Geography
સૅલિનિટી ઇન્ગ્રેસ પ્રિવેન્શન સર્કલ (ક્ષારતા-પ્રવેશ નિવારણ વર્તુળ)
સૅલિનિટી ઇન્ગ્રેસ પ્રિવેન્શન સર્કલ (ક્ષારતા–પ્રવેશ નિવારણ વર્તુળ) : દરિયાકાંઠા નજીકની ભૂમિમાં પ્રવેશતી ક્ષારતા-નિવારણની કામગીરી સંભાળતું વર્તુળ. 1976 અને 1978માં ગુજરાત સરકારે નીમેલ બે ઉચ્ચસ્તરીય સમિતિઓની ભલામણોને આધારે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભૂગર્ભજળમાં અને ભૂમિમાં થતો ક્ષારપ્રવેશ અટકાવવા તેમજ કાંઠાની ક્ષારગ્રસ્ત જમીનોના વિકાસ કે તેની સુધારણા માટેની ‘ક્ષારપ્રવેશ-નિવારણ યોજના’ અખત્યાર કરેલી.…
વધુ વાંચો >સેલિબિસ : ટાપુઓ
સેલિબિસ : ટાપુઓ : ઇન્ડોનેશિયાના ચાર બૃહદ સુન્દા ટાપુઓ પૈકીનો એક. તે ‘સુલાવેસી’ નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 2° 00´ દ. અ. અને 121° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 2,27,654 ચોકિમી. (નજીકના ટાપુઓ સહિત) જેટલો વિસ્તાર આવરી લે છે. તેની કિનારાની લંબાઈ 5478 કિમી. જેટલી છે. તે…
વધુ વાંચો >સેલિબિસ સમુદ્ર
સેલિબિસ સમુદ્ર : પશ્ચિમ પૅસિફિક મહાસાગરમાં આવેલો ઇન્ડોનેશિયન સમુદ્ર. ભૌગોલિક સ્થાન : તે 3° 00´ ઉ. અ. અને 122° 00´ પૂ. રે.ની આજુબાજુ પથરાયેલો છે. તેની ઉત્તરે સુલુ દ્વીપસમૂહ, સુલુ સમુદ્ર અને મિન્ડાનાઓ ટાપુ; પૂર્વ તરફ સાંગી ટાપુ-શ્રેણી; દક્ષિણ તરફ સેલિબિસ ટાપુ (પુલાઉ સુલાવેસી) તથા પશ્ચિમ તરફ બૉર્નિયો આવેલાં છે.…
વધુ વાંચો >સેલિસબરી
સેલિસબરી : ઇંગ્લૅન્ડના વિલ્ટશાયરમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું શહેર. તે જિલ્લાના મધ્યભાગમાં એવન, બૉર્ન અને નાડેરના સંગમ સ્થળે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 51° 05´ ઉ. અ. અને 1° 48´ પ. રે.. આ શહેર તેનાં જોવાલાયક ઐતિહાસિક સ્થળો માટે જાણીતું છે. એવનના કાંઠા પાસે 123 મીટર ઊંચાઈ…
વધુ વાંચો >સૅલોનિકા
સૅલોનિકા : ગ્રીસમાં સૅલોનિકાના અખાત પર આવેલો પ્રદેશ તેમજ તે જ નામ ધરાવતું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : 40° 38´ ઉ. અ. અને 22° 56´ પૂ. રે.. તે થેસાલોનિકી નામથી પણ ઓળખાય છે. તેનો વિસ્તાર 3683 ચોકિમી. જેટલો છે. આજે સૅલોનિકા અહીંના વિસ્તારનું પ્રમુખ ઔદ્યોગિક મથક બની રહેલું છે.…
વધુ વાંચો >સૅલ્વાડૉર
સૅલ્વાડૉર : બ્રાઝિલના પૂર્વ કિનારા પરનું બંદર અને બાહિયા રાજ્યનું વહીવટી મથક. તે આશરે 13° 0´ દ. અક્ષાંશવૃત્ત અને 38° 30´ પ. રેખાંશવૃત્ત પર સમુદ્રસપાટીથી લગભગ 47 મી.ની ઊંચાઈએ આવેલું છે. આ નગરને કેટલીક વાર ‘બાહિયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૅલ્વાડૉરમાં આવેલું ઐતિહાસિક ચર્ચ આ શહેરની સ્થાપના ઈ. સ.…
વધુ વાંચો >સેવની (Seoni)
સેવની (Seoni) : મધ્યપ્રદેશના જબલપુર વિભાગની દક્ષિણે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 21° 35´થી 22° 25´ ઉ. અ. અને 79° 10´થી 80° 15´ પૂ. રે. વચ્ચેનો 8,758 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જબલપુર; ઉત્તર, ઈશાન અને પૂર્વ તરફ માંડલા;…
વધુ વાંચો >સેવર્ન (નદી)
સેવર્ન (નદી) : બ્રિટનની લાંબામાં લાંબી નદી. તે મધ્ય વેલ્સના પુમ્લુમૉન(પ્લાયનિમૉન)ના ઊંચાણવાળા પ્રદેશમાંથી નીકળે છે. ત્યાંથી તે 350 કિમી.ના અંતર સુધી વહીને બ્રિસ્ટોલની ખાડીમાં ઠલવાય છે. શેપસ્ટવની દક્ષિણમાં સેવર્ન નદી હેઠળ તૈયાર કરાયેલા 6 કિમી. લાંબા બોગદામાં થઈને ભૂગર્ભીય રેલમાર્ગ પસાર થાય છે. નદી પર ઝૂલતો પુલ બનાવી 1966માં ખુલ્લો…
વધુ વાંચો >સેવાગ્રામ
સેવાગ્રામ : વર્ધા પાસે મહાત્મા ગાંધીના આશ્રમને કારણે જાણીતું ગામ. તે વર્ધાથી 8 કિમી. દૂર છે. 1930માં સાબરમતી આશ્રમ છોડ્યા પછી આઝાદી ન આવે ત્યાં સુધી સાબરમતી આશ્રમ પાછા નહિ ફરવાની પ્રતિજ્ઞાને કારણે તેઓ 1934માં વર્ધા ગયા; પરંતુ તેઓ ગામડું પસંદ કરતા એટલે જમનાલાલ બજાજ પાસેથી 1 એકર જમીન લઈને…
વધુ વાંચો >સેવાલિયા
સેવાલિયા : પંચમહાલ જિલ્લામાં પંચમહાલ-ખેડા સીમા નજીક આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 22° 50´ ઉ. અ. અને 73° 21´ પૂ. રે.. તે મહી નદીના કાંઠા નજીક પૂર્વ તરફ 6 કિમી.ના અંતરે વસેલું છે. સેવાલિયાનું ભૂપૃષ્ઠ બેસાલ્ટ ખડકોથી બનેલું છે, જમીનો ખડકાળ તેમજ કાળી છે. કાળી જમીનોમાં ખેતીના પાકો લેવાય છે.…
વધુ વાંચો >