Film
બ્રુક, પિટર
બ્રુક, પિટર (જ. 21 માર્ચ 1925, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 2 જુલાઈ 2022) : રંગભૂમિ અને રૂપેરી પડદાના ખ્યાતનામ દિગ્દર્શક. પિટર બ્રુકનાં માતા-પિતા લીથુઆનિયન જ્યુઈશ હતાં. પિટરનો જન્મ 21 માર્ચ, 1925ના રોજ લંડન (યુનાઇટેડ કિંગ્ડમ)માં થયો હતો. એમનું આખું નામ પિટર સ્ટિફન પૌલ બ્રુક. 1945ની સાલથી એમણે નાટકો કરવાં શરૂ કરેલાં.…
વધુ વાંચો >બ્રેન, કેનેથ
બ્રેન, કેનેથ (જ. 1960, બેલફાસ્ટ) : નિપુણ અભિનેતા અને દિગ્દર્શક. તેમણે લંડનની રૉયલ એકૅડેમી ઑવ્ ડ્રામેટિક આર્ટમાં અભ્યાસ કર્યો હતો. 1984માં તેઓ રૉયલ શેક્સપિયર કંપનીમાં જોડાયા. 1987માં ધ રેનેસન્સ કંપનીના સહસ્થાપક તથા સહ-દિગ્દર્શક બન્યા. 1988 તથા 1989માં કરેલા નાટ્યપ્રવાસો અત્યંત સફળ નીવડ્યા. તેમણે ટેલિવિઝન નાટ્યશ્રેણીમાં અભિનય આપ્યો છે, તેમાં પુનર્નિર્માણ…
વધુ વાંચો >ભટ્ટ આલિયા
ભટ્ટ આલિયા (જ. 15 માર્ચ 1993, લંડન –) : ફિલ્મજગતનાં જાણીતાં અભિનેત્રી. આલિયા ભટ્ટ એ ગુજરાતી મૂળના જાણીતા ફિલ્મદિગ્દર્શક મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રાઝદાનની બીજા નંબરની પુત્રી છે. એના પિતા મહેશ ભટ્ટ એક દિગ્દર્શક તરીકે પ્રસિદ્ધ છે, જ્યારે માતા સોની રાઝદાન કાશ્મીરી પંડિત અને જર્મન વડવાની પુત્રી છે. લંડનમાં…
વધુ વાંચો >ભટ્ટ, ઊર્મિલા
ભટ્ટ, ઊર્મિલા (જ. 1 નવેમ્બર 1933; અ. 22 ફેબ્રુઆરી 1997, મુંબઈ) : ગુજરાતી તખ્તા અને હિન્દી ફિલ્મોનાં જાજરમાન અભિનેત્રી. જશવંત ઠાકર, ચન્દ્રવદન મહેતા અને ઇ. અલ્કાઝી જેવા દિગ્ગજો પાસેથી નાટ્યદીક્ષા મેળવનાર ઊર્મિલાબહેન નાટ્યવિદ્યાના વિષય સાથે માસ્ટર ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સ(MPA)ની અનુસ્નાતક પદવી મેળવનાર ભારતનાં પ્રથમ મહિલા હતાં. તેમણે 1956થી જુલાઈ, 1958…
વધુ વાંચો >ભટ્ટ, મહેશ
ભટ્ટ, મહેશ (જ. 1949) : હિન્દી ચલચિત્રોના ગુજરાતી નિર્માતા-દિગ્દર્શક. નામાંકિત ફિલ્મસર્જક નાનાભાઈ ભટ્ટના પુત્ર. અભ્યાસનો આરંભ મુંબઈમાં કર્યો. 1970માં કૉલેજ પડતી મૂકી. પિતાની ફિલ્મ ‘જીવનરેખા’(1974)ની પટકથા લખીને ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી. રાજ ખોસલા, એન. ચન્દ્ર અને જે. પી. દત્ત જેવા ફિલ્મસર્જકોના સહાયક તરીકે કામ કર્યું. તેમની ફિલ્મો મનોવૈજ્ઞાનિક હિંસાના ચિત્રણને…
વધુ વાંચો >ભટ્ટ, વિજય
