Geography

મહાનદી

મહાનદી : ઓરિસા રાજ્યની મુખ્ય નદી. આ નદી મોટી હોવાથી તેનું નામ મહાનદી પડેલું છે. તેની કુલ લંબાઈ 896 કિમી. જેટલી છે. તેનો સ્રાવ-વિસ્તાર 1,32,100 ચોકિમી. જેટલો છે. ભારતીય ઉપખંડની વધુ પ્રમાણમાં કાંપનિક્ષેપ કરતી નદીઓ પૈકીની તે એક ગણાય છે. તે મધ્યપ્રદેશના બસ્તર જિલ્લાની ટેકરીઓમાંથી નીકળે છે. એના મૂળના ભાગે…

વધુ વાંચો >

મહાબલિપુરમ્ (મમલાપુરમ્)

મહાબલિપુરમ્ (મમલાપુરમ્) : ચેન્નઈથી દક્ષિણે આવેલું ઐતિહાસિક મહત્વ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : 12o 37´ ઉ. અ. અને 80o 12´ પૂ. રે. તે દક્ષિણ ભારતમાં તામિલનાડુ રાજ્યના ચિંગલીપુટ (હવે ચેંગાઈ અન્ના) જિલ્લામાં બંગાળના ઉપસાગરનાં કિનારે આવેલું છે. અહીં આવેલું ધર્મસ્થાનક ‘મમલા’ ઉપનામથી જાણીતા 7મી સદીના હિન્દુ પલ્લવ રાજા નૃસિંહવર્મને સ્થાપેલું.…

વધુ વાંચો >

મહાબળેશ્વર

મહાબળેશ્વર : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું ગિરિમથક તથા વિહારધામ. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 17 92´ ઉ. અ. અને 73 65´ પૂ. રે. પર સ્થિત છે. સતારા જિલ્લાના વાયવ્ય ભાગમાં પશ્ચિમ ઘાટની સહ્યાદ્રિ હારમાળાની ટેકરીઓ પર 1,353 મીટરની ઊંચાઈ પર આવેલું છે. તે ઊંચાઈએ આવેલી ટેકરીઓના તીવ્ર ઢોળાવો પર આવેલું હોવાથી કોંકણના મેદાનોનું…

વધુ વાંચો >

મહારાજગંજ

મહારાજગંજ : ઉત્તર પ્રદેશના પૂર્વ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 27o 09´ ઉ. અ. અને 83o 34´ પૂ. રે.ની આજુબાજુનો 2,948 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાનો સમાવેશ ગોરખપુર વિભાગમાં કરવામાં આવેલો છે. તેની ઉત્તરે નેપાળની સરહદ, પૂર્વમાં તથા અગ્નિકોણમાં…

વધુ વાંચો >

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર દ્વીપકલ્પીય ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું રાજ્ય. તે આશરે 15° 40´ ઉ. થી 22° 0´ ઉ. અક્ષાંશવૃત્તો તથા 72° 44´ પૂ.થી 80° 55´ પૂ. રેખાંશવૃત્તો વચ્ચેનો લગભગ 3,07,723 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાજ્યનો આકાર ત્રિકોણ જેવો છે, અને તેના મોટાભાગના વિસ્તારો દખ્ખણના ઉચ્ચપ્રદેશને આવરે છે. આ રાજ્યની…

વધુ વાંચો >

મહી (નદી)

મહી (નદી) : ગુજરાત રાજ્યમાં આવેલી એક મહત્વની નદી. ગુજરાતમાં તે લંબાઈની ર્દષ્ટિએ નર્મદા અને તાપી પછીના ત્રીજા ક્રમે આવે છે. તેનું મૂળ મધ્યપ્રદેશમાં આવેલું છે. સમુદ્રસપાટીથી આશરે 564 મીટર ઊંચાઈ ધરાવતા માળવાના ઉચ્ચપ્રદેશીય વિસ્તારના વિંધ્યાચળના પશ્ચિમ છેડે આવેલાં અમઝેરા શહેર અને ભોયાવર ગામ વચ્ચેનું મેહાડ સરોવર મહીનું ઉદગમસ્થાન છે.…

વધુ વાંચો >

મહીસાગર (જિલ્લો)

મહીસાગર (જિલ્લો) : મહીનદી ઉપરથી આ જિલ્લાને મહીસાગર નામ મળ્યું છે. ભૌગોલિક સ્થાન – આબોહવા : આ જિલ્લો 23 9´ ઉ. અ. અને 73 29´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની ઉત્તરે રાજસ્થાન રાજ્ય, પૂર્વે દાહોદ, દક્ષિણે પંચમહાલ, નૈર્ઋત્યે ખેડા અને પશ્ચિમે અરવલ્લી જિલ્લાની સીમાઓ પ્રાપ્ત થઈ છે. સમુદ્રથી દૂર આ…

વધુ વાંચો >

મહુવા (તાલુકો)

મહુવા (તાલુકો) : ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ અને જળપરિવાહ : તે 21° 00´ ઉ. અ. અને 71° 45´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 1,221 ચોકિમી. વિસ્તાર આવરી લે છે. તે સમુદ્રસપાટીથી આશરે 128 મીટરની ઊંચાઈ ધરાવે છે. તેની પશ્ચિમે અમરેલી…

વધુ વાંચો >

મહેન્દ્રગઢ

મહેન્દ્રગઢ : હરિયાણા રાજ્યમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 27° 47´ 50´´થી 28° 28´ ઉ. અ. અને 75° 54´થી 76° 51´ પૂ. રે. વચ્ચેનો 1,683 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ભિવાની અને રોહતક જિલ્લા; ઈશાન અને પૂર્વમાં ગુરગાંવ જિલ્લો; પૂર્વ,…

વધુ વાંચો >

મહેન્દ્રનગર

મહેન્દ્રનગર : નેપાળ દેશના નૈર્ઋત્ય ભાગમાં આવેલું સરહદીય શહેર. ભૌગોલિક સ્થાન : તે આશરે 28  55´ ઉ. અ. અને 80  20´ પૂ. રે. પર સ્થિત છે. હિમાલયની તળેટી ટેકરીઓના તરાઈ વિસ્તારમાં 229 મીટર જેટલી ઊંચાઈએ આવેલું છે. આ શહેર ભારતની સીમા અને મહાકાલી સરહદી નદીથી આશરે 3 કિમી. દૂર આવેલું…

વધુ વાંચો >