Film
હર્ઝોગ વર્નર
હર્ઝોગ, વર્નર (જ. 5 સપ્ટેમ્બર 1942, મ્યૂનિક, જર્મની) : જર્મન ચલચિત્ર-દિગ્દર્શક, નિર્માતા, અભિનેતા, પટકથાલેખક. મૂળ નામ વર્નર એચ. સ્ટિપેટિક. પોતાની આગવી શૈલીનાં ચલચિત્રો બનાવવા માટે જાણીતા વર્નર હર્ઝોગે બીજા વિશ્વયુદ્ધ પછીના પશ્ચિમ જર્મનીમાં ચલિચત્રની ઝુંબેશને આગળ વધારવામાં રેઇનર ફાસબાઇન્ડર અને વોલ્કર શ્લોન્ડ્રોફ સાથે મળીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. હર્ઝોગે મ્યુનિકમાં…
વધુ વાંચો >હાર્ડી ઑલિવર
હાર્ડી, ઑલિવર (જ. 18 જાન્યુઆરી 1892, હાર્લેમ; અ. 1957) : હાસ્ય-અભિનેતા. મૂળ નામ નોર્વેલ હાર્ડી. મૂક ચિત્રોનાં અંતિમ વર્ષોમાં એક હાસ્યકલાકારોની જોડીનો ઉદય થયો હતો. થોડા જ સમયમાં લૉરેલ અને હાર્ડીની આ જોડીએ અપાર લોકપ્રિયતા મેળવી લીધી હતી. લૉરેલ નીચી દડીનો દૂબળો-પાતળો અને ભોળો જ્યારે હાર્ડી ઊંચો, પડછંદ અને લૉરેલ…
વધુ વાંચો >હિચકૉક આલ્ફ્રેડ
હિચકૉક, આલ્ફ્રેડ (જ. 13 ઑગસ્ટ 1899, લંડન; અ. 28 એપ્રિલ 1980, લોસ એન્જલસ, કૅલિફૉર્નિયા, યુ.એસ.એ.) : રહસ્યમય ચલચિત્રોના વિખ્યાત નિર્માતા, દિગ્દર્શક, લેખક. ચલચિત્રકળા પર જે કેટલાક ચિત્રસર્જકોનો સૌથી વધારે પ્રભાવ પડ્યો છે તેમાં સ્થાન ધરાવતા આલ્ફ્રેડ હિચકૉક તેમનાં રહસ્યચિત્રોને કારણે વિખ્યાત બન્યા છે. તેમનો જન્મ લંડનના એક ગરીબોના લત્તા ઈસ્ટ…
વધુ વાંચો >હિન્દુસ્તાન ફિલ્મ કંપની
હિન્દુસ્તાન ફિલ્મ કંપની : ચલચિત્ર નિર્માણસંસ્થા. સ્થાપના 1918. દાદાસાહેબ ફાળકેએ મુંબઈમાં રહીને 1913માં ભારતનું પ્રથમ કથાચિત્ર ‘રાજા હરિશ્ચંદ્ર’ બનાવ્યું હતું. તે પછી પાંચેક વર્ષમાં જે કેટલાંક ચિત્રો બનાવ્યાં તેમાં છેલ્લું હતું ‘લંકાદહન’. આ ચિત્રને વ્યાવસાયિક રીતે ભારે સફળતા મળી હતી. તેને કારણે તેમને નાણાકીય સહાય માટે અને ભાગીદારીમાં ચિત્રનિર્માણ કંપની…
વધુ વાંચો >હેડ એડિથ
હેડ, એડિથ (જ. 28 ઑક્ટોબર 1897; અ. 24 ઑક્ટોબર 1981) : હૉલિવુડના વિખ્યાત વેશભૂષાનિષ્ણાત. તેમણે અભિનેતા અને અભિનેત્રી બંને પ્રકારના ચલચિત્ર કલાકારો માટે વેશભૂષાનું આયોજન કરવામાં નિપુણતા પ્રાપ્ત કરી હતી. એડિથ હેડ 1949–73ના ગાળા દરમિયાન તેમણે હૉલિવુડનાં ચલચિત્રોના સર્વોત્તમ નેપથ્ય માટે આઠ ઓસ્કાર મેળવ્યા હતા : (1) પૅરેમાઉન્ટ નિર્માણ કંપની…