ભટ્ટ, વિજય (જ. 1907, પાલિતાણા, સૌરાષ્ટ્ર; અ. 1993) : હિંદી-મરાઠી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. પૂરું નામ વિજયશંકર યજ્ઞેશ્વર ભટ્ટ. સૌરાષ્ટ્ર અને મુંબઈમાં કૉલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે વિદ્યુત ઇજનેરીનો અભ્યાસ કર્યો અને બૉમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય અને ટ્રામવેઝ કંપનીમાં જોડાયા. ફિલ્મ અને રંગભૂમિનો રસ તેમને શરૂઆતથી હતો. મૂક ફિલ્મો માટે…
વધુ વાંચો >ભટ્ટાચાર્ય, બાસુ
ભટ્ટાચાર્ય, બાસુ (જ. 1934, મુર્શિદાબાદ; અ. 1997) : હિન્દી ચલચિત્રના નિર્માતા અને દિગ્દર્શક. જન્મ બ્રાહ્મણ કુટુંબમાં. કૉલકાતા અને બહેરામપુરમાં શિક્ષણ લીધું. વીસ વર્ષની ઉંમરે તેમણે ફિલ્મોમાં જીવન સમર્પી દેવાનો સંકલ્પ કર્યો. મુંબઈ આવ્યા અને 1958માં ‘મધુમતી’ ફિલ્મના નિર્માણસમયે તેઓ બિમલ રૉયના સહાયક બન્યા. ‘સુજાતા’ના નિર્માણ વખતે પણ તેઓ તેમની સાથે…
વધુ વાંચો >ભવનાણી રણવીરસિંહ
ભવનાણી રણવીરસિંહ (જ. 6 જુલાઈ 1985, મુંબઈ) : ફિલ્મ અભિનેતા. એક સિંધી હિંદુ કુટુંબમાં રણવીર સિંહના દાદા ભારત પાકિસ્તાનના ભાગલા સમયે કરાંચીથી નિર્વાસિત તરીકે આવેલા. અભિનેત્રી સોનમ કપૂર રણવીર સિંહના માતૃ પક્ષે પિતરાઈ થાય. રણવીરસિંહનો અભ્યાસ મુંબઈની એચ. આર. કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સમાં થયો. ત્યાર બાદ અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીમાં…
વધુ વાંચો >ભવની ભવાઈ
ભવની ભવાઈ : નોંધપાત્ર ગુજરાતી ચલચિત્ર. સાડા છ દાયકાના ગુજરાતી ચલચિત્રના ઇતિહાસમાં ‘ભવની ભવાઈ’ વાસ્તવદર્શી અને કલાત્મક ચલચિત્ર તરીકે વિશિષ્ટ કક્ષાનું બની રહે છે. પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્નાતક થયેલા યુવાનોએ ‘સંચાર ફિલ્મ કો-ઑ. સોસાયટી લિ.’ બનાવીને, લોન મેળવી, આ ફિલ્મ બનાવી. નિર્માતા પરેશ મહેતા અને દિગ્દર્શક કેતન મહેતાની આ ફિલ્મમાં…
વધુ વાંચો >ભારતભૂષણ
ભારતભૂષણ (જ. 14 જૂન 1923; અ. 27 જાન્યુઆરી, 1992) : હિન્દી ચલચિત્રોના, કવિ, શાયર અને સંતની ભૂમિકાઓ દ્વારા નામના પ્રાપ્ત કરનાર અભિનેતા. મેરઠના વકીલ મોતીલાલ અગ્રવાલને ઘેર તેઓ જન્મેલા. તેમનો સ્વભાવ જન્મથી જ વિદ્રોહી હતો. આ સ્વભાવના કારણે તેમને તેમના આર્યસમાજી પિતા સાથે બનતું નહોતું. તેઓ ઘર છોડીને અલીગઢમાં દાદી…
વધુ વાંચો >