Geography

લાટ્રોબ ખીણ

લાટ્રોબ ખીણ : ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં આવેલો કોલસાની સંપત્તિ ધરાવતો ખીણપ્રદેશ. અહીં લાટ્રોબ નદીની દક્ષિણે, કથ્થાઈ કોલસાનો વિપુલ જથ્થો રહેલો છે. લાટ્રોબે ખીણમાં રહેલા કોલસાનો કુલ અનામત જથ્થો 1,700 કરોડ મેટ્રિક ટન જેટલો હોવાનું અંદાજવામાં આવેલું છે. અહીંના કોલસાના થર ઓછામાં ઓછા 60 મીટરની જાડાઈના છે. વળી તે ભૂમિની સપાટીથી…

વધુ વાંચો >

લાઠી

લાઠી : અમરેલી જિલ્લામાં આવેલો તાલુકો તથા તે જ નામ  ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : તે 21° 43´ ઉ. અ. અને 71° 23´ પૂ. રે. પરનો આશરે 633 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. લાઠી નગર અમરેલીથી આશરે 20 કિમી.ને અંતરે ઈશાન તરફ આવેલું છે. તેની ઉત્તરે બાબરા તાલુકો, પૂર્વે…

વધુ વાંચો >

લાતુર

લાતુર : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : તે આશરે 17° 50´ થી 18° 50´ ઉ. અ. અને 76° 10´ થી 77° 10´ પૂ. રે. વચ્ચેનો આશરે 7,157 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બીડ અને પરભણી જિલ્લા, ઈશાન અને પૂર્વમાં…

વધુ વાંચો >

લા પાઝ

લા પાઝ : બોલિવિયાનું રાજકીય પાટનગર તથા સૌથી મોટું શહેર. તે ટીટીકાકા સરોવરથી આશરે 68 કિમી. અગ્નિખૂણે લગભગ 16° 20´ દ. અક્ષાંશવૃત્ત તથા 68° 10´ પ. રેખાંશવૃત્ત પર આવેલું છે. ઈ. સ. 1548માં કપ્તાન ઍલોન્સો દ મેન્ડોઝા (Alanso de Mendoza) દ્વારા તેની સ્થાપના થઈ હતી. લા પાઝ, ઍન્ડિઝ ગિરિમાળા સંલગ્ન…

વધુ વાંચો >

લા પેરૂઝની સામુદ્રધુની (La Perouse Strait)

લા પેરૂઝની સામુદ્રધુની (La Perouse Strait) : રશિયાના સખાલીન ટાપુઓ અને જાપાનના હોકાઇડો વચ્ચે આવેલો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ. ભૌગોલિક સ્થાન : આશરે 45° 45´ ઉ. અ. અને 142° 0´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. રશિયન નામ ‘પ્રોલીવ લા પેરૂઝા’, જાપાની નામ ‘સોયા કાઇકિયો’. આ નામ ફ્રેન્ચ અભિયંતા ઝાં ફ્રાન્ક્વા દ ગૅલપે કૉમ્તે…

વધુ વાંચો >

લાપ્ટેવ સમુદ્ર

લાપ્ટેવ સમુદ્ર : આર્ક્ટિક મહાસાગરના એક ભાગરૂપ ઉત્તર સાઇબીરિયાના કિનારા નજીક આવેલો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : તે 76° ઉ. અ. અને 126° પૂ. રે.ની આજુબાજુનો આશરે 7,14,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની સરેરાશ ઊંડાઈ માત્ર 578 મીટર છે, પરંતુ મહત્તમ ઊંડાઈ 2,980 મીટર છે. તેની પશ્ચિમ તરફ તૈમિર…

વધુ વાંચો >

લા પ્લાટા (La Plata)

લા પ્લાટા (La Plata) : પૂર્વ આર્જેન્ટિનાના પ્લેટ નદીનાળ કે રિયો દ લા પ્લાટાના કાંઠે આશરે 35° 0´ દ. અક્ષાંશવૃત્ત તથા 57° 55´ પ. રેખાંશવૃત્ત પર આવેલું નગર. તે દેશનું સર્વોત્તમ બંદર, ઔદ્યોગિક કેન્દ્ર તથા બ્વેનૉસ આઇરીઝ પ્રાન્તનું વહીવટી મથક છે. તે દેશના પાટનગર બ્વેનૉસ આઇરીઝથી આશરે 56 કિમી. દક્ષિણમાં…

વધુ વાંચો >

લાબ્રાડોરનો પ્રવાહ

લાબ્રાડોરનો પ્રવાહ : આર્ક્ટિક મહાસાગરમાંથી ઉદભવતો ઠંડો દરિયાઈ પ્રવાહ. તે કૅનેડાના લાબ્રાડોરના કિનારા પર થઈને ન્યૂ ફાઉન્ડલૅન્ડના ટાપુ સુધી વહે છે. આ પ્રવાહ ન્યૂ ફાઉન્ડલૅન્ડના ટાપુ નજીક દક્ષિણ તરફથી આવતા ગરમ અખાતી પ્રવાહને મળે છે. આ ઠંડા પ્રવાહની અસર યુ.એસ.માં ન્યૂ ઇંગ્લૅન્ડના દક્ષિણ ભાગ સુધી વરતાય છે. લાબ્રાડોરનાં બારાં વર્ષના…

વધુ વાંચો >

લાબ્રાડૉર સમુદ્ર

લાબ્રાડૉર સમુદ્ર : ઉત્તર આટલાંટિક મહાસાગરનો વાયવ્ય ફાંટો. ભૌગોલિક સ્થાન : તે 57° 00´ ઉ. અ. અને 53° 00´ પ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. તેની નૈર્ઋત્ય તરફ લાબ્રાડૉર, કૅનેડા અને ઈશાન તરફ ગ્રીનલૅન્ડ આવેલાં છે. ઉત્તર તરફ તે ડેવિસની સામુદ્રધુની મારફતે બેફિનના ઉપસાગર સાથે તથા પશ્ચિમ તરફ હડસનની સામુદ્રધુની મારફતે…

વધુ વાંચો >

લાશિયો (Lashio)

લાશિયો (Lashio) : મ્યાનમારના માંડલે વિભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : આ શહેર 22° 56´ ઉ. અ. અને 97° 45´ પૂ. રે. પર આવેલું છે. તે માંડલેથી ઈશાન તરફ 190 કિમી. દૂર સ્થિત છે. તે ઇરાવદી અને સૅલ્વીન નદીની વચ્ચેના જળવિભાજક શાનના ઉચ્ચપ્રદેશમાં આશરે 2,400 મીટરની ઊંચાઈએ વહેતી મ્યિતંગે(Myitange)ની સહાયક…

વધુ વાંચો >