Geography
શાકલ
શાકલ : પંજાબમાં આવેલું નગર. ભૌ. સ્થાન : 32° 30´ ઉ. અ. અને 74 31´ પૂ. રે.. તે સિયાલકોટ નામથી હવે ઓળખાય છે. શૂંગ વંશના પુષ્યમિત્રની સત્તા હેઠળના પ્રદેશમાં તેનો સમાવેશ થતો હતો. બૅક્ટ્રિયાના ગ્રીક શાસક ડિમેટ્રિયસે (દિમિત્રી) ઈ. પૂ.ની બીજી સદીમાં શાકલ અને તેની આસપાસનો પ્રદેશ જીતી લીધો હતો.…
વધુ વાંચો >શાજાપુર
શાજાપુર : મધ્યપ્રદેશના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 2૩° 00´થી 24° 15´ ઉ. અ. અને 75° 45´થી 77° 00´ પૂ. રે. વચ્ચેનો 6,196 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રાજસ્થાનનો ઝાલાવાડ જિલ્લો, ઈશાન અને પૂર્વમાં રાજગઢ જિલ્લો, અગ્નિકોણમાં…
વધુ વાંચો >શાન ઉચ્ચપ્રદેશ
શાન ઉચ્ચપ્રદેશ : મ્યાનમારના પૂર્વભાગમાં સ્ફટિકમય ખડકોનો સમૂહ રચતો ઉચ્ચપ્રદેશ. ભૌ. સ્થાન. 22° 00´ ઉ. અ. અને 98° 00´ પૂ. રે. આજુબાજુનો વિસ્તાર તે દક્ષિણ તરફ તેનાસરીમ વિભાગમાં વિસ્તરે છે અને ઇન્ડો-મલાયન પર્વતસંકુલનો એક ભાગ બનાવે છે. તેના દક્ષિણ તરફી વિસ્તરણ ઉપરાંત, તે શાન પ્રદેશમાં પણ વિસ્તરે છે. તેની સરેરાશ…
વધુ વાંચો >શાન્સી (Shanxi, Shansi)
શાન્સી (Shanxi, Shansi) : ચીનના ઉત્તર ભાગમાં આવેલો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે ૩7° ઉ. અ. અને 112° પૂ. રે.ની આજુબાજુનો 1,57,200 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઇનર મૉંગોલિયાની સીમા, પૂર્વે હેબેઈ, દક્ષિણે હેનાન તથા પશ્ચિમે શેન્સી પ્રાંતો આવેલા છે. ચીનની દીવાલનો કેટલોક ભાગ અહીં જોવા મળે છે.…
વધુ વાંચો >શામળાજી
શામળાજી : એક પ્રાચીન ભારતીય યાત્રાધામ અને સાંસ્કૃતિક કેન્દ્ર. ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકામાં મેશ્ર્વો નદીને કાંઠે 2૩° 41´ ઉ. અ. અને 7૩° 2૩´ પૂ. રે. પર શામળાજી આવેલું છે. પ્રાચીન કાળમાં તે હરિશ્ર્ચંદ્રપુરી, રુદ્રગયા, ગદાધર-ક્ષેત્ર વગેરે નામે ઓળખાતું હતું. અહીંથી બૌદ્ધ સ્તૂપ, વિહાર, શૈવમંદિરો તેમજ વૈષ્ણવ મંદિરો તથા…
વધુ વાંચો >શારદા (નદી)
શારદા (નદી) : હિમાલયમાંથી નીકળીને ભારત-નેપાળની પશ્ચિમ સરહદ પર દક્ષિણ-અગ્નિ દિશા તરફ વહેતી નદી. 480 કિમી.નો વહનમાર્ગ પસાર કર્યા પછી તે ઘાઘરા નદીને મળે છે. તેના ઉપરવાસમાં તે કાલી નદીના નામથી ઓળખાય છે. બર્મદેવ મંડી ખાતે તે ગંગાના મેદાનમાં પ્રવેશે છે જ્યાં શારદા આડબંધ આવેલો છે. તેની ઉપર તરફ તે…
વધુ વાંચો >શારદાશહર (Sardashahr)
શારદાશહર (Sardashahr) : રાજસ્થાનના ચુરુ જિલ્લામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 28° 26´ ઉ. અ. અને 74° 29´ પૂ. રે.. આ નગર તથા તેનો કિલ્લો બીકાનેરના મહારાજા સરદાર સિંહે 1850ના અરસામાં બંધાવેલો. અહીં છેવાડાના રેલમથક સાથે સડકમાર્ગનું જંક્શન આવેલું છે. અહીં ઊન, ઢોર અને ચામડાના માલસામાનનો વેપાર ચાલે છે. અહીંના…
વધુ વાંચો >શાસ્તા પર્વત (Shasta, Mount)
શાસ્તા પર્વત (Shasta, Mount) : યુ.એસ.ના કૅલિફૉર્નિયા રાજ્યમાં આવેલું, ઊંચાઈમાં છઠ્ઠા ક્રમે આવતું, ખૂબ જ ભવ્ય પર્વતશિખર. ભૌગોલિક સ્થાન : 41o21’ ઉ. અ. અને 122o20’ પ. રે.. તે ઉત્તર કૅલિફૉર્નિયાના કાસ્કેડ પર્વતોના દક્ષિણ વિભાગમાં તથા રેડિંગ(Redding)થી ઉત્તરે 124 કિમી. અંતરે આવેલું છે. તેની ઊંચાઈ 4,317 મીટર છે. તેનો શિખરભાગ ત્યાંની…
વધુ વાંચો >શાહજહાનપુર
શાહજહાનપુર : ઉત્તરપ્રદેશના ઉત્તર ભાગમાં નૈર્ઋત્ય નેપાળની દક્ષિણે રોહિલખંડ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 27° 28´થી 28° 28´ ઉ. અ. અને 79° 17´ થી 80° 23´ પૂ. રે. વચ્ચેનો 4,575 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાની સરહદ રાજ્યના બીજા…
વધુ વાંચો >શાહદોલ
શાહદોલ : મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં આવેલો ડમરુ આકારનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 22° 40´થી 24° 20´ ઉ. અ. અને 80° 30´થી 82° 15´ પૂ. રે. વચ્ચેનો 14,028 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સતના, ઈશાનમાં સિધી, પૂર્વમાં સરગુજા (છત્તીસગઢ), અગ્નિ…
વધુ વાંચો >