Geography
બારાબંકી
બારાબંકી : ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 26° 30´ થી 27° 19´ ઉ. અ. અને 80° 58´ થી 81° 55´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. ગોમતી નદીના દક્ષિણ તરફના થોડા નાના ભાગને બાદ કરતાં આ આખોય જિલ્લો…
વધુ વાંચો >બારામુલ્લા
બારામુલ્લા : જમ્મુ-કાશ્મીર રાજ્યનો સંવેદનશીલ જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – સીમા – વિસ્તાર : તે 34° 14´ ઉ. અ. અને 74° 34´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. તે સમુદ્ર સપાટીથી આશરે 1,593 મીટર ઊંચાઈ ધરાવે છે. આ જિલ્લો કાશ્મીર ખીણ વિસ્તારમાં મહત્તમ વિસ્તાર ધરાવે છે. આ જિલ્લાની પૂર્વે શ્રીનગર અને ગાન્ડેરબલ જિલ્લા,…
વધુ વાંચો >બારાં
બારાં : રાજસ્થાનમાં અગ્નિકોણ તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 25° 06´ ઉ. અ. અને 76° 31´ પૂ. રે.ની આજુબાજુનો 6,955.4 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર, વાયવ્ય અને પશ્ચિમ તરફ કોટા જિલ્લો; ઉત્તર, ઈશાન, પૂર્વ અને અગ્નિ તરફ મધ્યપ્રદેશની સીમા; તથા…
વધુ વાંચો >બારિયા
બારિયા : જુઓ દેવગઢબારિયા
વધુ વાંચો >બારીપાડા
બારીપાડા : ઓરિસા રાજ્યના મયૂરભંજ જિલ્લાનું વડું મથક તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : 21° 56´ ઉ. અ. અને 86° 43´ પૂ. રે. પર તે બુરહાબેલાંગ નદી પર આવેલું છે. આ નગર તેની આજુબાજુના પ્રદેશમાં થતા ડાંગર જેવા કૃષિપાકો, લાકડાં તથા વન્ય પેદાશો માટેનું મહત્વનું વેપારી મથક…
વધુ વાંચો >બાર્બાડોસ
બાર્બાડોસ : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલા ટાપુઓનો દેશ. ભૌગોલિક સ્થાન : 13° 10´ ઉ. અ. અને 59° 32´ પૂ. રે.ની આજુબાજુ તે વિસ્તરેલો છે. દક્ષિણ અમેરિકાના વેનેઝુએલાથી ઈશાનમાં આશરે 402 કિમી.ને અંતરે રહેલો આ ટાપુ વેસ્ટ ઇન્ડિઝના લઘુ એન્ટિલ્સ જૂથના વિન્ડવર્ડ પેટાજૂથના છેક પૂર્વ છેડે આવેલો છે. (કેટલાક ભૂગોળવેત્તાઓ બાર્બાડોસને વિન્ડવર્ડ…
વધુ વાંચો >બાર્શિ
બાર્શિ : મહારાષ્ટ્ર રાજ્યના સોલાપુર જિલ્લાનો તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 18° ઉ. અ. અને 76° પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. તેની નૈર્ઋત્યે અને દક્ષિણે સીના નદી વહે છે. તેની ઉત્તરે બાલાઘાટની હારમાળા આવેલી છે. તાલુકાનો મોટાભાગનો વિસ્તાર પહાડી છે. અહીંનાં ઉનાળા અને શિયાળાનાં…
વધુ વાંચો >બાર્સિલોના
બાર્સિલોના : સ્પેનના આઇબેરિયન દ્વીપકલ્પના ઈશાન કિનારા પર આવેલું ઘણું મહત્વનું ઉત્પાદકીય કેન્દ્ર તથા વેપારી મથક. કેટાલોનિયા વિસ્તારનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 41° 23´ ઉ. અ. અને 2° 11´ પૂ. રે. સ્પેનનાં સારાં ગણાતાં થોડાં બારાં પૈકીનું એક. સ્પેનના પાટનગર મૅડ્રિડને બાદ કરતાં તે દેશનું બીજા ક્રમે આવતું મોટું શહેર…
વધુ વાંચો >બાલબ્રહ્મેશ્વર
બાલબ્રહ્મેશ્વર : ભારતના કર્ણાટક રાજ્યના રાયચુર જિલ્લામાં તુંગભદ્રા નદીને કાંઠે આવેલું પ્રાચીન તીર્થ. એને ‘દક્ષિણ કાશી’ પણ કહે છે. અહીં અનેક પ્રાચીન મંદિરો આવેલાં છે. અહીં સાતવાહનો, ચાલુક્યો, રાષ્ટ્રકૂટો, કલચુરિ, કાકતીય અને વિજયનગરના રાજાઓ પછી બહમનીના સુલતાનો અને મુઘલ બાદશાહોનું શાસન પ્રવર્ત્યું હતું. આ બધા સમયના અવશેષો તેમજ કેટલાંક સ્મારકો…
વધુ વાંચો >બાલાઘાટ
બાલાઘાટ : મધ્યપ્રદેશના જબલપુર વિભાગમાં અગ્નિકોણ તરફ આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક તથા નગર. ભૌગોલિક સ્થાન : તે 22° 10´ ઉ. અ. અને 80° 25´ પૂ. રે.ની આજુબાજુનો 9,229 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માંડલા જિલ્લો, પૂર્વમાં રાજનાંદગાંવ જિલ્લો, દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્યનો ભંડારા જિલ્લો…
વધુ વાંચો >