Film
ઑસ્ટિન, ફ્રાંઝ
ઑસ્ટિન, ફ્રાંઝ (જ. 23 ડિસેમ્બર 1876, મ્યુનિખ; અ. 2 ડિસેમ્બર 1956, જર્મની) : સુપ્રસિદ્ધ જર્મન ફિલ્મસર્જક. મૂંગી ફિલ્મોના જમાનામાં સંઘર્ષ કરી ચૂકેલા પણ પછી વીસરાઈ ગયેલા ફિલ્મસર્જકોમાંના એક ફ્રાંઝ ઑસ્ટિન છે. તે હિમાંશુ રાયની જાણીતી ફિલ્મ ‘લાઇટ ઑવ્ એશિયા’ના દિગ્દર્શક હતા. 1937માં તેમણે બોલતી ફિલ્મ ‘અછૂત કન્યા’નું દિગ્દર્શન કર્યું હતું.…
વધુ વાંચો >ઑસ્ટ્રેલિયન ચલચિત્ર
ઑસ્ટ્રેલિયન ચલચિત્ર : 1970 પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકેલો ઑસ્ટ્રેલિયાનો ચલચિત્ર-ઉદ્યોગ. ઑસ્ટ્રેલિયાના ચલચિત્ર-ઉદ્યોગની પ્રગતિ એક લાંબા સંઘર્ષ પછી થઈ છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરતાં તેને ઘણો સમય લાગ્યો હતો. ઑસ્ટ્રેલિયામાં જોકે વૃત્તાંતચિત્રો અને દસ્તાવેજી ચિત્રોની સમૃદ્ધ પરંપરા રહી છે. ચલચિત્રોનો પ્રારંભ ઑસ્ટ્રેલિયામાં પણ 1896માં થઈ ચૂક્યો હતો. એ વખતે થોડાં સમાચાર-ચિત્રો…
વધુ વાંચો >કઝાન ઇલિયા
કઝાન, ઇલિયા (જ. 7 સપ્ટેમ્બર 1909, ઇસ્તંબુલ, તૂર્કી; અ. 28 સપ્ટેમ્બર 2003, ન્યૂયૉર્ક સીટી, યુએસ.) : અમેરિકાના સુવિખ્યાત સિને-દિગ્દર્શક, કારકિર્દીના પૂર્વકાળમાં નાટ્યઅભિનેતા અને નાટ્ય-દિગ્દર્શક. પિતા જ્યૉર્જ અને માતા એથેના સાથે તેમનું બાળપણ ઇસ્તંબુલ અને બર્લિનમાં વીત્યું. 1913માં પિતાએ ન્યૂયૉર્કમાં ગાલીચા વેચવાનો ધંધો શરૂ કરતાં કુટુંબ અમેરિકામાં સ્થાયી થયું. 1929ના મહામંદીના…
વધુ વાંચો >કટોરાભર ખૂન (1918)
કટોરાભર ખૂન (1918) : ભારતની સર્વપ્રથમ સામાજિક સિનેકૃતિ. મૂક ફિલ્મ, પરંતુ પેટાશીર્ષકો સાથે રજૂઆત એક કરતાં વધુ ભાષાઓમાં. પટકથાલેખન : મોહનલાલ ગોપાળજી દવે. દિગ્દર્શન : દ્વારકાદાસ ના. સંપત. સિનેછાયા : પાટણકર. નિર્માણ : મુંબઈ ખાતે. ‘કટોરાભર ખૂન’ના નિર્માણ સમયે ભારતીય ચલચિત્ર ઉદ્યોગને માત્ર પાંચ વર્ષ થયાં હતાં અને મુંબઈ તેમજ…
વધુ વાંચો >કપૂર કરીના
કપૂર, કરીના (જ. 21 સપ્ટેમ્બર 1980, મુંબઈ, મહારાષ્ટ્ર) : જાણીતાં અભિનેત્રી. ભારતીય સિનેમાના પહેલા કુટુંબ તરીકે કપૂર પરિવાર ઓળખાય છે. પિતા રણધીર કપૂર અને માતા બબીતા કપૂર બંને ફિલ્મોનાં અદાકારો. કરીનાનો જન્મ એવા પરિવારમાં થયો છે જ્યાં કુટુંબના બધા સભ્યો ફિલ્મજગત સાથે સંકળાયેલા હતા. દાદા રાજ કપૂર અને પરદાદા પૃથ્વીરાજ…
વધુ વાંચો >કપૂર પૃથ્વીરાજ
કપૂર, પૃથ્વીરાજ (જ. 3 નવેમ્બર 1906, પેશાવર; અ. 29 મે 1972, મુંબઈ) : ભારતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા, ચિત્રપટ તથા રંગમંચના અભિનેતા અને દિગ્દર્શક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પંજાબમાં લીધા પછી પેશાવરની એડવર્ડ કૉલેજમાંથી સ્નાતક થયા. ચલચિત્રવ્યવસાયમાં મુંબઈની ઇમ્પીરિયલ ફિલ્મ કંપની દ્વારા અભિનયકારકિર્દીની શરૂઆત કરી. 1929-32ના ગાળામાં તેમણે 9 મૂક ચલચિત્રોમાં…
વધુ વાંચો >કપૂર રણબીર ઋષિ
કપૂર, રણબીર ઋષિ (જ. 28 સપ્ટેમ્બર 1982) : ફિલ્મ અભિનેતા. કપૂર એટલે ભારતીય સિનેમાનું પ્રથમ કુટુંબ. એ કુટુંબની એક વિશિષ્ટ ઓળખ ભારતીય સિનેમા જગતમાં છે. અને અભિનેતા રણબીર કપૂર આ કુટુંબની પાંચમી પેઢીનું પ્રતિનિધિત્વ ભારતીય સિનેમામાં કરી રહ્યા છે. આ જ કુટુંબના રણબીર કપૂરના દાદા રાજ કપૂર, પરદાદા પૃથ્વીરાજ કપૂર…
વધુ વાંચો >કપૂર રાજ : જુઓ રાજ કપૂર
કપૂર, રાજ : જુઓ રાજ કપૂર.
વધુ વાંચો >કપૂર શમ્મી
કપૂર, શમ્મી (જ. 21 ઑક્ટોબર 1931, મુંબઈ; અ. 14 ઑગસ્ટ 2011, મુંબઈ) : હિંદી ચલચિત્રજગતના અગ્રણી અભિનેતા. તેઓ પૃથ્વીરાજ કપૂર(1906-72)ના વચલા પુત્ર તથા રાજ કપૂર(1924-88)ના નાના ભાઈ. મૂળ નામ શમશેર રાજ, પરંતુ ચલચિત્રમાં શમ્મી નામથી વધુ પ્રચલિત. ન્યૂ ઈરા સ્કૂલ તથા મુંબઈની રૂઈયા કૉલેજમાં શિક્ષણ. ત્યારબાદ 17 વર્ષની વયે પિતાના…
વધુ વાંચો >કપૂર શશી
કપૂર, શશી (જ. 18 માર્ચ 1938, કોલકાતા; અ. 4 ડિસેમ્બર 2017, મુંબઈ) : હિંદી ચલચિત્રજગતના અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા. વિખ્યાત અભિનેતા પૃથ્વીરાજ કપૂર(1906-72)ના પુત્ર તથા રાજ કપૂર અને શમ્મી કપૂરના લઘુબંધુ. પિતા દ્વારા નિર્મિત શકુન્તલા (1944) નાટકમાં છ વર્ષની ઉંમરે અભિનય કર્યો અને આ રીતે કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ ‘રાજ’,…
વધુ વાંચો >