Geography

પોનમુડી

પોનમુડી : કેરળ રાજ્યમાં આવેલું ગિરિમથક. તે તિરુવનન્તપુરમ્ (ત્રિવેન્દ્રમ્) તથા કોવાલમ્(દરિયાઈ રેતપટ માટે જાણીતું સ્થળ)થી આશરે 61 કિમી.ના અંતરે આવેલું છે. બાળવાર્તાઓમાં આવતા પરીઓના દેશ સમું તે અતિ રળિયામણું આ સ્થળ ખૂબ જ હસમુખા સ્વભાવના અહીંના લોકોથી ભર્યુંભર્યું લાગે છે. ઠેર ઠેર રમકડાના ઘર જેવી નાની નાની કુટિરો, સરસ શાળાઓ…

વધુ વાંચો >

પૉમ્પી

પૉમ્પી : ભૂમધ્ય સમુદ્રના ભાગરૂપ ટિરીનિયન સમુદ્રમાં નેપલ્સના અખાત ઉપર આવેલું દક્ષિણ ઇટાલીના કંપેનિયા પ્રદેશનું પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન ; 40o 45′ ઉ. અ. અને 14o 30′ પૂ. રે. તે નેપલ્સના વાયવ્ય ખૂણે 23 કિમી. દૂર સાર્નો નદીના મુખથી ઉત્તરે વિસુવિયસ પર્વતના ઢોળાવ પર આવેલું છે. ઈ. સ. 79માં વિસુવિયસ…

વધુ વાંચો >

પોરબંદર (જિલ્લો)

પોરબંદર (જિલ્લો) : ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પશ્ચિમ તરફ આવેલો જિલ્લો, તેમજ તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21o 18′ ઉ. અ. અને 69o 36′ પૂ. રે.ની આજુબાજુનો 2298 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તેની ઉત્તરે જામનગર જિલ્લો, ઈશાન અને પૂર્વ તરફ રાજકોટ અને જૂનાગઢ જિલ્લો તથા…

વધુ વાંચો >

પૉર્ટ એલિઝાબેથ

પૉર્ટ એલિઝાબેથ : દક્ષિણ આફ્રિકાના કેપ પ્રાંતના દક્ષિણ છેડે હિન્દી મહાસાગરના પશ્ચિમ કિનારે આવેલું, કેપ ટાઉન પછી બીજું સ્થાન ધરાવતું તથા હિન્દી મહાસાગરમાંથી ફંટાતા ઍલગોઆ ઉપસાગર પર આવેલું મહત્વનું બંદર તથા ઔદ્યોગિક શહેર. આ શહેર ઍલગોઆ ઉપસાગરને કિનારે કિનારે લગભગ 16 કિમી.ની લંબાઈમાં વિસ્તરેલું છે. ભૌગોલિક સ્થાન : 33o 37′…

વધુ વાંચો >

પૉર્ટ-ઑ-પ્રિન્સ

પૉર્ટ–ઑ–પ્રિન્સ : હૈતીનું પાટનગર, મોટું શહેર અને બંદર. ભૌ. સ્થાન : 18o 32′ ઉ. અ. અને 72o 2૦’ પ.રે. ઉત્તર કૅરિબિયન સમુદ્રના મહા ઍન્ટિલીઝ(વેસ્ટ ઇન્ડિઝ)માં હિસ્પાનિયોલા ટાપુના પશ્ચિમ કિનારે ગોનાઇવ્ઝના અખાતના શીર્ષભાગ પર તે આવેલું છે. આ શહેર કિનારાના મેદાની ભાગમાં સપાટ ખીણના પશ્ચિમ છેડા પર વસેલું છે. તે અર્ધચંદ્રાકાર…

