Geography
લેટિયમ
લેટિયમ : ઇટાલીનો મધ્ય-પશ્ચિમ કિનારાનો પ્રદેશ. તેમાં ફ્રોસિનન, રિયેટી, લૅટિના (અગાઉનું લિટોરિયા), રોમ અને વિટરબો પ્રાંતોનો સમાવેશ થતો હતો. તેનું ક્ષેત્રફળ 17,204 ચોકિમી. થાય છે. અસલમાં લેટિયમ નામ, ટાઇબર નદીના જમણા કિનારે વસતા લૅટિની (લૅટિન્સ) નામની આદિવાસી જાતિના પ્રદેશ માટે વપરાતું હતું. રોમન શાસન હેઠળ, તે પ્રદેશ વિસ્તૃત થયો અને…
વધુ વાંચો >લેનિનગ્રાડ
લેનિનગ્રાડ : જુઓ સેન્ટ પીટર્સબર્ગ.
વધુ વાંચો >લૅન્ઝારોટી (Lanzarote)
લૅન્ઝારોટી (Lanzarote) : ઉત્તર ઍટલૅટિક મહાસાગરના કેનેરી દ્વીપસમૂહમાં પૂર્વ તરફ આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 29° 00´ ઉ. અ. અને 13° 40´ પ. રે. પર આશરે 795 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વમાં આશરે 150 કિમી. દૂર ઉત્તર આફ્રિકાનો પશ્ચિમ ભાગ આવેલો છે. ટાપુનું ભૂપૃષ્ઠ લાવાના ખડકોથી…
વધુ વાંચો >લૅપલૅન્ડ
લૅપલૅન્ડ : યુરોપનો છેક ઉત્તર તરફનો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે ઉત્તર ધ્રુવવૃત્ત 661° ઉ. અ.થી ઉત્તર તરફ આવેલો છે. આ પ્રદેશ કોઈ સ્વતંત્ર દેશ નથી, પરંતુ નૉર્વે નજીકનો પ્રદેશ નૉર્વેલૅપલૅન્ડ, સ્વીડન નજીકનો સ્વીડનલૅપલૅન્ડ, ફિનલૅન્ડ નજીકનો ફિનલૅપલૅન્ડ અને રશિયા નજીકનો પ્રદેશ રશિયાઈ લૅપલૅન્ડ કહેવાય છે. આ પ્રદેશમાં લૅપ લોકો વસતા…
વધુ વાંચો >લેપિલિ
લેપિલિ : જુઓ જ્વાળામુખી.
વધુ વાંચો >લૅબુઆન (Labuan)
લૅબુઆન (Labuan) : બૉર્નિયોમાં બ્રૂનેઇના ઉપસાગરમાં સાબાહના કિનારાથી નજીક આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 6° 25´ ઉ. અ. અને 115° 25´ પૂ. રે.. મલેશિયાના સમવાયતંત્રીય પ્રદેશના એક ભાગ રૂપે તેનો મલેશિયાના પાટનગર કુઆલાલમ્પુરની સાથે વહીવટ કરવામાં આવે છે. આ ટાપુનો વિસ્તાર 91 ચોકિમી. જેટલો છે. તેનું ભૂપૃષ્ઠ નીચાણવાળું છે અને…
વધુ વાંચો >લેબેનૉન (Lebanon)
લેબેનૉન (Lebanon) : એશિયા ખંડની પશ્ચિમ સીમા પર આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 33° 50´ ઉ. અ. અને 35° 50´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,400 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉ.દ. લંબાઈ 193 કિમી. અને પૂ.પ. પહોળાઈ 80 કિમી. જેટલી છે. તેની ઉત્તરે અને પૂર્વે સીરિયા, દક્ષિણે…
વધુ વાંચો >લૅબ્રેડૉર
લૅબ્રેડૉર : કૅનેડાના અગ્નિકોણમાં આવેલો મોટો દ્વીપકલ્પ. તે 54° ઉ. અ. અને 62° પ. રે.ની આજુબાજુનો આશરે 2,65,911 ચોકિમી. જેટલો ભૂમિવિસ્તાર (ન્યૂ ફાઉન્ડલૅન્ડ સહિત) આવરી લે છે. તેનો બધો વિસ્તાર ઍટલૅંટિક મહાસાગર અને હડસનના ઉપસાગર વચ્ચે આવી જાય છે. તેનો પશ્ચિમ ભાગ ક્વિબેકમાં ગણાય છે, જ્યારે પૂર્વ કાંઠાનો ભાગ ન્યૂ…
વધુ વાંચો >લૅમ્પિડૂઝ (Lampedusa)
લૅમ્પિડૂઝ (Lampedusa) : ઇટાલીનો સૌથી મોટો ટાપુ. ભૌગોલિક સ્થાન : 35° 31´ ઉ. અ. અને 12° 35´ પૂ. રે. તેની ઈશાનમાં લિનોસા અને પશ્ચિમ તરફ લૅમ્પિયોન નામના નાના ટાપુઓ આવેલા છે. આ ટાપુ ભૂમધ્ય સમુદ્રમાં આવેલા માલ્ટા અને ટ્યૂનિસ ટાપુઓની વચ્ચે રહેલો છે. તે સિસિલીથી નૈર્ઋત્યમાં 205 કિમી. અને ટ્યૂનિસિયાથી…
વધુ વાંચો >લૅમ્બે ટાપુ (Lambay Island)
લૅમ્બે ટાપુ (Lambay Island) : આયર્લૅન્ડના ડબ્લિન પરગણાના કાંઠાથી થોડે દૂર આયરિશ સમુદ્રમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 53° 30´ ઉ. અ. અને 6° 00´ પ. રે.. આ ટાપુનો વિસ્તાર માત્ર 21 ચોકિમી. જેટલો જ છે. અહીંના વિસ્તારમાં તે પક્ષી-અભયારણ્ય તરીકે જાણીતો બન્યો છે. આ અભયારણ્ય ખાનગી માલિકીનું હોવાથી તેની…
વધુ વાંચો >