Geography
હુઆંગ હો (Huang Ho)
હુઆંગ હો (Huang Ho) : ચીનની યાંગત્ઝે નદીથી બીજા ક્રમે આવતી લાંબી નદી. ભૌગોલિક સ્થાન : 36° 00´ ઉ. અ. અને 123° 00´ પૂ. રે.. તે પુષ્કળ પ્રમાણમાં પીળા રંગની સુંવાળી માટી ખેંચી લાવતી હોવાથી તેને હુઆંગ હો (પીળી નદી) કહે છે. વળી તે તેના કાંઠાના વિસ્તારોમાં પૂરથી તારાજી કરી…
વધુ વાંચો >હુગલી
હુગલી : પશ્ચિમ બંગાળમાં આવેલી નદી. ગંગાના ફાંટારૂપ ગણાતી આ નદી ભાગીરથી અને જલાંગી (અજય) નદીઓના નવદીપ ખાતે થતા સંગમથી બને છે. અહીંથી તે દક્ષિણ તરફ આશરે 260 કિમી.ના અંતર સુધી વહીને બંગાળના ઉપસાગરને મળે છે. આ નદીને છોટાનાગપુર ઉચ્ચપ્રદેશમાંથી નીકળતી અજય, દામોદર, રૂપનારાયણ અને હલદી (કાસઈ) નદીઓ મળે છે.…
વધુ વાંચો >હુનાન (Hunan)
હુનાન (Hunan) : મધ્ય ચીનનો દક્ષિણ તરફનો પ્રાંત. આ પ્રાંત યાંગ્ત્સે નદીના મધ્યના ખીણ પ્રદેશમાં આવેલો છે. તેની ઉત્તરે હુબેઈ, પૂર્વે જિયાંગ્ક્સી, દક્ષિણે ગુઆન્ડૉન્ગ અને ગુઆન્ગક્સી તથા પશ્ચિમે સિચુઆન અને ગુઇઝોઉ પ્રાંતો આવેલા છે. આ પ્રાંતનો વિસ્તાર 2,10,565 ચોકિમી. જેટલો છે. હુનાન પ્રાંતનું પહાડી દૃશ્ય ભૂપૃષ્ઠ : આ પ્રાંતનો મોટા…
વધુ વાંચો >હુન્ઝા
હુન્ઝા : પાકિસ્તાનની ઉત્તર સીમા પર આવેલો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 35° 55´ ઉ. અ. અને 74° 22´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,100 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પ્રદેશ અફઘાનિસ્તાન અને ચીનની સીમા નજીક પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આવેલો છે. કરીમાબાદ તેનું મોટામાં મોટું શહેર છે. ગિલ્ગિટમાંથી…
વધુ વાંચો >હુપેહ (Hupeh)
હુપેહ (Hupeh) : ચીનના મધ્યભાગમાં આવેલો પ્રાંત. તે યાંગ્ત્સે નદીના મધ્યના ખીણપ્રદેશમાં આવેલો છે. તેની ઉત્તરે ત્સિનલિંગ શાન, તુંગપેઈ શાન અને તાપિયેહ શાન પર્વતમાળાઓ આવેલી છે. અગ્નિકોણમાં આવેલી મુ-ફોઉ શાન હારમાળા આ પ્રાંતને કિયાંગ્સીથી અલગ પાડે છે. મધ્ય દક્ષિણ તરફની સીમા યાંગ્ત્સે નદીથી જુદી પડે છે. હુપેહ પ્રાંતનો લગભગ બધો…
વધુ વાંચો >હૅક્લૂત રિચાર્ડ (Hakluyt Richard)
હૅક્લૂત, રિચાર્ડ (Hakluyt, Richard) (જ. 1552, લંડન (?); અ. 23 નવેમ્બર 1616, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડના જાણીતા ભૂગોળવિદ. ક્રાઇસ્ટ ચર્ચની વેસ્ટમિન્સ્ટર સ્કૂલમાં રાણીની શિષ્યવૃત્તિ મેળવીને તેમણે શિક્ષણ મેળવ્યું. રિચાર્ડ હૅક્લૂત 1574માં ઑક્સફર્ડ યુનિવર્સિટીની બી.એ.ની પદવી મેળવી, તે પછીથી તેમણે ઑક્સફર્ડ ખાતે ‘આધુનિક ભૂગોળ’ પર સર્વપ્રથમ જાહેર વ્યાખ્યાન આપેલું, જે ખૂબ પ્રશંસાપાત્ર…
વધુ વાંચો >હેગ (Hague)
હેગ (Hague) : હોલૅન્ડનું પાટનગર, નેધરલૅન્ડ્ઝનું સરકારી મથક. નેધરલૅન્ડ્ઝનું પાટનગર ઍમસ્ટર્ડૅમ ખાતે આવેલું છે. વાસ્તવમાં હેગ એ દેશના રાજવીનું સત્તાવાર નિવાસસ્થાન છે. હેગનું સત્તાવાર નામ ગ્રેવનહેગ (અર્થ : અમીરવાડો) અથવા ડેન હાગ છે. ભૌગોલિક સ્થાન : 52° 05´ ઉ. અ. અને 4° 22´ પૂ. રે.. હેગનું સ્થાન દર્શાવતો નકશો હેગ…
વધુ વાંચો >હેટનર આલ્ફ્રેડ (Hettner Alfred)
હેટનર, આલ્ફ્રેડ (Hettner, Alfred) (જ. 6 ઑગસ્ટ 1859, ડ્રેસડન, જર્મની; અ. 31 ઑગસ્ટ 1941, હાઇડેલબર્ગ, જર્મની) : જાણીતા ભૂગોળવિદ. હેટનરે ભૂગોળ વિષયમાં સ્ટ્રાસબર્ગ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની પદવી મેળવી હતી. તેમણે રેટ્ઝેલ અને રિક્થોફેન પાસે શિક્ષણ મેળવેલું. 1895માં ભૌગોલિક પત્રિકામાં પોતાના વિચારો રજૂ કરીને તેમણે લેખનકાર્યનો પ્રારંભ કરેલો. જર્મનીની હાઇડેલબર્ગ યુનિવર્સિટીમાં ભૂગોળના…
વધુ વાંચો >હૅનોઈ
હૅનોઈ : વિયેટનામનું પાટનગર અને હોચી મિન્હ શહેર પછીના બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે 21° 02´ ઉ. અ. અને 105° 51´ પૂ. રે. પર ‘રેડ રીવર’ના મુખત્રિકોણથી રચાયેલા ફળદ્રૂપ પ્રદેશના મથાળે આવેલું છે. તેનો વિસ્તાર 921 ચોકિમી. જેટલો છે. હૅનોઈ એક મહત્વનું વ્યાપારી કેન્દ્ર અને નદીબંદર…
વધુ વાંચો >હૅનોવર
હૅનોવર : જર્મનીનો પ્રાદેશિક વિસ્તાર : આજના ઉત્તર જર્મનીનો એક વખતનો રાજકીય વિસ્તાર. ભૌગોલિક સ્થાન : 52° 24´ ઉ. અ. અને 9° 44´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. હૅનોવર 1386થી હૅન્સિયાટિક લીગનું સભ્ય હતું. 1692માં તેને મતદાર મંડળ બનાવવામાં આવેલું તથા હૅનોવર શહેરને પાટનગર બનાવવામાં આવેલું. મતદાર મંડળને અધિકાર અપાયો કે…
વધુ વાંચો >