Geography

યોસેમિટે (યોસેમાઇટ) :

યોસેમિટે (યોસેમાઇટ) : યુ.એસ.ના કૅલિફૉર્નિયા રાજ્યના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલો વેરાન પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 37o 51´ ઉ. અ. અને 119o 33´ પ. રે. વગડા જેવો આ પ્રદેશ સાન ફ્રાન્સિસ્કોથી પૂર્વમાં આશરે 320 કિમી. અંતરે સિયેરા નેવાડા પર્વતોમાં આવેલો છે. આ વિસ્તારમાં આશરે 1,100 જેટલી તો પગદંડીઓ પડેલી છે. તે પૈકીની…

વધુ વાંચો >

રક્સોલ

રક્સોલ : ભારત-નેપાળ સરહદે આવેલું બિહાર રાજ્યના પૂર્વ ચંપારણ્ય જિલ્લાનું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : આશરે 27o ઉ. અ. અને 84o 50´ પૂ. રે. તેની ઉત્તરમાં અને પૂર્વમાં નેપાળ, દક્ષિણમાં જિલ્લાનો વિસ્તાર તથા પશ્ચિમે પશ્ચિમ ચંપારણ્ય જિલ્લો આવેલા છે. એક સમયે આ વિસ્તાર ચંપાનાં વૃક્ષોથી છવાયેલો રહેતો હતો, પરંતુ વર્તમાન સમયમાં…

વધુ વાંચો >

રણ (desert)

રણ (desert) તદ્દન ઓછો વરસાદ મેળવતા ગરમ, સૂકા અને ઉજ્જડ ભૂમિવિસ્તારો. આવા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ અલ્પ રહેતું હોવા છતાં તે તદ્દન વેરાન કે ખરાબાના પ્રદેશો હોતા નથી. તેમાં ભૂમિસ્વરૂપોની વિવિધતા પણ જોવા મળે છે. દુનિયાનાં મોટાભાગનાં રણોમાં ઓછામાં ઓછી એક કાયમી નદી પણ હોય છે, તેમ છતાં ભેજવાળા પ્રદેશોની જેમ…

વધુ વાંચો >

રણથંભોર

રણથંભોર (જિ. જયપુર, રાજસ્થાન) : ઐતિહાસિક દુર્ગ. સવાઈ માધોપુર નગરથી 10 કિલોમીટર અને અલ્વરથી 37 કિલોમીટર દૂર ગાઢ જંગલો વચ્ચે આ દુર્ગ આવેલો છે. સીધી ઊંચી પહાડી પર લગભગ 15 કિલોમીટરનો ઘેરાવો ધરાવતા આ દુર્ગને ફરતી ત્રણ કુદરતી ખાઈઓ છે, જેમાં જળ વહ્યા કરે છે. આ કિલ્લો દુર્ગમ છે અને…

વધુ વાંચો >

રણદ્વીપ (oasis)

રણદ્વીપ (oasis) : ચારેબાજુ રણના અફાટ વિસ્તારથી ઘેરાયેલો, રણના શુષ્ક લક્ષણથી અલગ તરી આવતો, વનસ્પતિજીવન સહિતનો ફળદ્રૂપ મર્યાદિત વિભાગ. સામાન્ય રીતે તો રણની જમીનો બંધારણની ર્દષ્ટિએ ફળદ્રૂપ અને ઉપજાઉ હોય છે, પરંતુ તેમાં વનસ્પતિ કે ખેતીવિકાસ માટે જરૂરી ભેજનો જ માત્ર અભાવ વરતાતો હોય છે. રણોમાં જ્યાં નદીઓ કે ઝરણાં…

વધુ વાંચો >

રતનમાળ

રતનમાળ : નર્મદા જિલ્લામાં નર્મદા નદીની ઉત્તરે આવેલો વિંધ્યાચલની ડુંગરધારોથી બનેલો વિસ્તાર. તે રતનમાળની ડુંગરમાળાના નામથી પણ ઓળખાય છે. ડુંગરમાળાના જુદા જુદા ભાગોમાં 244 મીટરથી 366 મીટર ઊંચાઈ ધરાવતી ટેકરીઓ આવેલી છે. અહીં આશરે 1,000 મિમી. જેટલો વરસાદ પડે છે. આ વિસ્તારમાં સાગ, સાદડ, સીસમ, શીમળો, ખેર, ખાખરો, ટીમરુ, કાકડ,…

વધુ વાંચો >

રતલામ

રતલામ : મધ્યપ્રદેશ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લા-મથક. ભૌગોલિક સ્થાન : તે 23° 30´ ઉ. અ. અને 75° 00´ પૂ. રે.ની આજુબાજુનો 4,861 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મંદસૌર જિલ્લો અને રાજસ્થાનની સરહદ, ઈશાનમાં શાજાપુર જિલ્લો (આંશિક ભાગ), પૂર્વમાં ઉજ્જૈન જિલ્લો, દક્ષિણમાં ધાર અને…

વધુ વાંચો >

રત્નપુર

રત્નપુર : નૈર્ઋત્ય શ્રીલંકાનું વહીવટી કેન્દ્રરૂપ શહેર. ભૌગોલિક સ્થાન :  6° 41´ ઉ. અ. અને 80° 24´ પૂ. રે. તે કોલંબોથી અગ્નિકોણમાં કાલુગંગા નદીને કાંઠે વસેલું છે. અહીંની એક ટેકરી પર પૉર્ટુગીઝોએ કિલ્લો બાંધેલો. અહીં આજુબાજુના ખાણ-ભાગોમાંથી રત્નો મળતાં હોવાથી તેને ‘રત્નપુર’ કહે છે. માણેક, નીલમ અને માર્જારચક્ષુ (બિડાલાક્ષ –…

વધુ વાંચો >

રત્નાગિરિ

રત્નાગિરિ : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 16° 30´ થી 18° 05´ ઉ. અ. અને 73° 00´ થી 74° 40´ પૂ. રે. વચ્ચેનો 8,249 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રાયગઢ જિલ્લો, પૂર્વમાં સહ્યાદ્રિની ટેકરીઓ,  સહ્યાદ્રિની પેલી પાર…

વધુ વાંચો >

રફિજી (નદી)

રફિજી (નદી) : પૂર્વ આફ્રિકાના ટાન્ઝાનિયામાં આવેલી દેશની મોટામાં મોટી નદી. દેશના દક્ષિણ ભાગમાંથી તે પસાર થાય છે. કિલોમ્બેરો અને લુવેગુ નદીઓના સંગમથી રચાતી આ નદીની લંબાઈ આશરે 280 કિમી. જેટલી છે. તે ઈશાન અને પૂર્વ તરફ વહે છે અને હિંદી મહાસાગરમાં મફિયા ટાપુની બરાબર સામેના ભાગમાં ઠલવાય છે. તેમાં…

વધુ વાંચો >