Economics

મુક્ત વેપાર વિસ્તાર

મુક્ત વેપાર વિસ્તાર : વેપારમાં વૃદ્ધિ કરવા માટે ભૌગોલિક સાંનિધ્ય અથવા મહદ્અંશે સમાન વિચારસરણી ધરાવતાં રાષ્ટ્રોએ વિકસાવેલું પ્રાદેશિક બજારક્ષેત્ર. પ્રત્યેક રાષ્ટ્રનાં આંતરિક બજારો સામાન્ય રીતે સાંકડાં હોય છે, તેથી આધુનિક ઉદ્યોગીકરણ, તાંત્રિક પરિવર્તન અને ઉચ્ચ સ્તરની અર્થવ્યવસ્થા માટે તેમની શક્તિ મર્યાદિત હોય છે. આ વિઘ્ન દૂર કરવા માટે ભૌગોલિક સાંનિધ્ય…

વધુ વાંચો >

મૂડી

મૂડી : ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતાં જમીન સિવાયનાં ભૌતિક સાધનો. આ વ્યાખ્યા મુજબ યંત્રસામગ્રી, પ્લાન્ટ, સ્પેર-પાર્ટ તો મૂડી છે જ, પણ તે ઉપરાંત ઉત્પાદનમાં વપરાતો કાચો માલ, વીજળી-પુરવઠો, કારખાનાનાં મકાનો, જળસિંચન માટેની નહેરો, વસ્તુઓનો વેચાણ માટે રાખેલો સ્ટૉક કે જથ્થો વગેરે પણ મૂડીમાં ગણાય છે. મૂડીના મુખ્ય બે પ્રકાર છે…

વધુ વાંચો >

મૂડીરોકાણ

મૂડીરોકાણ : સામાન્ય રીતે નફો મેળવવાના હેતુથી નાણાંનો કે ઉત્પાદનનાં અન્ય સાધનોનો ઉપયોગ કરવાની પ્રક્રિયા અથવા કૃત્ય. સામાન્ય વ્યવહારની ભાષામાં નાણાકીય સાધનો દ્વારા થતા રોકાણને મૂડીરોકાણ કહેવામાં આવે છે. એટલે કે નાણાભંડોળ પ્રાપ્ત કરી તેનો શૅર, જામીનગીરી વગેરે મેળવવા માટે ઉપયોગ કરવો. ક્યારેક વાસ્તવિક અસ્કામતો પ્રાપ્ત કરવા માટે નાણાંના થતા…

વધુ વાંચો >

મૂડીલાભ

મૂડીલાભ : અસ્કામતની ખરીદી અને તેના વેચાણ વચ્ચેના સમયગાળામાં તેની બજારકિંમતમાં જે વધારો થયો હોય તે; દા.ત., કોઈ વ્યક્તિએ રૂ. 100ની કિંમતે શૅર ખરીદ્યો હોય અને તે રૂ. 140માં વેચ્યો હોય તો તેને જે વધારાના રૂ. 40 મળ્યા તે મૂડીલાભ (capital gain) કહેવાય. વેપારી હેતુ માટે મૂડીલાભની ગણતરી એક જટિલ…

વધુ વાંચો >

મૂડીલાભવેરો

મૂડીલાભવેરો : આયકર અધિનિયમ – 1961 હેઠળ મૂડી-અસ્કામત(capital assets)ના હસ્તાંતરણમાંથી ઉદભવેલી કરપાત્ર આવક પર આકારવામાં આવતો કર. આયકર અધિનિયમમાં આવકની કોઈ સર્વગ્રાહી (exhaustive) વ્યાખ્યા આપી નથી, પરંતુ પ્રાપ્ત થયેલા ધનરાશિમાંથી કઈ રકમનો કરના હેતુ માટે આવકમાં સમાવેશ કરાશે તેનો નિર્દેશ કરતી (inclusive) વ્યાખ્યા આપી છે. કુલ આવકની ગણતરી કરવામાં (1)…

