Film
ભારતીય ચલચિત્ર
ભારતીય ચલચિત્ર : જુઓ ચલચિત્ર
વધુ વાંચો >ભાવનાની, મોહન દયારામ
ભાવનાની, મોહન દયારામ (જ. 1903, હૈદરાબાદ, સિંધ; અ. 1962) : હિંદી ચલચિત્રોના સિંધી દિગ્દર્શક. 1921થી 1924 દરમિયાન માન્ચેસ્ટરની ટૅકનૉલૉજી કૉલેજમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ જર્મનીમાં ફિલ્મનિર્માણનું શિક્ષણ લીધું. 1925–26માં કોહિનૂર ફિલ્મ કંપનીમાં કૉન્ટ્રૅક્ટ કર્યો અને હૉલિવુડ જેવી અભિનેત્રી સુલોચનાની ફિલ્મઉદ્યોગને ભેટ આપી. ‘સિનેમાની રાની’ ફિલ્મમાં તે અભિનેત્રીની ભૂમિકા ભજવે છે, જે…
વધુ વાંચો >ભાંડારકર, મધુર
ભાંડારકર, મધુર (જ. 26 ઑગસ્ટ 1968, મુંબઈ) : હિંદી ચલચિત્રોના વિખ્યાત દિગ્દર્શક અને પટકથા તથા કથાલેખક. તેમનો જન્મ મહારાષ્ટ્રીય સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો છે. તેમનું સમગ્ર શિક્ષણ મુંબઈમાં. ચલચિત્ર વ્યવસાયમાં દાખલ થયા તે પૂર્વે મુંબઈના ઉપનગર ખાર ખાતે તેઓ ભરણપોષણના સાધન તરીકે વીડિયો કૅસેટનું સંગ્રહાલય (library) ચલાવતા હતા, જેના માધ્યમથી…
વધુ વાંચો >ભુવન સોમ
ભુવન સોમ : નવતર શૈલીનું હિંદી ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1969. 111 મિનિટ. શ્વેત અને શ્યામ. નિર્માણસંસ્થા : મૃણાલ સેન પ્રોડક્શન. નિર્માતા-દિગ્દર્શક-પટકથાલેખક : મૃણાલ સેન. કથા : બનફૂલ. સંવાદ : સત્યેન્દ્ર શરત, બદરીનાથ. સંગીત : વિજય રાઘવરાવ. છબીકલા : કે. કે. મહાજન. કલાકારો : સુહાસિની મૂળે, ઉત્પલ દત્ત, સાધુ મહેર, શેખર…
વધુ વાંચો >ભૂખણવાળા, કૃષ્ણકાન્ત
ભૂખણવાળા, કૃષ્ણકાન્ત (જ. 15 સપ્ટેમ્બર 1922, હાવરા, બંગાળ; અ. 24 ઑક્ટોબર 2016) : હિંદી, ગુજરાતી ચલચિત્રોના વિખ્યાત ચરિત્ર-અભિનેતા અને દિગ્દર્શક કે. કે.ના હુલામણા અને પ્રચલિત નામે પણ ઓળખાતા સૂરતના પ્રતિષ્ઠિત વ્યાપારી. સૂરતમાં માધ્યામિક શાળા સુધીનો અભ્યાસ પૂરો કરી ટૅકનિકલ શિક્ષણ લેવા માટે મુંબઈ રહેવા જવાનું બન્યું. વાયરલેસ અને વીજઇજનેરીમાં ડિપ્લોમાં…
વધુ વાંચો >ભૂમિકા
ભૂમિકા : એક અભિનેત્રીના જીવનમાં ડોકિયું કરાવતું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1976; અવધિ : 142 મિનિટ. રંગીન ચિત્ર, હિંદી ભાષામાં; નિર્માણ-સંસ્થા : બ્લેઝ ફિલ્મ એન્ટરપ્રાઇઝિઝ; દિગ્દર્શક-સહપટકથાલેખક : શ્યામ બેનેગલ; નિર્માતા : લલિત એમ. બિજલાની, ફ્રેની એમ. વરિયાવા; કથા : હંસા વાડકરની ‘સાંગત્યે એકા’ ઉપર આધારિત; સહપટકથાલેખક : ગિરીશ કર્નાડ; સંવાદ…
વધુ વાંચો >મકેના, શવૉન
મકેના, શવૉન (જ. 1923, બેલફાસ્ટ; અ. 1986) : પ્રસિદ્ધ ફિલ્મ-અભિનેત્રી. તેમણે ગૅલવે ખાતે યુનિવર્સિટી કૉલેજમાં અભ્યાસ કર્યો. 1940માં ગૅલિક ભાષાની રંગભૂમિ પર અભિનય-પ્રારંભ કર્યો. 1943–46 દરમિયાન તેમણે ડબ્લિનના ઍબી થિયેટરમાં કામગીરી બજાવી. 1947માં લંડન ખાતે સૌપ્રથમ વાર અભિનય કર્યો. તે પછી બ્રિટન તથા ઉત્તર અમેરિકામાં નાટકો ભજવ્યાં. 1951માં એડિનબરો થિયેટર…
વધુ વાંચો >મજુમદાર, નગેન્દ્ર
મજુમદાર, નગેન્દ્ર (જ. 1894, વડોદરા; અ. –) : ગુજરાતી, હિંદી અને મરાઠી ચલચિત્રોના અભિનેતા, દિગ્દર્શક. વડોદરામાં જ શિક્ષણ મેળવ્યા બાદ પોલીસખાતામાં જોડાયા. 1923થી ’25ના ગાળામાં અવેતન રંગભૂમિ સાથે જોડાયેલા રહી કેટલાંક નાટકોનું દિગ્દર્શન કર્યા બાદ રૉયલ આર્ટ સ્ટુડિયોમાં જોડાયા. દરમિયાનમાં લક્ષ્મી ફિલ્મ્સ કંપનીમાં દિગ્દર્શક મણિલાલ જોષીનું અવસાન થતાં તેમનું અધૂરું…
વધુ વાંચો >મડિયા, કાન્તિલાલ મોહનલાલ
મડિયા, કાન્તિલાલ મોહનલાલ (જ. 3 જુલાઈ 1932, લાઠી) : નવી ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ નટ-દિગ્દર્શક અને લેખક. લાઠીમાં દેશી નાટકમંડળીઓ દ્વારા ભજવાતાં ‘કાદુ મકરાણી’ અને ‘વીર રામવાળો’ જેવાં નાટકોમાંથી પ્રેરણા લઈ કાન્તિ મડિયા હાથમાં લાકડી લઈ ગામની શેરીમાં છોકરાં ભેગાં કરી ‘કાદુ મકરાણી’ જેવાં નાટકો ભજવતા. નાટકના એ પહેલ-વહેલા સંસ્કાર. 10–12…
વધુ વાંચો >મદનમોહન
મદનમોહન (જ. 1924, બગદાદ; અ. 14 જુલાઈ 1975) : સંગીત-નિર્દેશક. પૂરું નામ મદનમોહન કોહલી. પિતા રાયબહાદુર ચુનીલાલ બૉમ્બે ટૉકિઝમાં પ્રોડક્શન કંટ્રોલર હતા અને ફિલ્મિસ્તાન સ્ટુડિયોના સ્થાપક હતા. મદનમોહનનું ભણતર અંગ્રેજીમાં થયું હતું અને ભારતીય સંગીતની તેમણે કોઈ પદ્ધતિસરની તાલીમ લીધી નહોતી; તેમ છતાં અનેક ગીતોમાં તેમણે શાસ્ત્રીય રાગોનો જે રીતે…
વધુ વાંચો >