Geography
વેનેઝુએલા
વેનેઝુએલા : દક્ષિણ અમેરિકા ભૂમિખંડનો સૌથી વધુ ઉત્તરનો કૅરિબિયન સમુદ્રકાંઠે આવેલો દેશ. તેની પશ્ચિમે કોલમ્બિયા, દક્ષિણે બ્રાઝિલ અને પૂર્વ ગુયાના (Guyana) જેવા દેશો આવેલા છે. તે આશરે 0° 38´થી 12° 13´ ઉ. અક્ષાંશવૃત્તો તથા 59° 47´થી 73° 25´ પ. રેખાંશવૃત્તો વચ્ચે વિસ્તરેલો છે. તેના દક્ષિણ છેડાથી નજીકમાં જ વિષુવવૃત્ત રેખા…
વધુ વાંચો >વેરાક્રુઝ (Veracruz)
વેરાક્રુઝ (Veracruz) : પૂર્વ-મધ્ય મેક્સિકોમાં આવેલું રાજ્ય તથા તે જ નામ ધરાવતું મેક્સિકોનું મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : 19° 12´ ઉ. અ. અને 96° 08´ પ. રે.. વેરાક્રુઝ રાજ્યનો વિસ્તાર 71,895 ચોકિમી. જેટલો છે. તેની પૂર્વ તરફ તબાસ્કો રાજ્ય અને મેક્સિકોનો અખાત, દક્ષિણ તરફ ચિયાપાસ અને ઓઆક્સાકા, પશ્ચિમ તરફ પ્યુએબ્લા,…
વધુ વાંચો >વેરાવળ
વેરાવળ : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો, તાલુકામથક (નગર) અને મધ્યમ કક્ષાનું બંદર. ભૌગોલિક સ્થાન : તે 21° 45´ ઉ. અ. અને 70° 40´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 688 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે જિલ્લામથક જૂનાગઢથી 83 કિમી. દૂર આવેલું છે. અહીંથી તદ્દન નજીક (માત્ર 4 કિમી.) આવેલું…
વધુ વાંચો >વેલિંગ્ટન
વેલિંગ્ટન : ન્યૂઝીલૅન્ડનું પાટનગર, બીજા ક્રમનું મોટું શહેર, ઔદ્યોગિક મથક તથા મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : 41° 47´ દ. અ. અને 174° 47´ પૂ. રે.. તે ઉત્તર ટાપુના છેક દક્ષિણ છેડે ઊંડા જળના કુદરતી બારામાં કૂકની સામુદ્રધુની પર આવેલું છે. અહીંનું બારું આશરે 8500 હેક્ટર જેટલો વિસ્તાર આવરી લે છે.…
વધુ વાંચો >વૅલેટા (Valleta)
વૅલેટા (Valleta) : ભૂમધ્ય સમુદ્રમાં આવેલા માલ્ટાના ટાપુનું પાટનગર તેમજ મુખ્ય દરિયાઈ બંદર. ભૌગોલિક સ્થાન : 350 54’ ઉ. અ. અને 140 31’ પૂ. રે.. તે માલ્ટાના ઈશાન કાંઠે બંદરોની વચ્ચે સાંકડી ભૂશિર પર આવેલું છે. તે માલ્ટાનું વહીવટી, સાંસ્કૃતિક અને વાણિજ્યમથક છે. આ ઉપરાંત તે રૉયલ માલ્ટા લાઇબ્રેરીનું મૂળ…
વધુ વાંચો >વેલ્લોર
વેલ્લોર : તામિલનાડુ રાજ્યના ઉત્તર આર્કટ આંબેડકર જિલ્લાનું જિલ્લામથક, તાલુકો તથા શહેર. ભૌગોલિક સ્થાન : 12° 56´ ઉ. અ. અને 79° 08´ પૂ. રે.. ઉત્તર આર્કટ આંબેડકર જિલ્લામાં પૂર્વઘાટના ભાગરૂપ આવેલી જાવાદીસ હારમાળા આ વેલ્લોર તાલુકા સુધી વિસ્તરેલી છે. વેલ્લોર શહેર નાની નાની ટેકરીઓથી ઘેરાયેલું છે. અહીં અનામત જંગલો આવેલાં…
વધુ વાંચો >વેસ્ટ ઇન્ડિઝ
વેસ્ટ ઇન્ડિઝ : કૅરિબિયન સમુદ્ર અને મેક્સિકોના અખાતને ઍટલાંટિક મહાસાગરથી અલગ પાડતો વિશાળ ટાપુસમૂહ. મધ્ય અમેરિકાની પનામાની સાંકડી સંયોગીભૂમિથી પૂર્વ તરફ ઍટલાંટિક મહાસાગરના એક ભાગરૂપ કૅરિબિયન સમુદ્રમાં આવેલા આ ટાપુઓ ‘વેસ્ટ ઇન્ડિઝ’ નામથી ઓળખાય છે. તે 100થી 270 ઉ. અ. અને 590થી 850 પ. રે. વચ્ચેનો આશરે 2,38,748 ચોકિમી. જેટલો…
વધુ વાંચો >વૈકાતો નદી (Waikato river)
વૈકાતો નદી (Waikato river) : ન્યૂઝીલૅન્ડમાં આવેલી લાંબામાં લાંબી નદી. તે ઉત્તર ટાપુના મધ્ય ભાગમાં આવેલા માઉન્ટ રુઆપેહુમાંથી નીકળે છે. તે તાઉપો સરોવર, હેમિલ્ટન શહેર અને વૈકાતો વિસ્તારમાંથી પસાર થાય છે, તથા પૉર્ટ વૈકાતો ખાતે ટસ્માન સમુદ્રને મળે છે. તેની કુલ લંબાઈ 364 કિમી. જેટલી છે. આ નદી પર સાતથી…
વધુ વાંચો >વૈદિક ભૂગોળ
વૈદિક ભૂગોળ : વેદકાલીન ભૌગોલિક માહિતી. વેદ ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ગ્રંથો છે. વેદનાં સ્વરૂપ, મહત્વ અને સિદ્ધાંતોની જાણકારી મેળવવી એ પ્રત્યેક ભારતીય નાગરિકની ફરજ લેખાય છે. વેદો ભારતીય સંસ્કૃતિના સ્રોત છે. વેદોમાં સાહિત્ય, વિજ્ઞાન, ઇતિહાસ, રાજનીતિ, ભૂગોળ વગેરે અનેક વિષયોનું વર્ણન જોવા મળે છે. વૈદિક યુગની ભૌગોલિક બાબતોથી સામાન્ય જનસમાજ…
વધુ વાંચો >વૈનગંગા (Wainganga)
વૈનગંગા (Wainganga) : મધ્યભારતની મહત્ત્વની નદી. આ નદી મધ્ય પ્રદેશના દક્ષિણ ભાગમાં આવેલી સાતપુડા હારમાળાની મહાદેવ ટેકરીઓમાંથી નીકળે છે. તે શિવની જિલ્લાના તેનાં ઉદભવસ્થાનમાંથી થોડાક અંતર માટે પૂર્વ તરફ વહી, શિવનીમાંડલા અને શિવનીબાલાઘાટ જિલ્લાઓની સરહદ રચે છે, જ્યાં તે ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. તે બાલાઘાટ અને મહારાષ્ટ્ર રાજ્યના ભંડારા…
વધુ વાંચો >