Geography

અણહિલવાડ પાટણ

અણહિલવાડ પાટણ : જુઓ, પાટણ.

વધુ વાંચો >

અધોગામી અને ઊર્ધ્વગામી સ્તંભ

અધોગામી અને ઊર્ધ્વગામી સ્તંભ (stalactites and stalagmites) : ગુફામાં ભૂગર્ભજળ-નિક્ષેપને કારણે રચાતા, છત ઉપરથી નીચે અને તળિયાથી છત તરફ જતા સ્તંભો. અનુકૂળ ભૂસ્તરીય તેમજ અનુકૂળ આબોહવાના પ્રદેશોમાં ભૂગર્ભજળ નિક્ષેપક્રિયાના એક સક્રિય પરિબળ તરીકે કાર્ય કરતું રહે છે. આ પ્રકારે તૈયાર થતા નિક્ષેપો ખનિજપટ્ટા, ખનિજરેખા કે ખનિજપડ સ્વરૂપે ખડકોની તડોમાં કે…

વધુ વાંચો >

અધોવળાંક અને ઊર્ધ્વવળાંક

અધોવળાંક અને ઊર્ધ્વવળાંક (synform and antiform) : રચનાત્મક દૃષ્ટિએ જટિલ ગોઠવણીવાળા ખડકસ્તરોના ક્ષેત્ર-અભ્યાસ દરમિયાન જ્યારે સ્તરોનું વય નક્કી કરી શકાય તેમ ન હોય ત્યારે અધોવાંક અને ઊર્ધ્વવાંક જેવી દેખાતી સંરચનાઓને કામચલાઉ અપાતાં નામ. સ્તરવિદ્યા(stratigraphy)ની દૃષ્ટિએ આ પર્યાયોને અધોવાંક (syncline) અને ઊર્ધ્વવાંક(anticline)ના વાસ્તવિક અર્થમાં સમજવાના નથી, પરંતુ આ નામો માત્ર એમના…

વધુ વાંચો >

અનંતનાગ (1)

અનંતનાગ (1) : શ્રીનગરની દક્ષિણપૂર્વમાં જેલમ નદીને કિનારે આવેલું શહેર અને કાશ્મીરની પ્રાચીન રાજધાની. ભૌગોલિક સ્થાન : 330 44′ ઉ. અ. અને 750 09′ પૂ. રે. ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યના અનંતનાગ જિલ્લાનું મુખ્યમથક. અગાઉ આ શહેરનું નામ ‘ઇસ્લામાબાદ’ હતું તે બદલીને અનંતનાગ રાખવામાં આવ્યું છે. કાશ્મીર ખીણના જળવ્યવહારમાર્ગનું દક્ષિણમાં આવેલું આ…

વધુ વાંચો >

અનંતપુર

અનંતપુર : ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 14o 41´ ઉ. અ. અને 77o 36´ પૂ. રે. જિલ્લાનો વિસ્તાર : 19,130 ચોકિમી. અને વસ્તી 3,40,613 (2011) છે.  જિલ્લાની ઉત્તરે કર્નૂલ, પૂર્વમાં કડાપ્પા, અગ્નિ દિશામાં ચિત્તુર જિલ્લાની તથા દક્ષિણ અને પશ્ચિમ તરફ કર્ણાટક…

વધુ વાંચો >

અનાઈમૂડી

અનાઈમૂડી : તામિલનાડુ રાજ્યના કૉઇમ્બતૂર જિલ્લામાં તેમજ કેરળ રાજ્યમાં પથરાયેલી અનાઈમલય પર્વતમાળાનું એક શિખર. ભૌગોલિક સ્થાન : 100 10´ ઉ. અ. અને 770 04´ પૂ. રે. કોડાઈ કેનાલની દક્ષિણે આવેલું આ શિખર 2,695 મીટરની ઊંચાઈ ધરાવે છે. અનાઈમલયનો અર્થ હાથીઓનો પર્વત અને અનાઈમૂડીનો અર્થ હાથીનું મસ્તક એવો થાય છે. અહીંનું…

વધુ વાંચો >

અન્નપૂર્ણા (શિખર)

અન્નપૂર્ણા (શિખર) : ભારતની ઉત્તરે પૂર્વ-પશ્ચિમ આશરે 2,400 કિમી. લંબાઈ ધરાવતા અને ઉત્તર-દક્ષિણ આશરે 240થી 320 કિમી.ની પહોળાઈ ધરાવતા હિમાલયનાં સાત ઊંચાં શિખરોમાંનું એક. ભૌ. સ્થાન : 280 34´ ઉ. અ. અને 830 50´ પૂ. રે. અગત્યનાં શિખરોમાં ‘માઉન્ટ એવરેસ્ટ’ અથવા ‘ગૌરીશંકર’ 8,848 મીટરની ઊંચાઈ ધરાવે છે. સેટેલાઇટ (ઉપગ્રહીય) મોજણી…

વધુ વાંચો >

અન્નામનો ઉચ્ચપ્રદેશ

અન્નામનો ઉચ્ચપ્રદેશ : અગ્નિ એશિયા ભૂખંડના પૂર્વકાંઠે ગુજરાતી ‘ડ’ અક્ષરના આકારે આવેલો વિયેટનામ દેશ. વિયેટનામનો ઉત્તરનો મેદાની પ્રદેશ બેક-બૉ, મધ્યનો ઉચ્ચપ્રદેશ ટ્રુંગ-બૉ અને છેક દક્ષિણનો મેદાની પ્રદેશ નામ-બૉ કહેવાય છે. પરંતુ તેનાં ફ્રેન્ચ ભાષાનાં પ્રાચીન નામો અનુક્રમે ટોંકિન, અન્નામ અને કોચીનચીન પ્રચલિત છે. ટોંકિનના લાલ નદીના મુખત્રિકોણના મેદાની પ્રદેશ અને…

વધુ વાંચો >

અન્શાન

અન્શાન : ચીનની ઉત્તરે પીળા સમુદ્રના કિનારે આવેલું ઔદ્યોગિક શહેર. લાયાઓનિંગના ચાંગમા–ઈશાનની તળેટીમાં આવેલું આ શહેર ચીનનું સૌથી મોટું લોખંડ-ઉદ્યોગનું કેન્દ્ર છે. મંચુરિયાના ઔદ્યોગિક પ્રદેશમાં આવેલું હોવાથી ખનિજસંપત્તિ અને સંચાલનશક્તિ પરત્વે સરકારની પ્રોત્સાહક નીતિને કારણે તે વિશાળ ઔદ્યોગિક સંકુલ બનેલ છે. ખાસ કરીને અન્શાનના આ ઔદ્યોગિક પ્રદેશની ગણના વિશ્વના સૌથી…

વધુ વાંચો >

અપસલા (સ્વિડન)

અપસલા (સ્વીડન) : પૂર્વમધ્ય સ્વીડનમાં આવેલું પરગણું અને તે જ નામ ધરાવતું પાટનગર. ભૌગોલિક સ્થાન : 590 52´ ઉ. અ. અને 170 38.0´ પૂ. રે. તે સ્ટૉકહોમથી વાયવ્યમાં 74 કિમી. અંતરે, અસમતળ ફળદ્રૂપ મેદાની પ્રદેશમાં ફાયરીસન નદીકાંઠે વસેલું છે. આ શહેરની વસ્તી આશરે 2,11,411 (2016) જેટલી છે. આજના આધુનિક શહેરથી…

વધુ વાંચો >