ઓમડુરમાન : આફ્રિકાના સુદાનનું નાઇલ નદીના ડાબા કિનારે વસેલું ખાર્ટુમનું ઉપનગર. ભૌગોલિક સ્થાન : 150 ૩8′ ઉ. અ. અને ૩20 ૩0′ પૂ. રે. આ સ્થળનું મૂળ નામ ઉમ્મડુરમાન છે. ઓમડુરમાન, પૂર્વે અલ્ ખાર્ટુમ અને ખાર્ટુમ બહારી (ઉત્તર)  એમ ત્રણ ભેગાં મળીને એક મેટ્રોપૉલિટન વિસ્તાર બને છે. શહેરની વસ્તી : 23,95,013(2021) છે.

આબોહવા : જાન્યુ. 180 સે. અને જુલાઈ ૩20 સે., સરેરાશ વાર્ષિક વરસાદ 157 મિમી.

અલ્ મહદી તરીકે પ્રખ્યાત થયેલા મહંમદ અહમદે 1885માં ઇજિપ્તનાં દળો સામે હુમલો કર્યો ત્યાં સુધી નાનું ગામડું રહેલું આ શહેર પછીથી ઝડપથી વિકસતું ગયું. બીજે જ વર્ષે અલ્ મહદી મૃત્યુ પામતાં તેનો મકબરો મહત્વનું યાત્રાનું સ્થાન બની ગયો. અહીંની ઇસ્લામી યુનિવર્સિટી 1912માં સ્થાપવામાં આવી હતી. આ શહેર દેશનું મહત્વનું ઔદ્યોગિક અને શૈક્ષણિક કેન્દ્ર છે.

હેમન્તકુમાર શાહ