Film

ચંદ્રલેખા

ચંદ્રલેખા : તમિળ અને હિંદી ભાષામાં તૈયાર થયેલ જેમિની પિક્ચર્સનું લોકપ્રિય ચલચિત્ર (1948). નિર્માતા-દિગ્દર્શક – એસ. એસ. વાસન; કથા – જેમિની સ્ટોરી ડિપાર્ટમેન્ટ; સંગીત – એસ. રાજેશ્વરરાવ; ગીતો – પી. ઇન્દ્ર, ભરત વ્યાસ; છબીકલા – કમલ ઘોષ; કલાનિર્દેશક એ. કે. શેખર; ધ્વનિમુદ્રણ – સી. ઈ. બિગ્સ; સંકલન – ચન્દ્રન; કલાકારો…

વધુ વાંચો >

ચાર ચક્રમ

ચાર ચક્રમ : 1932માં રણજિત મૂવીટોન દ્વારા નિર્મિત હાસ્યરસનું પ્રથમ બોલતું-ગાતું ચિત્રપટ. ફિલ્મની પટકથા જયંત દેસાઈ અને જિતુભાઈ મહેતાની હતી અને તેનું હિન્દી રૂપાંતર એસ. એલ. શ્રીવાસ્તવ ‘અનુજ’ દ્વારા કરાયું હતું. ‘ચાર ચક્રમ’ના નિર્દેશક જયંત દેસાઈ હતા. સંગીતનિર્દેશન ઉસ્તાદ ઝંડેખાંસાહેબનું હતું. ફિલ્મના કલાકારોમાં ઘોરી, ઈ. બીલીમોરિયા, કેકી અડાજણિયા, દીક્ષિત, ઈશ્વરલાલ,…

વધુ વાંચો >

ચારુલતા

ચારુલતા : ‘ભારતરત્ન’ અને ઑસ્કાર એવૉર્ડ વિભૂષિત સત્યજિત રાયનું ચલચિત્ર. 1964માં રજૂઆત પામેલ આ બંગાળી ચલચિત્રને રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક, શ્રેષ્ઠ નિર્દેશન માટેનો બર્લિન પુરસ્કાર, શ્રેષ્ઠ ચલચિત્ર તરીકેનો 1965નો અકાપુલ્કોનો પુરસ્કાર અને બર્લિનનો કૅથલિક પુરસ્કાર પ્રાપ્ત થયા હતા. સત્યજિત રાય રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યથી પ્રભાવિત હતા. તેમણે ‘ઘરે બાહિરે’, ‘ચારુલતા’, ‘તીન કન્યા’ અને…

વધુ વાંચો >

ચિટનીસ, લીલા

ચિટનીસ, લીલા (જ. 9 સપ્ટેમ્બર 1912, ધારવાડ; અ. 14 જુલાઈ 2003, ડનબરી, ક્નેક્ટિક્ટ) : ભારતીય ચલચિત્રજગતની વિખ્યાત અભિનેત્રી. હિમાંશુ રૉય-દેવિકારાણી નિર્મિત ચિત્ર-સંસ્થા બૉમ્બે ટૉકીઝના સુવર્ણકાળનાં ‘કંગન’ અને ‘બંધન’ ચિત્રપટોમાં અશોકકુમાર-લીલા ચિટનીસની જોડીએ પ્રચંડ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. સમગ્ર શિક્ષણ નાગપુર ખાતે. લગ્ન પછી ફિલ્મોમાં પ્રવેશી નામના પ્રાપ્ત કરનાર અભિનેત્રીઓમાં લીલા…

વધુ વાંચો >

ચિદમ્બરમ્

ચિદમ્બરમ્ : લોકપ્રિય મલયાલમ રંગીન ચલચિત્ર (1985). દિગ્દર્શક : જી. અરવિંદન; છબીકલા : શાજી; સંગીત : દેવરાજન; કલાકારો : સ્મિતા પાટિલ, ગોપી, શ્રીનિવાસન, મોહનદાસ. આ ચલચિત્રના સર્જક છે વ્યંગચિત્રકાર, સંગીતજ્ઞ અને સાહિત્યસર્જક જી. અરવિંદન, જેમને વિવેચકો દક્ષિણ ભારતના સત્યજિત રે તરીકે સંબોધતા. ચિદમ્બરમ્ ફિલ્મનાં ત્રણ મુખ્ય પાત્રો છે, તેમની આસપાસ…

