Economics

પારેખ હસમુખભાઈ ઠાકોરભાઈ (એચ. ટી. પારેખ)

પારેખ, હસમુખભાઈ ઠાકોરભાઈ (એચ. ટી. પારેખ) (જ. 10 માર્ચ 1911, રાંદેર; અ. 18 નવેમ્બર 1994, મુંબઈ) : ભારતના ઔદ્યોગિક અને નાણાક્ષેત્રના અગ્રણી વહીવટકર્તા. 1933માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.-(અર્થશાસ્ત્ર)ની પરીક્ષામાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કરી જેમ્સ ટેલર પારિતોષિક મેળવ્યું તથા 1936માં લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સમાંથી બૅંકિંગ અને નાણાશાસ્ત્રના વિષયો સાથે બી.એસસી.ની ઉપાધિ…

વધુ વાંચો >

પાસબુક

પાસબુક : બૅંકર અને ગ્રાહક વચ્ચેના નાણાકીય વ્યવહારોની ચોક્કસ અને પ્રમાણભૂત નોંધ રાખવાનું સાધન. બૅંકને થાપણોની પ્રાપ્તિ મુખ્યત્વે (1) ચાલુ ખાતું, (2) બચત ખાતું અને (3) બાંધી મુદતનું ખાતું – એ ત્રણ દ્વારા થાય છે. તેમાંથી બચત ખાતું કે ચાલુ ખાતું ખોલાવનાર ગ્રાહકને બૅંક તરફથી તેના ખાતાની નકલ તરીકે એક…

વધુ વાંચો >

પિગુ આર્થર સેસિલ

પિગુ, આર્થર સેસિલ (જ. 18 નવેમ્બર 1877, રાઇડ આઇલ ઑવ્ વાઇટ; અ. 7 માર્ચ 1959, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : અર્થશાસ્ત્રમાં કેમ્બ્રિજ-વિચારસરણીના નામે પ્રચલિત થયેલી વિચારસરણીના અગ્રણી પુરસ્કર્તા તથા કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની શાખાના પ્રવર્તક વિખ્યાત બ્રિટિશ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી. ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીની ઉચ્ચ શિક્ષણની જાણીતી કિંગ્ઝ કૉલેજમાં પ્રોફેસર ઑવ્ પોલિટિકલ ઇકૉનૉમીનું જે પદ પિગુના…

વધુ વાંચો >

પિસારિડેસ ક્રિસ્ટૉફર એ. (Possarides Christopher A.)

પિસારિડેસ, ક્રિસ્ટૉફર એ. (Possarides Christopher A.) (જ. 20 ફેબ્રુઆરી 1948, નિકોશિયા, સાયપ્રસ) : 2010નું નોબેલ પારિતોષિક પીટર ડાયમંડ તથા ડેલ ટી. મોર્તેન્સેન સાથે મેળવનારા બ્રિટિશ અર્થશાસ્ત્રી. તેમણે ત્રણેયે સંયુક્ત રીતે શોધ-ઘર્ષણ સાથે બજારનું વિશ્લેષણ કર્યું માટે તેમને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. તેઓ લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિકમાં પ્રાધ્યાપક છે. તેમણે…

વધુ વાંચો >

પુરવઠાલક્ષી અર્થશાસ્ત્ર

પુરવઠાલક્ષી અર્થશાસ્ત્ર : રાષ્ટ્રીય પેદાશનો વૃદ્ધિદર નક્કી કરતાં પરિબળોમાં પુરવઠાના પક્ષે કામ કરતાં પરિબળોની ભૂમિકા નિર્ણાયક હોય છે એવું સૂચવતી વિચારસરણી. પુરવઠાલક્ષી અર્થશાસ્ત્રને જો લાંબા ગાળાના સંદર્ભમાં વિચારવામાં આવે તો પુરવઠાના પક્ષે કામ કરતાં પરિબળોમાં ઉત્પાદકોને પ્રાપ્ય પ્રોત્સાહનો, શ્રમબજારની કાર્યક્ષમતા, અર્થતંત્રમાં બચતોનું પ્રમાણ, અર્થતંત્ર પરનાં સરકારનાં નિયંત્રણો વગેરેનો સમાવેશ થાય…

