોકિમી.) જેટલો વિસ્તાર આવરી લે છે. આ પ્રાંત ઉત્તર તરફના હડસનના અખાત અને જેમ્સના અખાત…
વધુ વાંચો >ઑન્ટેરિયો (સરોવર)
ઑન્ટેરિયો (સરોવર) : ઉત્તર અમેરિકામાં આવેલું તથા અમુક અંશે અમેરિકા અને કૅનેડાની સરહદ નક્કી કરતું સરોવર. ગ્રેટ લેઇક્સના નામથી ઓળખાતાં પાંચ સરોવરો પૈકી આ સૌથી નાનું સરોવર છે. પૂર્વથી પશ્ચિમ તરફ તે 310 કિમી. તો ઉત્તરથી દક્ષિણ તરફ તે 85 કિમી. જેટલું વિસ્તરેલું છે. તેનો કુલ વિસ્તાર આશરે 18,941 ચોકિમી.…
વધુ વાંચો >ઓબ
ઓબ : પશ્ચિમ સાઇબીરિયાની મોટી નદી. તે બીઆ અને કેતુન નામની બે શાખાની બનેલી છે. આ બંને નદીઓનાં મૂળ આલ્તાઈ પર્વતમાળામાં આવેલાં છે. ઓબ નદી વાયવ્ય અને ઉત્તરમાં ૩,411 કિમી. સુધી વહીને ઓબ સ્કાયગુબા નામના અખાત પાસે આર્ક્ટિક મહાસાગરને મળે છે. આ નદીનો પરિસર પશ્ચિમ સાઇબીરિયાના 2.56 લાખ ચોરસ કિમી.ના…
વધુ વાંચો >ઓબ્રા બંધ
ઓબ્રા બંધ : ઉત્તર પ્રદેશના મિરઝાપુર જિલ્લાના રૉબટર્સગંજ તાલુકાના ઓબ્રા ગામ (250 0′ ઉ. અ. અને 820 05′ પૂ. રે.) નજીક રિહાન્ડ નદી પર આવેલો (રિહાન્ડ બંધનો) સહાયકારી બંધ. આ બંધ માટી/ખડક પૂરણી દ્વારા બનાવવામાં આવેલો છે. રિહાન્ડ બંધમાંથી છોડવામાં આવતા જળમાંથી તેનું જળાશય ભરાય છે. તે રિહાન્ડ બંધથી ૩2…
વધુ વાંચો >ઓમડુરમાન
ઓમડુરમાન : આફ્રિકાના સુદાનનું નાઇલ નદીના ડાબા કિનારે વસેલું ખાર્ટુમનું ઉપનગર. ભૌગોલિક સ્થાન : 150 ૩8′ ઉ. અ. અને ૩20 ૩0′ પૂ. રે. આ સ્થળનું મૂળ નામ ઉમ્મડુરમાન છે. ઓમડુરમાન, પૂર્વે અલ્ ખાર્ટુમ અને ખાર્ટુમ બહારી (ઉત્તર) એમ ત્રણ ભેગાં મળીને એક મેટ્રોપૉલિટન વિસ્તાર બને છે. શહેરની વસ્તી : 23,95,013(2021)…
વધુ વાંચો >ઓમાન
ઓમાન : અરબી દ્વીપકલ્પના અગ્નિખૂણામાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : 220 00′ ઉ. અ. અને 580 00′ પૂ. રે.. ભૂતકાળમાં તે મસ્કત અને ઓમાનના સંયુક્ત નામથી ઓળખાતું હતી. હોરમુઝની સામુદ્રધુનીમાં તે વ્યૂહાત્મક સ્થાને છે. તેની નૈર્ઋત્યે યેમેન (એડન), પશ્ચિમમાં સાઉદી અરેબિયા, વાયવ્યમાં સંયુક્ત આરબ અમીરાત (UAE), ઉત્તરમાં ઓમાનનો અખાત તથા…
વધુ વાંચો >ઓમ્સ્ક (Omsk) (નગર)
ઓમ્સ્ક (Omsk) (નગર) : રશિયામાં પશ્ચિમ સાઇબીરિયાના નીચાણવાળા પ્રદેશની દક્ષિણે આવેલું ઓમ્સ્ક પ્રાંત(oblast)નું મુખ્ય વહીવટી મથક તથા ઔદ્યોગિક કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 550 00′ ઉ. અ. અને 7૩0 24′ પૂ. રે.. ઓમ્સ્કના રક્ષણાર્થે 1716માં ત્યાં કિલ્લો બાંધવામાં આવતાં આ નગરની સ્થાપના થઈ હતી. તે રશિયન સોવિયેત ફેડરેટેડ સોશ્યાલિસ્ટ પ્રજાસત્તાકમાં આવેલું…
વધુ વાંચો >ઓમ્સ્ક પ્રાંત
ઓમ્સ્ક પ્રાંત : સ્થાપના 1934. કુલ વિસ્તાર આશરે 1,40,000 ચોરસ કિમી. વસ્તી : આશરે 21,74,000. તેમાં રશિયન, કઝાકસ, યુક્રેનિયન તથા તાતાર પ્રજાનો સમાવેશ થાય છે. તેની મુખ્ય નદી ઇર્ટિશ વ્યાપારી ચીજવસ્તુઓના જળવાહન માટેનું મથક છે. આ પ્રાંત જંગલ તથા ઘાસના વિસ્તીર્ણ મિશ્ર પ્રદેશમાં આવેલો છે. ત્યાં દીર્ઘસમયનો તીવ્ર શિયાળો તથા…
વધુ વાંચો >ઓરસંગ
ઓરસંગ : વડોદરા જિલ્લાની નદી. નર્મદાને જેમ ‘રેવા’ના ટૂંકા નામે તેમ આ નદીને ‘ઉર્વા’ના ટૂંકા નામે સંબોધવામાં આવે છે. મધ્યપ્રદેશ રાજ્યમાંથી નીકળીને છોટાઉદેપુર, જબુગામ, સંખેડા તેમજ ડભોઈ તાલુકામાંથી વહીને આ નદી અંતે ચાણોદ-કરનાળી પાસે નર્મદા નદીને મળે છે. તે સ્થળ જાણીતું સંગમતીર્થ છે. આ નદીના પ્રવાહમાર્ગમાં વચ્ચે તેને ઊછ અને…
વધુ વાંચો >ઓરાઈ
ઓરાઈ : ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યના જાલોન જિલ્લાનું મુખ્ય વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 250 59′ ઉ. અ. અને 790 28′ પૂ. રે.. જાલૌન ગામથી ઓરાઈ 18 કિમી. અંતરે છે. તે કાનપુરથી 105 કિમી. નૈર્ઋત્યમાં છે. ઓરાઈ અને કાનપુર રસ્તા તથા રેલમાર્ગ દ્વારા તેમજ હમીરપુર અને ભીંડ સાથે પાકા માર્ગે સાંકળી…
વધુ વાંચો >