Geography

ઉન્નાવ

ઉન્નાવ : ઉત્તર પ્રદેશના મધ્યભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 26o 07’થી 27o 02′ ઉ. અ. અને 80o 03’થી 81o 03′ પૂ.રે.ની વચ્ચેનો આશરે 4,558 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હરદોઈ, ઈશાન અને પૂર્વમાં લખનૌ, દક્ષિણમાં રાયબરેલી તથા પશ્ચિમે કાનપુર જિલ્લાઓ આવેલા છે. કાનપુરથી અલગ પડતી…

વધુ વાંચો >

ઉપલેટા

ઉપલેટા : ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાનો તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21o 44′ ઉ.અ. અને 70o 22′ પૂ. રે. ની આજુબાજુનો 839.3 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જામનગર જિલ્લો, પૂર્વ તરફ ધોરાજી તાલુકો, દક્ષિણે જૂનાગઢ જિલ્લો તથા પશ્ચિમે અંશત: પોરબંદર જિલ્લો…

વધુ વાંચો >

ઉભરાટ

ઉભરાટ : દક્ષિણ ગુજરાતના વિશાળ દરિયાકિનારે આવેલું રેતીપટ ધરાવતું વિહારધામ. સૌરાષ્ટ્રમાં ચોરવાડની જેમ દક્ષિણ ગુજરાતમાં ઉભરાટ અને તીથલ મુખ્ય છે. ભૌગોલિક પરિભાષામાં સમુદ્રનાં મોજાંની નિક્ષેપણક્રિયા દ્વારા સમથળ અને રેતાળ દરિયાકિનારો બને તો તેને રેતીપટ કે ‘બીચ’ તરીકે ઓળખવામાં આવે છે. બીચ સહેલાણીઓ માટે ખાસ કરીને ઉનાળામાં વિહારધામ તરીકે ઉપયોગી બને…

વધુ વાંચો >

ઉમરેઠ

ઉમરેઠ : આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાનું નગર. તે 22o 42′ ઉ. રે. અને 73o 07′ પૂ. રે. પર આવેલું છે. મિરાતે અહમદીમાં અમદાવાદની જમણી બાજુએ આવેલી સોનાની પાંખ તરીકે તેનું વર્ણન કરેલું છે. વસ્તી : આશરે 40 હજાર (2011 મુજબ), વિસ્તાર : 20.2 ચોકિમી. આણંદ-ગોધરા રેલમાર્ગ પર આણંદથી 23 કિમી.…

વધુ વાંચો >

ઉરુગ્વે

ઉરુગ્વે : દક્ષિણ અમેરિકા ભૂમિખંડના પૂર્વ (ઍટલૅંટિક) કિનારે આશરે 30o 0¢થી 35o 0′ દ. અક્ષાંશવૃત્તો અને 53o 0¢થી 58o 25′ પ. રેખાંશવૃત્તો વચ્ચે આવેલું રાજ્ય. સુસંબદ્ધ (compact) આકારનો આ દેશ 1,77,508 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે. દેશને ઉત્તરમાં બ્રાઝિલ અને દક્ષિણમાં આર્જેન્ટિનાની સરહદો સ્પર્શે છે, તેથી અંતરિયાળ રાજ્ય (buffer state) તરીકેનું…

વધુ વાંચો >

ઉલન બટોર (ઉલામ્બતાર)

ઉલન બટોર (ઉલામ્બતાર) : મૉંગોલિયાનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 47o 55′ ઉ. અ. અને 106o 53′ પૂ. રે.. આ શહેર દેશના ઈશાન ભાગમાં, ગોબીના રણની ઉત્તરે, ટોલા નદીને કાંઠે વસેલું છે. તે તુલ ગોલ નદી લોએસના મેદાનમાં આશરે 1330 મીટરની ઊંચાઈએ આવેલું છે. તે બેજિંગ(ચીન)થી વાયવ્યમાં…

વધુ વાંચો >

ઉલ્કા અને ઉલ્કાશ્મ

ઉલ્કા અને ઉલ્કાશ્મ (meteors and meteorites) : રાત્રિ દરમિયાન આકાશમાં જોવા મળતા તેજસ્વી લિસોટા અને પૃથ્વીના પટ પર પડેલી ઉલ્કાઓના ધાત્વિક કે પાષાણિક પિંડો. ઉલ્કા એ અંધારી રાત્રે દેખાતા પ્રકાશિત લિસોટા છે. લોકભાષામાં તેમને ‘ખરતા તારા’ (shooting stars) પણ કહે છે. ધાત્વિક કે પાષાણિક અવકાશી પિંડો પોતાના મૂળ સ્થાનેથી મુક્ત…

વધુ વાંચો >

ઉલ્કાગર્તો

ઉલ્કાગર્તો (meteoric craters) : અવકાશમાંથી પૃથ્વી તરફ ખેંચાઈ આવતી એકલ-ઉલ્કાઓ જમીન ઉપર પછડાતાં, જમીનમાં ઉત્પન્ન થતા ખાડા કે ગર્ત. મોટી વજનદાર ઉલ્કા દ્વારા જ ઉલ્કાગર્ત ઉત્પન્ન થતા હોય છે. એવું પણ બને કે આવી મોટી વજનદાર ઉલ્કાશિલાઓ દ્ધારા ઉલ્કાગર્ત ન પણ ઉત્પન્ન થાય. ઉદાહરણ રૂપે, જૂન 1908માં ઉત્તર સાઇબીરિયાના તુંગુસ્કા…

વધુ વાંચો >

ઉષ્ણ કટિબંધ

ઉષ્ણ કટિબંધ : કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેનો ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં 0o અક્ષાંશથી  અક્ષાંશ વચ્ચે આવેલો પ્રદેશ. આમ છતાં 30o ઉ. અ. અને 30o દ. અ. સુધી ઉષ્ણ કટિબંધ જેવી આબોહવા રહે છે. પૃથ્વી પોતાની ધરી ઉત્તર દિશામાં નમતી રાખીને સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. તેથી જુદે જુદે સમયે વર્ષ દરમિયાન…

વધુ વાંચો >

ઊઝ

ઊઝ (ooze) : 30 %થી વધુ જીવજન્ય દ્રવ્યયુક્ત સૂક્ષ્મ દાણાદાર દરિયાઈ અગાધનિક્ષેપ (જુઓ ‘અગાધનિક્ષેપ’ ). મહાસાગરોના બેથિયલ અને એબિસલ (2,000 મીટરથી વધુ ઊંડાઈ) ક્ષેત્રના તળિયાના વિસ્તારમાં બે પ્રકારના અગાધનિક્ષેપો મળે છે : (1) જીવજન્ય ઊઝ, (2) રાતી માટી. (1) જીવજન્ય ઊઝના બે વિભાગો છે : (i) ચૂનાદ્રવ્યયુક્ત ઊઝ (2,000થી 3,900…

વધુ વાંચો >