French literature
મૉન્તેન, માઇકલ આયકેમ દ
મૉન્તેન, માઇકલ આયકેમ દ (જ. 28 ફેબ્રુઆરી 1533, શૅતો દ મૉન્તેન, બૉર્દો નજીક, ફ્રાન્સ; અ. 13 સપ્ટેમ્બર, 1592, શૅતો દ મૉન્તેન) : ફ્રૅન્ચ લેખક, તત્ત્વચિંતક અને નિબંધના જનક. ‘એસેઝ’(Essays) (1572–1580)ના રચયિતા. શિક્ષણ કૉલેજ દ ગાયેનમાં, યુનિવર્સિટી ઑફ તૂલૂઝમાં એમણે પ્રશિષ્ટ સાહિત્ય, તત્વજ્ઞાન અને કાયદાનું શિક્ષણ મેળવ્યું હતું. બૉર્દોના મેયરપદે રહી…
વધુ વાંચો >મોપાસાં, ગાય દ
મોપાસાં, ગાય દ (જ. 5 ઑગસ્ટ 1850; અ. 6 જુલાઈ 1893, પૅરિસ) : ફ્રેન્ચ સર્જક. મુખ્યત્વે વાર્તાકાર તથા નવલકથાકાર. કવિતા, નાટક તથા પ્રવાસનિબંધોય એમણે લખ્યા છે; પણ ટૂંકી વાર્તાના કસબી-કલાકાર તરીકે વિશેષ જાણીતા. માતા-પિતા નૉર્મન. ફ્રાન્સમાં તે સમયે છૂટાછેડાનો કાયદો નહોતો છતાં 15 વર્ષના લગ્નજીવન બાદ ગાયનાં માતા-પિતા અલગ થયાં.…
વધુ વાંચો >મૉમ, વિલિયમ સમરસેટ
મૉમ, વિલિયમ સમરસેટ (જ. 25 જાન્યુઆરી 1874, પૅરિસ, ફ્રાન્સ; અ. 16 ડિસેમ્બર 1965) : ખ્યાતનામ ફ્રેન્ચ સર્જક. ફ્રાન્સમાંના બ્રિટનના દૂતાવાસના કાનૂની સલાહકાર. પિતાના છ પૈકીના ચોથા પુત્ર. માત્ર 8 વર્ષની વયે માતાનું પ્રસૂતિ દરમિયાન અવસાન. માતાના આ અવસાનની ઘેરી અસર કદાચ લેખકના મન ઉપર કાયમ રહી અને તેથી જ તેમની…
વધુ વાંચો >મૉરિયેક, ફ્રાન્સિસ
મૉરિયેક, ફ્રાન્સિસ (જ. 11 ઑક્ટોબર 1885, બર્ડો, ફ્રાન્સ; અ. 1 સપ્ટેમ્બર 1970, પૅરિસ) : ફ્રાન્સના નામી નવલકથાકાર, નિબંધકાર અને પત્રકાર. તેમને 1952માં સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર અપાયો હતો. તેમનો જન્મ ચુસ્ત કૅથલિકપંથી માતાપિતાને ત્યાં થયો હતો. તેમનું બાળપણ પાઇનનાં જંગલો અને દારૂનાં પીઠાં વચ્ચે વીત્યું હતું, જેણે તેમની મોટાભાગની કૃતિઓની…
વધુ વાંચો >મોર્વાં, આન્દ્રે
મોર્વાં, આન્દ્રે (જ. 26 જુલાઈ 1885, એલબ્યૂફ, ફ્રાન્સ; અ. 9 ઑક્ટોબર 1967, પૅરિસ) : ફ્રેન્ચ નવલકથાકાર તથા જીવનચરિત્રલેખક. એમિલ હેઝાગનું લેખક તરીકેનું એ તખલ્લુસ હતું. તેમણે એમનાં જીવન તથા લખાણોમાં ફ્રેન્ચ લેખક મૉન્તેનના ચેતના-સામર્થ્યને પ્રાપ્ત કરવા પ્રયાસ કર્યો હતો. એમાં એક નાસ્તિકની વિરક્તિ તથા વિનોદનું કલાત્મક મિશ્રણ હતું. તેમની શ્રેષ્ઠ…
વધુ વાંચો >મ્યુસે, લૂઈ ચાર્લ્સ આલ્ફ્રેડ દ
