Film

રુદાલી

રુદાલી : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1992. ભાષા : હિંદી. રંગીન. નિર્માણ-સંસ્થા : રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ. દિગ્દર્શક : કલ્પના લાઝમી. કથા : બંગાળી લેખિકા મહાશ્વેતાદેવીની વાર્તા પર આધારિત. પટકથા-સંવાદ-ગીત : ગુલઝાર. સંગીત : ભૂપેન હઝારિકા. છબિકલા : સંતોષ સિવન. મુખ્ય કલાકારો : ડિમ્પલ કાપડિયા, રાખી, સુસ્મિતા મુખરજી, દીના પાઠક, રાજ…

વધુ વાંચો >

રૂની, મિકી

રૂની, મિકી (જ. 1920, ન્યૂયૉર્ક સિટી, યુ.એસ.) : અમેરિકાના નામી ફિલ્મ-અભિનેતા. મૂળ નામ જૉ યુલ, જુનિયર. મનોરંજક વૃંદ તરીકેનો વ્યવસાય કરનારા પરિવારમાં તેમનો જન્મ થયો હતો, તેથી અભિનય-સંસ્કારો તેમને વારસામાં મળ્યા હતા. ‘મિકી મૅકગ્વાયર’ (1927–’33) તથા ‘ઍન્ડી હાર્ડી’ (1937–’38) જેવી શ્રેણીઓમાંના તેમના અભિનય બદલ તેઓ ઘણી નામના પામ્યા. ‘બૉઇઝ ટાઉન’…

વધુ વાંચો >

રેખા

રેખા (જ. 10 ઑક્ટોબર 1954, ચેન્નાઈ) : પ્રસિદ્ધ અભિનેત્રી. મૂળ નામ : ભાનુરેખા. પિતા : તમિળ ચિત્રોના જાણીતા અભિનેતા જેમિની ગણેશન્. માતા : તમિળ ચિત્રોનાં અભિનેત્રી પુષ્પાવલી. 1970માં ‘સાવનભાદોં’ ચિત્રથી હિંદી ચિત્રોમાં જ્યારે રેખાએ પ્રવેશ કર્યો ત્યારે અભિનય અને સૌંદર્ય બંને બાબતોમાં તેઓ એટલાં સામાન્ય હતાં કે તેઓ હિંદી ચિત્રોમાં…

વધુ વાંચો >

રેડગ્રેવ, સર માઇકલ (સ્કુડામોર્ડ)

રેડગ્રેવ, સર માઇકલ (સ્કુડામોર્ડ) (જ. 20 માર્ચ 1908, બ્રિસ્ટલ, ઇંગ્લૅન્ડ; અ. 21 મે 1985, ડેનહામ, બકિંગહામશાયર) : બ્રિટિશ રંગમંચ અને ફિલ્મના અભિનેતા. કેમ્બ્રિજ ખાતે અભ્યાસ. પહેલાં શિક્ષક બન્યા. 1934માં તેમણે લિવરપૂલ પ્લેહાઉસ ખાતે અભિનય કારકિર્દી શરૂ કરી. તે પછી નૅશનલ થિયેટરમાં જોડાયા અને ત્યાં હૅમ્લેટ, લિયર, અંકલ વેન્યા અને મિ.…

વધુ વાંચો >

રેડગ્રેવ, વૅનેસા

રેડગ્રેવ, વૅનેસા (જ. 30 જાન્યુઆરી 1937, લંડન, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ અભિનેત્રી. પિતા : સર માઇકલ રેડગ્રેવ. અભિનેતા પિતા પાસેથી અભિનયનો વારસો મેળવનાર વૅનેસાએ લંડનની સેન્ટ્રલ સ્કૂલ ઑવ્ ડ્રામા ઍન્ડ સ્પીચમાં તાલીમ મેળવી હતી. કારકિર્દીનો પ્રારંભ 1957માં નાટકોથી શરૂ કર્યો. તેમાં સફળતા મેળવ્યા પછી ‘બિહાઇન્ડ ધ માસ્ક’ (1959) ચિત્રમાં પહેલી વાર…

