Geography

પ્લીમથ

પ્લીમથ : ઇંગ્લૅન્ડના ડેવોન જિલ્લામાં આવેલું શહેર. ભૌ. સ્થાન : 50° 22´ ઉ. અ. અને 4° 08´ પ. રે. તે પ્લીમથ સાઉન્ડને મળતી પ્લીમ અને તમાર નદીઓની વચ્ચે આવેલું છે, જે 1821 હેક્ટરના વિસ્તારને આવરી લે છે. ઇંગ્લૅન્ડનું નૌકાદળ મુખ્યત્વે આ જળમાર્ગનો ઉપયોગ કરે છે. મૂળ સુડટોન પ્લીમથ નામ ધરાવતા…

વધુ વાંચો >

પ્લીમથ (કૉલોની)

પ્લીમથ (કૉલોની) : યુ.એસ.ના ઈશાન છેડે આવેલા મેસેચ્યુસેટ્સ રાજ્યમાં બોસ્ટનથી આશરે 60 કિમી.ને અંતરે અગ્નિદિશામાં આવેલા કોડની ભૂશિરના ઉપસાગર પરનું નગર. તેનું ભૌ. સ્થાન : 41° 57´ ઉ. અ. અને 70° 40´ પ. રે. છે. આ પ્લીમથને સંભવત: પ્રથમ યુરોપીય વસાહતનું સ્થળ માનવામાં આવે છે. પોતાની ધાર્મિક વિચારસરણી અને સ્વતંત્રતા…

વધુ વાંચો >

પ્લેન્ટીનો ઉપસાગર

પ્લેન્ટીનો ઉપસાગર : દક્ષિણ પેસિફિક મહાસાગરના ભાગરૂપ, ન્યૂઝીલૅન્ડના ઉત્તર ટાપુના ઉત્તર કિનારે મધ્યમાં આવેલો 160 કિમી.ની પહોળાઈવાળો ઉપસાગર. તે આશરે 38° દ. અક્ષાંશથી ઉત્તરમાં તેમજ 176°થી 178° પૂ. રે. વચ્ચે, પશ્ચિમે વઈહીથી પૂર્વમાં ઓપોટિકી સુધી સાંકડી, નીચાણવાળી કંઠારપટ્ટીની ધારે ધારે વિસ્તરેલો છે. તેની પશ્ચિમે કોરોમાંડેલ દ્વીપકલ્પ અને પૂર્વમાં રનવે (Runway)…

વધુ વાંચો >

ફતેહપુર

ફતેહપુર : ઉત્તર પ્રદેશ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. જિલ્લો : ભૌ. સ્થાન : તે આશરે 25° 26´થી 26° 14´ ઉ. અ. અને 80° 13´થી 81° 21´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 100 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ…

વધુ વાંચો >

ફતેહપુર સિક્રી

ફતેહપુર સિક્રી : ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં આવેલું મુઘલ સમ્રાટ અકબરનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 27° 06´ ઉ. અ. અને 77° 40´ પૂ. રે. તે આગ્રાથી પશ્ચિમે 37 કિમી. દૂર તથા મથુરાથી દક્ષિણે રાજસ્થાન સરહદ નજીક ભરતપુરથી અગ્નિકોણમાં આવેલું છે. ત્યાં 1527માં બાબર અને રાણા સંગ્રામસિંહ વચ્ચે યુદ્ધ થયું હતું.…

વધુ વાંચો >

ફરીદકોટ

ફરીદકોટ : પંજાબ રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું શહેર. જિલ્લાનો કુલ વિસ્તાર 1,453 ચોકિમી. જેટલો છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં ફીરોઝપુર જિલ્લો, પૂર્વ તરફ મોગા અને ભટિંડા જિલ્લા, દક્ષિણ તરફ ભટિંડા અને મુક્તસર જિલ્લા તથા પશ્ચિમે મુક્તસર જિલ્લાની સરહદો આવેલી છે. પ્રાકૃતિક લક્ષણો : આખો…

વધુ વાંચો >

ફરીદપુર (1) 

ફરીદપુર (1)  : બાંગ્લાદેશના ઢાકા વિભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌ. સ્થાન : 22° 51´થી 23° 55´ ઉ. અ. અને 89° 19´થી 90° 37´ પૂ. રે. આ જિલ્લાનું ક્ષેત્રફળ 6913 ચોકિમી. જેટલું છે. 2011 મુજબ અહીંની વસ્તી 19,12,969 જેટલી છે. ભૂપૃષ્ઠ : જિલ્લાનો લગભગ સમગ્ર વિસ્તાર…

વધુ વાંચો >

ફરીદાબાદ

ફરીદાબાદ : હરિયાણા રાજ્યમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. જિલ્લો : ભૌ. સ્થાન : આ જિલ્લો 27° 51´ 15´´થી 28° 30´ 52´´ ઉ. અ. અને 77° 04´ 30´´થી 77° 32´ 50´´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 2,760 ચોકિમી. જેટલું છે. આ જિલ્લાની…

વધુ વાંચો >

ફલ્ટન

ફલ્ટન : મહારાષ્ટ્ર રાજ્યના સાતારા જિલ્લાનો તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક અને ભૂતપૂર્વ દેશી રિયાસત. ઇતિહાસપ્રસિદ્ધ નિંબાળકર રજવાડાની તે રાજધાની હતું. સાતારા જિલ્લાના ઈશાન ખૂણે મહાડ–પંઢરપુર રાજ્યમાર્ગ પર સાતારાથી 60 કિમી. દૂર અને પુણેના અગ્નિ ખૂણે 150 કિમી. દૂર બાણગંગા નદીના કાંઠે તે વસેલું છે. તેનો પ્રાચીન ઇતિહાસ…

વધુ વાંચો >

ફારૂખાબાદ–ફતેહગઢ

ફારૂખાબાદ–ફતેહગઢ : ઉત્તરપ્રદેશ રાજ્યના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો, જિલ્લામથક તથા જોડિયું શહેર. આ જિલ્લો 26° 47´થી 27° 42´ ઉ. અ. અને 79° 07´થી 80° 02´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનો કુલ વિસ્તાર 2,181 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરે બદાયૂં અને શાહજહાંપુર જિલ્લાઓ, પૂર્વમાં હરદોઈ જિલ્લો, અગ્નિમાં ઉન્નાવ…

વધુ વાંચો >