વધુ વાંચો >

ચેટરજી, અનિલ

ચેટરજી, અનિલ (જ. 25 ઑક્ટોબર 1929, કૉલકાતા, પશ્ચિમ બંગાળ; અ. 17 માર્ચ 1996, કોલકાતા) : બંગાળી ચલચિત્ર-અભિનેતા. બંગાળી ચિત્રોમાં તેમણે પોતાની ભૂમિકાઓ દ્વારા વિશિષ્ટ પ્રભાવવાળી છાપ પાડી છે. તેમણે ફિલ્મક્ષેત્રે માત્ર 50 રૂપિયાના માસિક પગારે સહાયક દિગ્દર્શક તરીકે પ્રવેશ કર્યો હતો અને તે રૂએ તેમણે ઘણાં ચિત્રોમાં કામગીરી બજાવી છે.…

વધુ વાંચો >

ચેટરજી, બાસુ

ચેટરજી, બાસુ (જ. 10 જાન્યુઆરી 1930, અજમેર; અ. 4 જૂન 2020, મુંબઈ) : બંગાળી ફિલ્મસર્જક. રજૂઆત માટેની મુશ્કેલીઓ; સતત અવરોધો, પ્રેક્ષકોની અછત વગેરે અનેક દુર્ગમ ઘાટીઓમાંથી સતત સંઘર્ષ કરી સમાંતર સિનેમાનું આંદોલન ચાલુ રાખી તેને સફળ બનાવીને વ્યાવસાયિક પ્રતિષ્ઠા અર્પતા ગણનાપાત્ર ફિલ્મસર્જકો હિંદી ચલચિત્રના ઇતિહાસમાં ઉલ્લેખાયા છે તેમાં મૃણાલ સેન,…

વધુ વાંચો >

ચૅપ્લિન, સર ચાર્લ્સ સ્પેન્સર (ચાર્લી)

ચૅપ્લિન, સર ચાર્લ્સ સ્પેન્સર (ચાર્લી) (જ. 16 એપ્રિલ 1889, લંડન; અ. 25 ડિસેમ્બર 1977, જિનીવા) : સિનેક્ષેત્રના એક મહાન સર્જક, અભિનેતા તથા દિગ્દર્શક. યહૂદી માબાપ સંગીતનાં લોકપ્રિય કલાકાર હતાં. લંડનના અત્યંત દરિદ્ર મજૂરવિસ્તાર લૅમ્બથ નામના પરામાં જન્મેલ કુદરતી બક્ષિસ ધરાવતા આ અભિનેતા માત્ર 5 વર્ષની ઉંમરે રંગભૂમિ પર પહેલી વાર…

વધુ વાંચો >

ચોપરા, બી. આર.

ચોપરા, બી. આર. (જ. 22 એપ્રિલ 1914, લાહોર; અ. 5 નવેમ્બર 2008, મુંબઈ) : બહુમુખી પ્રતિભા ધરાવતા પીઢ ફિલ્મસર્જક. આખું નામ બળદેવ રાજ ચોપરા. તેઓ લેખક, પત્રકાર, નિર્માતા અને નિર્દેશક તરીકે સુદીર્ઘ અનુભવ ધરાવતા હતા. તેમનો જન્મ એક ઉચ્ચ મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેઓ સાહિત્ય અને કલા તરફ…

વધુ વાંચો >

ચૌધરી, સલિલ

ચૌધરી, સલિલ (જ. 19 નવેમ્બર, 1922; અ. 5 સપ્ટેમ્બર 1995, કૉલકાતા) : ચલચિત્રજગતના સંગીત-નિર્દેશક. કોઈ પણ જાતની સંગીતની તાલીમ વગર સ્વરરચનાની આગવી સૂઝ ધરાવતા આ સંગીતકારે બંગાળી તથા હિંદી ચલચિત્રો અને દૂરદર્શન પરની ધારાવાહિક શ્રેણીઓ ઉપરાંત અસમિયા, કન્નડ, તમિળ તથા તેલુગુ ચલચિત્રોમાં પણ સંગીતનિર્દેશન કર્યું છે. ‘પિંજરે કે પંછી’ (1966)…

વધુ વાંચો >