વધુ વાંચો >

રેડફર્ડ, રૉબર્ટ

રેડફર્ડ, રૉબર્ટ (જ. 18 ઑગસ્ટ 1937, સાન્ટા મૉનિકા, કૅલિફૉર્નિયા) : અભિનેતા-નિર્માતા-દિગ્દર્શક. મૂળ નામ : ચાર્લ્સ રૉબર્ટ રેડફર્ડ જુનિયર. તેમના પિતા હિસાબનીસ હતા. રૉબર્ટ રેડફર્ડ અભિનેતા બન્યા એ પહેલાં બેઝબૉલના ખેલાડી હતા. એને કારણે જ તેમને શિષ્યવૃત્તિ મળતાં તેઓ કૉલોરાડો યુનિવર્સિટીમાં જોડાયા હતા, પણ 1957માં યુનિવર્સિટી છોડી દીધી. તેમનો ઇરાદો ચિત્રકાર…

વધુ વાંચો >

રેડ્ડી, બી. નાગી

રેડ્ડી, બી. નાગી (જ. 2 ડિસેમ્બર 1912, ગામ કુડ્ડાપાહ, આંધ્રપ્રદેશ) : ચલચિત્રનિર્માતા. મૂળ નામ : બુમ્મીરેડ્ડી નાગી રેડ્ડી. દક્ષિણ ભારતીય ચિત્રોના વિકાસમાં ઘણું મોટું યોગદાન આપનાર બી. નાગી રેડ્ડી માત્ર ચલચિત્રનિર્માતા જ નથી, તેઓ અગ્નિ એશિયામાં સૌથી મોટો ગણાતા વિજયાવાહિની સ્ટુડિયોના માલિક છે, આધુનિક સુવિધા ધરાવતી વિજયા હૉસ્પિટલ ઍન્ડ હેલ્થ…

વધુ વાંચો >

રૅન્ક, જોસેફ આર્થર રૅન્ક બૅરન

રૅન્ક, જોસેફ આર્થર રૅન્ક બૅરન (જ. 1888, હલ, ઇંગ્લૅન્ડ; અ. 1972) : બ્રિટનના ચલચિત્ર-જગતના એક પ્રભાવશાળી અગ્રેસર. શરૂઆતમાં તેઓ પિતાની આટા મિલના ધીકતા ધંધામાં જોડાયા. ત્યાં કામ કરવાની  સાથોસાથ તેઓ દર રવિવારની મેથડિસ્ટ સ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપવા જતા. એ કામગીરી દરમિયાન તેમને એવી પ્રતીતિ થઈ કે ગૉસ્પેલના સંદેશાનો વ્યાપક…

વધુ વાંચો >

રેન્વા, ઝ્યાં

રેન્વા, ઝ્યાં (જ. 15 સપ્ટેમ્બર 1894, પૅરિસ, ફ્રાન્સ; અ. 12 ફેબ્રુઆરી 1979, હૉલિવુડ, અમેરિકા) : પ્રયોગશીલ ચલચિત્રસર્જક, પટકથાલેખક અને અભિનેતા. પિતા : વિખ્યાત પ્રભાવવાદી ચિત્રકાર ઑગુસ્ત રેન્વા. મેધાવી પ્રતિભા ધરાવતા ઝ્યાં રેન્વાનું બાળપણ ગામડામાં વીત્યું. તેને કારણે પ્રકૃતિ પ્રત્યેનું તેમનું આકર્ષણ તેમણે બનાવેલાં ચિત્રોમાં પણ સતત પ્રતિબિંબિત થતું રહ્યું. યુવાનીમાં…

વધુ વાંચો >

રે, મૅન (Ray, Man)

રે, મૅન (Ray, Man) (જ. 27 ઑગસ્ટ 1890, ફિલાડેલ્ફિયા, અમેરિકા; અ. 18 નવેમ્બર 1976, પૅરિસ, ફ્રાન્સ) : આધુનિક અમેરિકન ચિત્રકાર, ફોટોગ્રાફર અને દાદાવાદી તેમજ પરાવાસ્તવવાદી ફિલ્મ-દિગ્દર્શક. ફોટોગ્રાફી અને ફિલ્મના ક્ષેત્રે તેમણે કરેલી ટૅકનિકલ શોધો (innovation) માટે પણ તે ખ્યાતનામ છે. પિતા પણ ચિત્રકાર અને ફોટોગ્રાફર. ન્યૂયૉર્ક નગરમાં મૅનનો ઉછેર થયો…

વધુ વાંચો >