વધુ વાંચો >

મૂડીવાદ

મૂડીવાદ : સ્વૈરવિહાર અને મુક્ત બજારતંત્ર પર આધારિત આર્થિક માળખું. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં સમાજમાં ઉપલબ્ધ ઉત્પાદનનાં સાધનોનું રોકાણ મૂડીપ્રચુર ઉદ્યોગોમાં થયેલું હોય છે; જેમાં ઉત્પાદનનાં ભૌતિક સાધનોની માલિકી મોટા ભાગે ખાનગી વ્યક્તિઓના હાથમાં કેન્દ્રિત થયેલી હોય છે અથવા તો ખાનગી ક્ષેત્રની વ્યક્તિઓ દ્વારા મહેનતાણું ચૂકવીને તે ભાડે રાખવામાં આવતાં હોય છે,…

વધુ વાંચો >

મૂલ્ય

મૂલ્ય : કોઈ એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ કે સેવા પ્રાપ્ત કરવાની શક્તિ દર્શાવતો ખ્યાલ અથવા વિભાવના. અર્થશાસ્ત્રમાં મૂલ્યનો સંદર્ભ ઉપયોગિતા અથવા તુષ્ટિગુણમૂલ્ય સાથે નહિ, પરંતુ વિનિમય-મૂલ્ય સાથે હોય છે. બીજી રીતે કહીએ તો મૂલ્ય એટલે કોઈ એક વસ્તુ કે સેવાની ખરીદશક્તિ. મૂલ્યની વિભાવના હવા, પાણી કે સૂર્યપ્રકાશ જેવી સર્વસુલભ…

વધુ વાંચો >

મેકફૅડન, ડૅનિયલ

મેકફૅડન, ડૅનિયલ (જ. 27 જુલાઈ 1937, નોર્થ કેરોલિના, યુ.એસ.) : અમેરિકાની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીના અર્થમિતિશાસ્ત્રના પ્રાધ્યાપક તથા ઈ. સ. 2000ના વર્ષ માટેના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. કોઈ પણ શ્રમિકનો બેકારીનો ગાળો રોજગારી મેળવવાની તેની તક પર કઈ રીતે વિપરીત અસર કરે છે તેના અર્થમિતિશાસ્ત્રીય નમૂનાઓ(મૉડેલ્સ) તેમણે તૈયાર કર્યા છે. આ…

વધુ વાંચો >

મૅકલપ, ફ્રિટ્ઝ

મૅકલપ, ફ્રિટ્ઝ (જ. 15 ડિસેમ્બર 1902, ઑસ્ટ્રિયા; અ. 30 જાન્યુઆરી 1983, ન્યૂજર્સી, યુ.એસ.) : ઔદ્યોગિક અર્થશાસ્ત્રના નિષ્ણાત. મૂળ ઑસ્ટ્રિયાના, પરંતુ 1933માં દેશાટન કરી કાયમ માટે અમેરિકામાં વસેલા. વીસમી સદીના ત્રીજા દાયકામાં વિયેના યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. વિખ્યાત ઑસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓ લુડવિગ ઍડલર વૉન માઇઝેસ (1881–1973) અને ફ્રેડરિક ઑગસ્ટ વૉન હાયેક(1899–1992)ના…

વધુ વાંચો >

મૅનેજિંગ એજન્સી

મૅનેજિંગ એજન્સી : ભારતમાં વ્યાપારી કે ઔદ્યોગિક પેઢીઓની સ્થાપના અને સંચાલન કરનાર અને તે દ્વારા નફો કમાનાર વ્યક્તિઓનાં જૂથો. આ જૂથો ભાગીદારી પેઢી અથવા ખાનગી મર્યાદિત જવાબદારીવાળી મંડળીના સ્વરૂપે કામ કરતાં હતાં અને તેમના દ્વારા બૅંકો, મિલો, વહાણવટું, જાહેર ઉપયોગની સેવાઓ (public utilities), ખાણો, બગીચા-ઉદ્યોગો, મૂડીરોકાણ કરતાં ટ્રસ્ટો અને સુવાંગ…

વધુ વાંચો >