Geography
બૅરેન્ટ્સ ટાપુ
બૅરેન્ટ્સ ટાપુ : સ્વાલબાર્ડ દ્વીપસમૂહમાં પશ્ચિમ સ્પિટ્ઝબર્ગન અને એજ (Edge) ટાપુ વચ્ચે આવેલો નૉર્વેજિયન ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 78° 30´ 50´´ ઉ. અ. પર તથા 20° 10´થી 22° 20´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તે જિનીવ્રા ઉપસાગર અને હેલે સાઉન્ડ દ્વારા પશ્ચિમ સ્પિટ્ઝબર્ગનથી અલગ પડે છે, જ્યારે ફ્રીમૅન સામુદ્રધુની…
વધુ વાંચો >બેરેન્ટ્સ સમુદ્ર
બેરેન્ટ્સ સમુદ્ર : આર્ક્ટિક મહાસાગરનો પૂર્વ તરફનો સમુદ્રીય વિભાગ. આ સમુદ્ર આશરે 67°થી 80° ઉ. અ. અને 18°થી 68° પૂ. રે. આજુબાજુ વિસ્તરેલો છે. તેની પૂર્વ સીમા નોવાયા-ઝેમલ્યાના જોડકા ટાપુઓથી, દક્ષિણ સીમા ઉત્તર રશિયાના આર્કાન્ગેલ કિનારાથી, નૈર્ઋત્ય સીમા કોલા દ્વીપકલ્પના મર્માન્સ્ક કિનારાથી, પશ્ચિમ સીમા બિયર ટાપુથી સ્વાલબાર્ડ ટાપુઓ અને સ્પિટ્સબર્ગનની…
વધુ વાંચો >બેરો (નદી)
બેરો (નદી) : આયર્લૅન્ડના મધ્યભાગમાં આવેલી, સ્લીવ બ્લૂમ પર્વતમાળામાંથી નીકળતી નદી. તે ત્યાંથી અગ્નિ દિશા તરફ 190 કિમી. લંબાઈમાં વહીને વૉટરફર્ડ બારામાં ઠલવાય છે. બારા નજીક તે નૉર (Nore) અને શુર (Suir) નદીઓને મળે છે. જ્યાંથી તે નીકળે છે તે પર્વતપ્રદેશના ઉપરવાસમાં લીક્સ (Leix) અને ઑફાલી (Offaly) પરગણાંઓમાં પૂર્વ તરફ…
વધુ વાંચો >બેલગામ
બેલગામ : કર્ણાટક રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 15° 23´થી 17° 00´ ઉ. અ. અને 74° 05´થી 75° 28´ પૂ. રે. વચ્ચેનો 13,415 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. રાજ્યનો તે સરહદી જિલ્લો હોઈ નૈર્ઋત્ય તરફ ગોવા સાથે તો ઉત્તર…
વધુ વાંચો >બેલગ્રેડ
બેલગ્રેડ : યુગોસ્લાવિયાનું પાટનગર તથા સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 44° 52´ ઉ. અ. અને 20° 32´ પૂ. રે. સર્બો-ક્રોએશિયન ભાષામાં તે બિયોગ્રેડ (Beograd) કહેવાય છે. તે ડેન્યૂબ અને સાવા નદીઓના સંગમ પર આવેલું છે. બેલગ્રેડ અહીંના વિસ્તાર માટેનું મહત્વનું નદીબંદર તથા રેલમાર્ગોનું કેન્દ્રીય મથક પણ છે. તે મોકાના…
વધુ વાંચો >બેલફાસ્ટ
બેલફાસ્ટ : યુ. કે.ના ઉત્તર આયર્લૅન્ડ પ્રાંતનું પાટનગર, મોટું શહેર તથા બંદર. ભૌગોલિક સ્થાન : 54° 40´ ઉ. અ. અને 5° 50´ પ. રે. આયર્લૅન્ડના ઈશાન કિનારા પરના લૉક (lough) ઉપસાગરને મથાળે ફળદ્રૂપ ખીણમાં તે આવેલું છે. તેનો વિસ્તાર 6215 હેક્ટર જેટલો છે. તેની ઉત્તરે એન્ટ્રિમનો ઉચ્ચપ્રદેશ તથા દક્ષિણ તરફ…
વધુ વાંચો >બેલારી
બેલારી : કર્ણાટક રાજ્યના પૂર્વભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 15° 0´ ઉ. અ. અને 76° 30´ પૂ. રે.ની આજુબાજુનો 9,885 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તુંગભદ્રા નદી કુદરતી રીતે જ જિલ્લાની પશ્ચિમ અને ઉત્તર સરહદ રચે છે. તેની ઉત્તર…
વધુ વાંચો >બેલારુસ
બેલારુસ (બાઇલોરશિયા) : અગાઉના સોવિયેત સંઘ- (યુ.એસ.એસ.આર.)ના તાબામાંથી અલગ થતાં સ્વતંત્ર બનેલું પૂર્વ યુરોપનું રાષ્ટ્ર. સોવિયેત સમાજવાદી પ્રજાસત્તાક સંઘનાં રશિયા સહિતનાં 15 ઘટક રાજ્યો પૈકીનું ત્રીજા ક્રમે આવતું સ્લાવિક રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 51° 30´થી 56° 10´ ઉ. અ. અને 23° 30´થી 32° 30´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલું…
વધુ વાંચો >બેલિઝ
બેલિઝ : મધ્ય અમેરિકી સંયોગીભૂમિમાં કેરિબિયન સમુદ્રકાંઠે યુકેતાન દ્વીપકલ્પના અગ્નિ કિનારા પર આવેલો નાનો દેશ. ભૌગોલિક સ્થાન : તે લગભગ 15° 55´થી 18° 30´ ઉ. અ. અને 88° 10´થી 89° 10´ પ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેનો કુલ વિસ્તાર 22,965 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરે મેક્સિકો, પશ્ચિમે અને દક્ષિણે ગ્વાટેમાલા…
વધુ વાંચો >બેલિઝ (નદી)
બેલિઝ (નદી) : મધ્ય અમેરિકામાં આવેલા ગ્વાટેમાલાના બેલિઝ શહેર નજીક થઈને વહેતી નદી. તેનું બીજું નામ ‘ઓલ્ડ રીવર’ છે. તે ઈશાન ગ્વાટેમાલામાંથી મોપાન નદીના નામથી નીકળે છે. ત્યાંથી તે 290 કિમી.ના અંતર સુધી બેંક વીજો, સાન ઇગ્નાસિયો (અલ કાયો) અને બેલ્મોપાન નજીકની રોરિંગ ક્રિક પાસે થઈ બેલિઝ શહેર નજીક કેરિબિયન…
વધુ વાંચો >