વધુ વાંચો >

પુરવઠો

પુરવઠો : ચોક્કસ સમયગાળા દરમિયાન જુદી જુદી કિંમતોએ કોઈ એક વસ્તુ તેના વેચનારાઓ જે જથ્થામાં વેચવા  તૈયાર હોય તે જથ્થો. પુરવઠાનો ખ્યાલ સૈદ્ધાંતિક છે. બજારની કામગીરીનું વિશ્લેષણ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં ‘પુરવઠો’ શબ્દની જે વ્યાખ્યા કરવામાં આવી છે તે, વ્યવહારમાં ‘પુરવઠો’ શબ્દનો જે અર્થ છે તેનાથી…

વધુ વાંચો >

પૂર્ણ રોજગારી

પૂર્ણ રોજગારી : કોઈ પણ દેશમાં કે અર્થતંત્રમાં કામ કરવા લાયક અને વેતનના ચાલુ દરે કામ કરવા ઇચ્છતા બધા જ લોકોને કોઈ ને કોઈ ધંધો કે રોજગારી મળી ગઈ હોય તેવી પરિસ્થિતિ. ‘પૂર્ણ રોજગારી’નો ખ્યાલ દુનિયામાં 1929થી 1933 દરમિયાન થયેલી મહામંદીમાં અસ્તિત્વમાં આવ્યો. ત્યાર પહેલાં, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એમ માનતા હતા…

વધુ વાંચો >

પૂર્ણ સ્પર્ધા

પૂર્ણ સ્પર્ધા : બજારની એવી સ્થિતિ, જેમાં વેચનાર અને ખરીદનારને બજારમાં નક્કી થયેલી કિંમત સ્વીકારી લેવી પડે છે. પ્રવર્તમાન બજાર-કિંમતે વેચનાર પોતાની વસ્તુ કે સેવા ઇચ્છે તેટલા જથ્થામાં વેચી શકે છે અને ખરીદનાર ઇચ્છે તેટલા જથ્થામાં વસ્તુ ખરીદી શકે છે. વેચનાર તેની વસ્તુ વધારે કે ઓછા જથ્થામાં વેચે કે ખરીદનાર…

વધુ વાંચો >

પેટન્ટ

પેટન્ટ : પોતાની મૌલિક ઔદ્યોગિક શોધ જાહેર કરવાના બદલામાં સંશોધકને કાયદા અન્વયે તે શોધનો ઉપયોગ કરવા માટે અપાતો સંપૂર્ણ ઇજારો. ઔદ્યોગિક ઉપયોગમાં આવે એવી નવી શોધની બાબતમાં જ આવો હક્ક આપવામાં આવે છે. પેટન્ટ આપવાનો ઉદ્દેશ નવી ઔદ્યોગિક તકનીકને ઉત્તેજન આપવાનો અને ઔદ્યોગિક વિકાસ સાધવાનો છે. તે આપવાથી કેટલાક લાભ…

વધુ વાંચો >

પેટ્રોડૉલર

પેટ્રોડૉલર : ખનિજ તેલની પેદાશ કરતા દેશો પાસે કેન્દ્રિત થયેલી વધારાની ખરીદશક્તિ. 1973થી શરૂ થઈને ખનિજ તેલના ભાવોમાં થયેલા મોટા વધારાને કારણે ખનિજ તેલની નિકાસ કરતા દેશોના હાથમાં જે ખરીદશક્તિ કેન્દ્રિત થઈ તે એ દેશોએ યુરોપ-અમેરિકામાં આવેલી બકોમાં ડૉલરની થાપણો રૂપે મૂકી હતી અને તેમાંથી પેટ્રોડૉલરનું સર્જન થયું. 1973થી 1981…

વધુ વાંચો >