Geography
વ્યેન્ટ્યાન (Vientiane)
વ્યેન્ટ્યાન (Vientiane) : લાઓસનું પાટનગર અને મોટામાં મોટું શહેર. તેનું બીજું નામ વિયેનચૅન (Viangchan) છે. ભૌગોલિક સ્થાન : 17° 58´ ઉ. અ. અને 102° 36´ પૂ. રે.. તે લાઓસ અને થાઇલૅન્ડ વચ્ચેની સરહદ નજીક મેકોંગ નદી પર આવેલું છે. આ શહેર મહત્વનું વ્યાપારી મથક છે, તે હવાઈ મથક પણ છે.…
વધુ વાંચો >વ્યોમિંગ
વ્યોમિંગ : યુ.એસ.ના પશ્ચિમ ભાગમાં રૉકીઝ પર્વત વિસ્તારમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 41°થી 45´ ઉ. અ. અને 104°થી 111° પ. રે. વચ્ચેનો 2,53,326 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મૉન્ટાના, પૂર્વમાં દક્ષિણ ડાકોટા અને નેબ્રાસ્કા, દક્ષિણે કોલોરેડો અને ઉટાહ તથા પશ્ચિમે ઉટાહ, ઇડાહો અને મૉન્ટાનાં રાજ્યો…
વધુ વાંચો >વ્લાદિવૉસ્તૉક
વ્લાદિવૉસ્તૉક : પૅસિફિક મહાસાગર પર આવેલું મહત્વનું રશિયાઈ બંદર. ભૌ. સ્થાન : 43° 10´ ઉ. અ. અને 131° 56´ પૂ. રે.. તે અગ્નિ સાઇબીરિયામાં કોરિયાની સરહદ પર આવેલું છે. તે ગોલ્ડન હૉર્નના ઉપસાગર પર આવેલું, 5 ચોકિમી. વિસ્તાર ધરાવતું શ્રેષ્ઠ બારું છે. આ બારું જાન્યુઆરી(14.4° સે.)થી માર્ચ વચ્ચેના ગાળામાં લગભગ…
વધુ વાંચો >વ્હાઇટ માઉન્ટેન્સ (White Mountains)
વ્હાઇટ માઉન્ટેન્સ (White Mountains) : યુ.એસ.ના પૂર્વ ભાગમાં વિસ્તરેલા પર્વત સંકુલનો એક ભાગ. ભૌગોલિક સ્થાન : તે 44° 10´ ઉ. અ. અને 71° 30´ પ. રે.ની આજુબાજુનો આશરે 2,590 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પર્વતો મેઇન રાજ્યમાંથી ન્યૂ હૅમ્પશાયર રાજ્યમાં ઈશાન-નૈર્ઋત્ય દિશામાં વિસ્તરેલા છે. પર્વત-શિખરો હિમાચ્છાદિત રહેતાં હોવાથી…
વધુ વાંચો >વ્હાઇટ સી (White Sea)
વ્હાઇટ સી (White Sea) : આર્ક્ટિક મહાસાગરનો ઉપસાગરીય ફાંટો. યુરોપીય રશિયાના વાયવ્ય ભાગમાં આવેલા બેરન્ટ્સ સમુદ્રનો મોટો ફાંટો. બેરન્ટ્સ સમુદ્રનું દક્ષિણ તરફી વિસ્તરણ. ભૌગોલિક સ્થાન : 64°થી 67° ઉ. અ. અને 32°થી 42° પૂ. રે.. આ સમુદ્રી ફાંટો રશિયાના ઉત્તર ભાગમાં પ્રવેશેલો છે. રશિયામાં તે ‘બેલોય મોર’ (Beloye More) તરીકે…
વધુ વાંચો >શત્રુંજય (શેત્રુંજો) (ભૂગોળ)
શત્રુંજય (શેત્રુંજો) (ભૂગોળ) : ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલો પર્વત. ભૌગોલિક સ્થાન : 21° 31´ ઉ. અ. અને 71° 42´ પૂ. રે. તે જિલ્લામથક ભાવનગરથી નૈર્ઋત્યમાં આશરે 54 કિમી.ને અંતરે આવેલો છે. તેની તળેટીમાં પશ્ચિમ તરફ પાલિતાણા નગર વસેલું છે તથા તેની ઉત્તર તરફથી શેત્રુંજી નદી પસાર થાય છે. તેની…
વધુ વાંચો >શન ખ્વો (Shen Kuo or Shen Gua/Guo/Kua)
શન ખ્વો (Shen Kuo or Shen Gua/Guo/Kua) (જ. ઈ. સ. 1031, હંગ્ઝોઉ, ઝેજિયાન્ગ પ્રોવિન્સ, ચીન; અ. ઈ. સ. 1095, ચિન્ગ–કો’ઉ, ચીન) : ખગોળવિદ્યા, ગણિતવિદ્યા, ભૌતિકવિદ્યા, પ્રકાશવિજ્ઞાન, ભૂગોળવિદ્યા, નકશાવિજ્ઞાન (માનચિત્રકલા), ઇજનેરીવિદ્યા, વૈદકશાસ્ત્ર, સંગીત વગેરે જેવી અનેક વિદ્યાઓના જ્ઞાતા બહુવિદ્યાવિદ અને મુત્સદ્દી. શન ખ્વોના પિતાનું નામ શન ચો (Shen Chou) અને માતાનું…
વધુ વાંચો >શરાવતી (નદી)
શરાવતી (નદી) : પશ્ચિમ કર્ણાટકમાં આવેલી નદી. તે પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે અને પશ્ચિમી-વાયવ્ય તરફ આશરે 95 કિમી.ના અંતર સુધી વહીને ઉત્તર કન્નડમાં હોનાવડ ખાતે અરબી સમુદ્રને મળે છે. આ નદીનું મૂળ તીર્થહલ્લી તાલુકાના કાવાલેદુર્ગા પાસે આવેલ અંબુતીર્થ ખાતે આવેલું છે. તેને હરિદ્રાવતી, યેન્નેહોલે તેમજ અનેક નાની નદીઓ મળે છે.…
વધુ વાંચો >શહેરીકરણ (urbanisation) (ભૌગોલિક)
શહેરીકરણ (urbanisation) (ભૌગોલિક) : શહેરમાં વધતી જતી વસ્તી અને વિસ્તારની વૃદ્ધિ. શહેરના ઉદભવ અને વિકાસની પ્રક્રિયા. શહેરીકરણ એ વસ્તીવૃદ્ધિની એવી પ્રક્રિયા છે જેમાં ગામડાનું શહેરમાં રૂપાંતર થાય છે અથવા ભૌગોલિક પરિબળોની અનુકૂળતાવાળા કોઈ એક મોકાના સ્થળે તેની આજુબાજુનાં ગામડાંઓની વસ્તી સ્થળાંતર કરીને વસવાટ કરે છે. ટૂંકમાં, શહેરીકરણ એ શહેરોના ઉદ્ભવ…
વધુ વાંચો >શહેરી ભૂગોળ (urban geography)
શહેરી ભૂગોળ (urban geography) : શહેરોના સંદર્ભમાં નવી નિર્માણ પામેલી ભૂગોળની વિશિષ્ટ શાખા. શહેરો (નગરો) આજે માનવીની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય બાબતોનાં કેન્દ્ર બની રહ્યાં છે. શહેરનો વિસ્તાર જેટલો વધુ એટલું તેનું આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ પણ વધુ. શહેરનો માનવસમાજ પરનો પ્રભાવ ત્યાં વસતા નાગરિકોના જીવનધોરણ પરથી મૂલવી…
વધુ વાંચો >