મ્યુસે, લૂઈ ચાર્લ્સ આલ્ફ્રેડ દ (જ. 11 ડિસેમ્બર 1810, પૅરિસ; અ. 2 મે 1857, પૅરિસ) : ફ્રેન્ચ કવિ, નાટ્યકાર અને ગદ્યલેખક. શિક્ષણ કૉલેજ હેન્રી ફૉર્થમાં. ઉજ્જ્વળ કારકિર્દી. તબીબી વિજ્ઞાન, કાયદાશાસ્ત્ર અને કલાનું અધ્યયન. છેવટે લેખનને જ વ્યવસાય તરીકે સ્વીકાર્યું. ચાર્લ્સ નૉદિયરના ઘરમાં રોમૅન્ટિક જૂથના સભ્યો ફર્સ્ટ સેનેકલ મંડળના નેજા હેઠળ…
વધુ વાંચો >રૅબેલે, ફ્રાન્સવા
રૅબેલે, ફ્રાન્સવા (જ. આશરે 1483, પોઇતુ, ફ્રાન્સ; અ. 9 એપ્રિલ 1553, તુરેન, પૅરિસ) : ફ્રેન્ચ સાહિત્યકાર, દાક્તર અને માનવતાવાદી ચિંતક. તખલ્લુસ ઍલ્કોફ્રિબાસ નેસિયર. પિતા આંત્વાં ધનિક જમીનદાર અને વકીલ. કાયદાશાસ્ત્રનું શિક્ષણ મેળવ્યા બાદ ધાર્મિક સંસ્થાઓ લા બૉમેત અને પુ-સૅત-માર્તિન કૉન્વેન્ત એત ફોન્ત-ને-લે કોંતમાં અભ્યાસ. નામદાર પોપે તેમની નિમણૂક બેનિદિક્તાઇન મઠમાં…
વધુ વાંચો >રેમ્બો (ઝાં-નિકોલસ) આર્થર
રેમ્બો (ઝાં-નિકોલસ) આર્થર (જ. 20 ઑક્ટોબર 1854, શાર્લવિલ, ફ્રાન્સ; અ. 10 નવેમ્બર 1891, માર્સેલ) : ફ્રેન્ચ કવિ. સર્જક પૉલ વર્લેન સાથે 17 વર્ષની વયે સંકળાયેલા. પિતા લશ્કરી અફસર અને માતા ખેડૂતપુત્રી. એક ભાઈ અને બે નાની બહેનો. માતાપિતાના લગ્નવિચ્છેદથી બાળકોની સંભાળ માતાના હિસ્સે આવી. નાનપણથી જ આર્થરમાં અસાધારણ બુદ્ધિપ્રતિભાનાં દર્શન…
વધુ વાંચો >રૅસીન, ઝ્યાં (બાપ્તિસ્મા વિધિ)
રૅસીન, ઝ્યાં (બાપ્તિસ્મા વિધિ) : 22 ડિસેમ્બર 1639, લા ફર્તે-મિલૉન, ફ્રાન્સ; અ. 21 એપ્રિલ 1699, પૅરિસ) : ફ્રેન્ચ નાટ્યકાર. ‘બ્રિટાનિક્સ’ (1669), ‘બૅરૅનિસ’ (1670), ‘બજાઝેત’ (1672) અને ‘ફૅદ્રે’ (1677) જેવી મહાન શિષ્ટ કરુણાંતિકાઓના સર્જક. એક વર્ષની ઉંમરે માતાનું અવસાન અને ત્રણ વર્ષના માંડ હતા ત્યારે પિતાનું મૃત્યુ. પિતા સ્થાનિક કરવેરાના કાર્યાલયમાં…
વધુ વાંચો >રોમાં દ લા રોઝ (તેરમી સદી)
રોમાં દ લા રોઝ (તેરમી સદી) : મધ્યકાલીન યુગના છેવટના ભાગમાં જિયોમ દ લૉરિસ અને ઝાં દ મોં ઉભય કવિઓ દ્વારા બે ભાગમાં રચાયેલું સુદીર્ઘ ફ્રેન્ચ રૂપકકાવ્ય. દરબારી પ્રેમની પરંપરામાં ગુલાબના પુષ્પને લક્ષમાં રાખી એક યુવાન પ્રેમીને આવેલા સ્વપ્નની રજૂઆત જિયોમે 4,058 પંક્તિઓમાં કરેલી. તેના અવસાન પછી લગભગ 40 વર્ષ…
વધુ વાંચો >