Folk Art

રાઠોડ, રામસિંહજી

રાઠોડ, રામસિંહજી (જ. 8 ડિસેમ્બર 1917, ભૂઅડ, જિ. કચ્છ; અ. 25 જૂન 1997, ભુજ) : કચ્છનાં ઇતિહાસ, ભૂગોળ, પુરાતત્વ, લોકસાહિત્ય, કલા અને ભૂસ્તરના ઊંડા અભ્યાસી અને ભારતીય વનસેવામાં વન-અધિકારી. તેમના પિતાનું નામ કાનજીભાઈ તથા માતાનું નામ તેજબાઈ હતું. તેઓ ક્ષત્રિય હતા. ભુજમાં મૅટ્રિક સુધીનો અભ્યાસ. 1933માં મૅટ્રિકની પરીક્ષા પ્રથમ વર્ગમાં…

વધુ વાંચો >

લોક, લોકતત્વ અને લોકવિદ્યા

લોક, લોકતત્વ અને લોકવિદ્યા લોક એટલે સમાન પરંપરા ધરાવતો નિશ્ચિત ભૌગોલિક ક્ષેત્રમાં નિવાસ કરતો માનવસમૂહ. સામાન્ય રીતે તો એમાં ગ્રામીણ એવા અલ્પશિક્ષિત જનસમાજનો એકમ – એવો અર્થ લેવામાં આવે છે; પરંતુ લોકવિદ્યા(folklore)માં જેનો સમાવેશ થાય છે તે લોકસાહિત્ય, લોકસંગીત, લોકનૃત્ય, લોકનાટ્ય, લોકચિત્રકલા, લોકકસબ, લોકમાન્યતા વગેરેમાં ‘લોક’ શબ્દ અંગ્રેજી Folkનો સ્વીકૃત…

વધુ વાંચો >

લોકશૈલીનાં માટીનાં ઘરો

લોકશૈલીનાં માટીનાં ઘરો : ઉપલબ્ધ બનેલી લોકસ્થાપત્યવિદ્યા(Folk Architecture)માં સમાવિષ્ટ ગ્રામીણ લોકસમુદાયના નિવાસનો એક પરંપરાગત પ્રકાર. નાનામાં નાનાં જીવડાંથી માંડીને તે હાથી જેવા વિશાળકાય, સિંહ-વાઘ જેવાં માંસાહારી, વાનર જેવાં વૃક્ષનિવાસી, પક્ષી જેવાં ગગનવિહારી, મગર-માછલી જેવાં જળચર પ્રાણીઓ અને સભ્યતા-સંસ્કૃતિનો વિકાસ કરી ચૂકેલા માનવસમુદાયને પોતપોતાનાં નિવાસસ્થાનો છે. કોઈએ ઝાડની બખોલ, પહાડની ગુફા…

વધુ વાંચો >

સાંજી (સાંઝી)

સાંજી (સાંઝી) ઉત્તર ભારતનાં વૈષ્ણવ મંદિરોમાં પૂંઠાં, કાગળ, કાપડ કે કેળનાં પાન કાતરીકોતરીને તેમાંથી સાંચા (બીબાં) બનાવી તે સાંચા પર કોરા કે ભીના રંગો પાથરીને નીચેની સપાટી પર નિર્ધારિત આકૃતિઓ મેળવવાની રંગોળીના જેવી કલા. વળી તેમાં કાદવ, છાણ, ઘાસ, પર્ણો, પુષ્પો, અરીસા ઇત્યાદિ ચીજો ચોંટાડવાની પ્રથા પણ રહી છે. ઉત્તર…

વધુ વાંચો >

સિંઘ ગુરચરણ

સિંઘ, ગુરચરણ (જ. 26 ઑક્ટોબર 1896, શ્રીનગર, કાશ્મીર, ભારત; અ. 1996, ભારત) : આધુનિક ભારતીય કુંભકાર. આધુનિક ભારતીય કુંભકળાના તે પિતામહ ગણાય છે. જમ્મુ ખાતેની પ્રિન્સ ઑવ્ વેલ્સ કૉલેજમાં અભ્યાસ કરીને 1918માં ગુરચરણ ભૂસ્તરશાસ્ત્ર-(geology)ના સ્નાતક થયા. સરકારી નોકરી શોધવામાં નિષ્ફળતા સાંપડતાં એ જ વર્ષે દિલ્હી ખાતે રામસિંઘ કાબુલીની ભઠ્ઠીઓમાં પારંપરિક…

વધુ વાંચો >

સીડા રાણાભાઈ આલાભાઈ

સીડા, રાણાભાઈ આલાભાઈ (જ. 4 ફેબ્રુઆરી 1949, પોરબંદર, સૌરાષ્ટ્ર) : ગુજરાતના લોકનર્તક. તેમણે યુવાવસ્થાથી જ પરંપરાગત રીતે કુટુંબમાં, જ્ઞાતિમાંના તહેવારોમાં, હોળી જેવા ઉત્સવોમાં, મેળાઓ વગેરે પ્રસંગોમાં રાસ લેવાની રુચિ કેળવી હતી. પછી વ્યવસ્થિત રીતે રાસમંડળ સ્થાપ્યું. માર્ચ 1975થી કામદાર કલ્યાણ કેન્દ્રમાં પૂર્ણકાલીન નોકરી દરમિયાન બહેનોને ગરબા-હરીફાઈ માટે કેળવવાની તક મળી.…

વધુ વાંચો >

સૌંદર્યપ્રસાધનો-2

સૌંદર્યપ્રસાધનો-2 વ્યક્તિ હોય તેનાથી વધુ સૌંદર્યવાન દેખાવા માટે જે પદાર્થો વાપરે તે. સૃષ્ટિરચનાની શરૂઆતથી જ માનવજાતમાં પ્રસાધનની પ્રવૃત્તિ જોવા મળે છે. તે માત્ર મનુષ્યમાં જ નહિ પ્રકૃતિમાં પણ જોવા મળે છે. પ્રકૃતિ પણ સમયે સમયે ઋતુ અનુસાર પોતાનું સૌંદર્ય નિખારે છે. માનવીમાં પ્રસાધનની પ્રવૃત્તિ સ્વયંભૂ ને સ્વાભાવિક છે. દરેક વ્યક્તિને…

વધુ વાંચો >

હીંચ-હમચી

હીંચ-હમચી : તિસ્ર જાતિના તાલ અને તેમાં થતાં લોકનૃત્યનો પ્રકાર. હીંચ ત્રણ-ત્રણ માત્રાના બે ખંડ ધરાવતો કુલ છ માત્રાઓના એકમનો તાલ છે. એની માત્રા તથા તબલા કે ઢોલ પરના બોલ આ પ્રમાણે હોય છે : + 0 1 2 3 4 5 6 ધા નાગી ના તી નાક તા આ…

વધુ વાંચો >