વધુ વાંચો >

પૉર્ટ ઑવ્ સ્પેન

પૉર્ટ ઑવ્ સ્પેન : દક્ષિણ કૅરિબિયન સમુદ્રમાંના ત્રિનિદાદ-ટોબેગો ટાપુનું પાટનગર અને મુખ્ય બંદર. ભૌ. સ્થાન : 10o 39′ ઉ. અ. અને 61o 31′ પ. રે. ત્રિનિદાદ ટાપુના પશ્ચિમ ભાગમાં વિસ્તરેલા દ્વીપકલ્પની દક્ષિણે પારિયાના અખાતને કિનારે તે વસેલું છે. આ અખાતને કારણે ત્રિનિદાદનો ટાપુ વેનેઝુએલાના ઈશાન ભાગથી અલગ પડે છે. આબોહવા…

વધુ વાંચો >

પૉર્ટ જેન્ટીલ

પૉર્ટ જેન્ટીલ : આફ્રિકા ખંડના પશ્ર્ચિમ ભાગમાં ઍટલાન્ટિક મહાસાગરને કિનારે આવેલા ગેબોં (Gabon) દેશના બેન્ડજે પ્રદેશ તથા ઉગૂવે દરિયાઈ પ્રાંતનું મુખ્ય બંદર અને ઔદ્યોગિક મથક. ભૌ. સ્થાન : ૦o 43′ દ. અ. અને 8o 47′ પૂ. રે. તે ઉગૂવે નદીના મુખ પર આવેલું છે અને ઍટલાન્ટિક મહાસાગરમાં પ્રવેશેલી લોપેઝની ભૂશિરથી…

વધુ વાંચો >

પૉર્ટ ફ્રેન્ક્વી (ઇલેબો)

પૉર્ટ ફ્રેન્ક્વી (ઇલેબો) : મધ્ય આફ્રિકાના દક્ષિણમધ્ય ભાગમાં આવેલા કૉંગો ડેમોક્રેટિક રિપબ્લિક ઑવ્ ધ કૉંગોના કસાઈ-ઑક્સિડેન્ટલ પ્રદેશનું શહેર અને નદીબંદર. પૉર્ટ ફ્રેન્ક્વી (જૂનું નામ) હવે ઇલેબો નામથી ઓળખાય છે. ભૌ. સ્થાન : 4o 19′ દ. અ. અને 2૦o 35′ પૂ. રે. તે કસાઈ (કૉંગો નદીની શાખા) અને સાન્કુરુ (કસાઈ નદીની…

વધુ વાંચો >

પૉર્ટ બ્લેર

પૉર્ટ બ્લેર : આંદામાન-નિકોબાર ટાપુસમૂહનું પાટનગર અને બંદર. તે બંગાળના ઉપસાગરમાં અગ્નિ દિશા તરફ, કૉલકાતાથી દક્ષિણે 1255 કિમી. અંતરે તથા ચેન્નઈથી પૂર્વમાં 1191 કિમી. અંતરે, દક્ષિણ આંદામાન ટાપુના પૂર્વ કિનારા પર આવેલું છે. ભૌ. સ્થાન : 11o 40′ ઉ. અ. અને 92o 46′ પૂ. રે. આંદામાનની પ્રથમ વસાહતના સ્થાપક આર્ચિબાલ્ડ…

વધુ વાંચો >

પૉર્ટ મૉરેસ્બી

પૉર્ટ મૉરેસ્બી : નૈર્ઋત્ય પ્રશાંત મહાસાગરમાં ઑસ્ટ્રેલિયાની ઉત્તરમાં આવેલા ન્યૂ ગિની ટાપુના પૂર્વ પડખેના પાપુઆ ન્યૂ ગિની નામના દેશનું મોટામાં મોટું શહેર, પાટનગર અને દરિયાઈ બંદર. ભૌ. સ્થાન : 9o 30′ દ. અ. અને 147o 10′ પૂ. રે. પર તે આવેલું છે. વળી પાપુઆના અખાતના કિનારા પરની પાગા (Paga) તથા…

વધુ વાંચો >