Film

મિશ્રા, હીરાદેવી

મિશ્રા, હીરાદેવી (જ. બનારસ) : ભારતનાં જાણીતાં ઠૂમરી-નિષ્ણાત અને અભિનેત્રી. પિતા સ્વરૂપસિંહ અને માતા મૌનાદેવી સંગીતનાં ભારે રસિયાં. બે ભાઈ – કેદારનાથ અને અમરનાથ – પણ અચ્છા તબલાવાદક. આમ તેમને વારસામાં સંગીત મળેલું. માત્ર 7 વર્ષની વયે તેમણે બનારસના પં. સરજૂપ્રસાદના હસ્તે ગંડાબંધન કરાવ્યું ને થોડો વખત તાલીમ લીધી. ત્યારબાદ…

વધુ વાંચો >

મિસ્ત્રી, બાબુભાઈ

મિસ્ત્રી, બાબુભાઈ (જ. 1919, સૂરત, ગુજરાત; અ. 20 ડિસેમ્બર 2010, મુંબઈ) : કમ્પ્યૂટર નહોતાં એ જમાનામાં પૌરાણિક, ધાર્મિક અને તિલસ્મી ચિત્રોમાં ખાસ પ્રભાવ (સ્પેશિયલ ઇફેક્ટ) અને યુક્તિપૂર્વકની છબિકલાના ક્ષેત્રે ખૂબ નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર પ્રથમ છબિકાર અને દિગ્દર્શક. કોઈ ર્દશ્યમાં જાદુઈ કે ચમત્કારી પ્રભાવ ઊભો કરવા માટે બાબુભાઈ મિસ્ત્રી કાળા રંગની…

વધુ વાંચો >

મીનાકુમારી

મીનાકુમારી (જ. 1 ઑગસ્ટ 1932, મુંબઈ; અ. 31 માર્ચ 1972, મુંબઈ) : હિંદી પડદાનાં ‘ટ્રૅજડી-ક્વીન’ ગણાતાં ભાવપ્રવણ અભિનેત્રી અને કવયિત્રી. મૂળ નામ : મેહઝબીનારા બેગમ, પિતા : સંગીતકાર અલીબક્ષ, માતા : અભિનેત્રી ઇકબાલ બેગમ. પરિવારની આર્થિક હાલત કફોડી હોઈ અલીબક્ષે દિગ્દર્શક વિજય ભટ્ટનો પ્રસ્તાવ સ્વીકારી લેતાં મીનાએ માત્ર ચાર વર્ષની…

વધુ વાંચો >

મીર, ઈઝરા

મીર, ઈઝરા (જ. 1903, કૉલકાતા; અ. 1993, મુંબઈ) : ભારતમાં વૃત્તચિત્રોના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર સર્જક. કૉલકાતાના ખ્યાતનામ માદન થિયેટર્સ સાથે 1922માં જોડાયા ત્યારથી 1961માં ફિલ્મ વિભાગના મુખ્ય નિર્માતાપદેથી નિવૃત્ત થયા ત્યાં સુધી એકધારાં ચાળીસ વર્ષ તેમણે ચલચિત્રોનું અને ખાસ કરીને દસ્તાવેજી ચિત્રોનું નિર્માણ કર્યું. સ્નાતક થયા ત્યાં સુધીમાં તેમને…

વધુ વાંચો >

મુકરી, મોહમ્મદ ઉમર

મુકરી, મોહમ્મદ ઉમર (જ. 5 જાન્યુઆરી 1922, અલીબાગ, જિ. રાયગઢ, મહારાષ્ટ્ર; અ. 4 નવેમ્બર 2000, મુંબઈ) : હિંદી ફિલ્મોના સફળ હાસ્યઅભિનેતા. બોરીબંદર ખાતેની અંજુમને ઇસ્લામ સ્કૂલમાં અભિનેતા દિલીપકુમાર સાથે અભ્યાસ. અભિનયક્ષેત્રે પ્રવેશતાં પહેલાં તેમણે બૉમ્બે ટૉકિઝમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું અને અહીં જ તેમની મુસ્કાન અને દોઢ ફૂટની…

વધુ વાંચો >

મુક્તિ (ચલચિત્ર)