વધુ વાંચો >હેન્ડ્કે, પીટર (Handke, Peter)
હેન્ડ્કે, પીટર (Handke, Peter) (જ. 6 ડિસેમ્બર 1942, ગ્રીફેન, ઑસ્ટ્રિયા) : 2019નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર મેળવનાર ઑસ્ટ્રિયાના નવલકથાકાર, નાટ્યલેખક, કવિ, નિબંધકાર, ફિલ્મનિર્દેશક અને પટકથા લેખક. તેમના પિતા એરિફ શ્યોનેમાન બૅંકમાં ક્લર્ક અને જર્મન સૈનિક હતા. પિતાને તો પોતે મોટા થયા ત્યાં સુધી તેમણે જોયા નહોતા. પછી તેમની માતા મારિયા ટ્રામ…
વધુ વાંચો >હેપબર્ન ઓડ્રી
હેપબર્ન, ઓડ્રી (જ. 4 મે 1929, ઇક્સેલેસ, બ્રસેલ્સ, બેલ્જિયમ; અ. 20 જાન્યુઆરી 1993, ટોલોચેનાઝ, સ્વિટ્ઝર્લૅન્ડ) : હૉલિવુડની અભિનેત્રી. મૂળ નામ ઓડ્રી કેથલીન રસ્ટન. પિતા : જોસેફ વિક્ટર એન્થની રસ્ટન. માતા : ઇલા વાન હીમ્સ્ટ્રા. ઓડ્રીના પિતા શ્રીમંત અંગ્રેજ શાહુકાર હતા અને માતા ડચ બેરોનસ હતાં. માતા-પિતા છૂટાં પડ્યાં પછી ઓડ્રી…
વધુ વાંચો >હેપબર્ન કૅથરિન
હેપબર્ન, કૅથરિન (જ. 12 મે 1907, હાર્ટફૉર્ડ, કનેક્ટિકટ, અમેરિકા; અ. 29 જૂન 2003, ઓલ્ડ સેબ્રૂક, કનેક્ટિકટ, અમેરિકા) : હૉલિવુડની અભિનેત્રી. મૂળ નામ કૅથરિન હફટન હેપબર્ન. તેમણે કારકિર્દીનો પ્રારંભ રંગમંચ પર નાટકોમાં કામ કરીને કર્યો હતો. માતાપિતાએ નાનપણથી જ તેમનું વ્યક્તિત્વ સ્વતંત્ર રીતે ખીલે તે રીતે ઉછેર કર્યો હતો. તેમનો ભાઈ…
વધુ વાંચો >હેમંતકુમાર
હેમંતકુમાર (જ. 16 જૂન 1920, બનારસ; અ. 27 સપ્ટેમ્બર 1989, કોલકાતા) : પાર્શ્ર્વગાયક, સંગીતકાર, ચિત્રનિર્માતા. પિતા કાલિદાસ મુખોપાધ્યાય બ્રિટિશ કંપનીમાં કારકુન હતા. માતા કિરણબાલા. બંગાળીમાં હેમંત મુખોપાધ્યાય અને હિંદીમાં હેમંતકુમાર તરીકે ખ્યાતનામ. આ ગાયક–સંગીતકારે બંને ભાષાઓમાં યાદગાર ગીતો આપ્યાં છે. ગાયન અને સંગીતનિર્દેશન બંને ક્ષેત્રે તેમનું ઉમદા પ્રદાન છે. હેમંતકુમાર…
વધુ વાંચો >હેમામાલિની
હેમામાલિની (જ. 16 ઑક્ટોબર 1948, અમ્મનકુડી, ત્રિચી, તામિલનાડુ) : ભારતીય નૃત્યાંગના, અભિનેત્રી અને રાજકારણી. હિંદી ચલચિત્રજગતમાં વૈજયંતીમાલા પછી સૌથી વધુ સફળતા મેળવનાર દક્ષિણ ભારતીય અભિનેત્રી હેમામાલિનીની પહેલાં નૃત્યાંગના અને પછી અભિનેત્રીની કારકિર્દી ઘડવામાં તેમનાં માતા સ્વ. જયા ચક્રવર્તીનો બહુ મોટો ફાળો રહ્યો છે. હેમાએ માત્ર આઠ વર્ષની ઉંમરે પિતા વી.…
વધુ વાંચો >