મુક્તિ (ચલચિત્ર) (1937) : ભારત દેશ જ્યારે ગુલામીની બેડીઓમાં અને સમાજ જુનવાણી બંધનોમાં જકડાયેલો હતો ત્યારે પતિ-પત્નીના સંબંધોને નવા ર્દષ્ટિકોણથી રજૂ કરતી પ્રગતિશીલ ફિલ્મ. શ્વેત અને શ્યામ. ભાષા : બંગાળી અને હિંદી. નિર્માણસંસ્થા : ન્યૂ થિયેટર્સ, દિગ્દર્શક અને પટકથા : પ્રમથેશચંદ્ર બરુઆ, કથા અને સંવાદ : સજનીકાન્ત દાસ, હિંદી સંવાદ…

વધુ વાંચો >

મુખરજી, હૃષીકેશ

મુખરજી, હૃષીકેશ (જ. 30 સપ્ટેમ્બર 1922, કૉલકાતા; અ. 27 ઓગસ્ટ 2006, મુંબઈ, મહારાષ્ટ્ર) : ફિલ્મ  દિગ્દર્શક, પટકથાલેખક અને સંપાદક. 1950ના અરસામાં બંગાળથી જે કેટલાક પ્રતિભાવાન કસબીઓ મુંબઈ આવ્યા તેમાં તેઓ પણ હતા. બિમલ રાય જેવા દિગ્દર્શકની ટીમમાં હૃષીકેશ સંકલનકાર અને પટકથાલેખક હતા. તેઓ સ્વતંત્ર દિગ્દર્શક થયા પછી બિમલ રાયની પરંપરાને…

વધુ વાંચો >

મુખામુખમ્

મુખામુખમ્ (1984) : માનવમનની વિચિત્રતાઓમાં ડોકિયું કરવાનો પ્રયાસ કરતું પ્રશિષ્ટ કલાત્મક ચલચિત્ર. આ ચલચિત્ર દ્વારા કેરળના સામ્યવાદી પક્ષ પર કરાયેલા આક્ષેપને કારણે તે પ્રદર્શિત થયું ત્યારે ખાસ્સા વિવાદમાં સપડાયું હતું. ચિત્ર રંગીન, ભાષા : મલયાળમ, નિર્માણસંસ્થા : જનરલ પિક્ચર્સ, નિર્માતા : કે. રવીન્દ્રનાથન્ નાયર, કથા-દિગ્દર્શન : અડૂર ગોપાલકૃષ્ણન્, છબિકલા :…

વધુ વાંચો >

મુગલે આઝમ

મુગલે આઝમ (1960) : નિર્માતા કે. આસિફનું ઐતિહાસિક પશ્ચાદભૂવાળી સલીમ અને અનારકલીની પ્રણયકથા ઉપર આધારિત સીમાચિહ્નરૂપ ચલચિત્ર. ભાષા : ઉર્દૂ; શ્વેત અને શ્યામ (આંશિક રંગીન); નિર્માણસંસ્થા : સ્ટર્લિંગ ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન; દિગ્દર્શક : કે. આસિફ; પટકથા : કે. આસિફ, અમાન; સંવાદ : કમાલ અમરોહી, એહસાન રિઝવી, વઝાહત મિરઝા, અમાન; ગીતકાર :…

વધુ વાંચો >

મુદલિયાર, આર. નટરાજ

મુદલિયાર, આર. નટરાજ (જ. 26 જાન્યુઆરી 1885, વેલ્લોર; અ. 1972, ચેન્નાઈ) : દક્ષિણ ભારતમાં ચિત્ર-ઉદ્યોગનો પાયો નાખનાર નિર્માતા. મૅટ્રિક સુધી અભ્યાસ કર્યા બાદ તેઓ પ્રારંભે 1906માં પિતાના સાઇકલના વ્યવસાયમાં અને પછી 1911માં મોટરકારના વ્યવસાયમાં જોડાઈ ગયા. મુંબઈમાં નિર્માણ પામતાં ચલચિત્રોમાં રસ જાગતાં 1912માં પુણે જઈને બ્રિટિશ કૅમેરામૅન સ્ટુઅર્ટ સ્મિથ પાસેથી…

વધુ વાંચો >