Economics
દેવું
દેવું : ચોક્કસ સમયગાળા દરમિયાન આવક કરતાં ખર્ચ વધારે થાય ત્યારે તેને પહોંચી વળવા માટે હાથ ધરવામાં આવતો એક ઉપાય. વ્યક્તિ, ખાનગી પેઢીઓ તથા સરકાર અને અન્ય જાહેર સંસ્થાઓને સંજોગોવશાત્ તેનો સહારો લેવો પડે છે. પ્રાચીન સમયમાં દેવાને અનિષ્ટ ગણવામાં આવતું. દરેક આર્થિક ઘટકે પછી તે વ્યક્તિ હોય કે જાહેર…
વધુ વાંચો >દેસાઈ, એસ. વી.
દેસાઈ, એસ. વી. (જ. 2 ઑગસ્ટ 1901, અમદાવાદ; અ. 10 નવેમ્બર 1976, અમદાવાદ) : અગ્રણી કેળવણીકાર તથા કુશળ વહીવટકર્તા. આખું નામ સુરેન્દ્ર વૈકુંઠરાય દેસાઈ. માતાનું નામ વિજયાગૌરી. મૂળવતન અલીણા, જિલ્લો ખેડા. ગુજરાતમાં અનુસ્નાતક કક્ષાની બેવડી પદવી ધરાવતી પ્રથમ વ્યક્તિ (ડબલ ગ્રૅજ્યુએટ), નામાંકિત ન્યાયમૂર્તિ તથા અગ્રણી રાજપુરુષ અંબાલાલ સાકરલાલ દેસાઈના તેઓ…
વધુ વાંચો >દેસાઈ, પદ્મા
દેસાઈ, પદ્મા (જ. 12 ઑક્ટોબર 1931 સુરત, અ. 29 એપ્રિલ 2023 ન્યૂયોર્ક, યુએસએ) : સોવિયેત રશિયાના વિદ્વાન અભ્યાસુ અને ભારતીય-અમેરિકન વિકાસ અર્થશાસ્ત્રી. તેમનો જન્મ એક ગુજરાતી અનાવિલ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. માતાનું નામ શાંતા અને પિતાનું નામ કાલિદાસ. તેમણે 1951માં મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં બી.એ. કર્યું. 1953માં એ જ યુનિવર્સિટીમાંથી…
વધુ વાંચો >દેસાઈ, મોરારજી રણછોડજી
દેસાઈ, મોરારજી રણછોડજી (જ. 29 ફેબ્રુઆરી 1896, ભદેલી, જિ. વલસાડ; અ. 1૦ એપ્રિલ 1995, મુંબઈ) : જવાહરલાલ નેહરુ, લાલબહાદુર શાસ્ત્રી અને ઇંદિરા ગાંધી પછી ભારતના ચોથા વડાપ્રધાન. તેઓ પ્રથમ બિનકૉંગ્રેસી વડાપ્રધાન હતા. માર્ચ, 1977થી જુલાઈ, 1979 દરમિયાન સવાબે વરસનો એમનો શાસનકાળ જેમ લોકશાહી રાજકારણની પુન:પ્રતિષ્ઠા માટે નોંધપાત્ર છે તેમ પ્રમાણમાં…
વધુ વાંચો >દ્રવ્યનું અપહરણ
દ્રવ્યનું અપહરણ : સામ્રાજ્યવાદીઓ દ્વારા તેમના રાજકીય વર્ચસ હેઠળની વસાહતોની સંપત્તિ ખેંચાઈ ગઈ તે. દાદાભાઈ નવરોજી (1825–1917)એ તેમના ‘પૉવર્ટી ઍન્ડ અન-બ્રિટિશ રુલ ઇન ઇન્ડિયા’ નામક ગ્રંથમાં આ અંગેનો સિદ્ધાંત સૌપ્રથમ રજૂ કર્યો હતો. આ સિદ્ધાંત દ્વારા તેમણે સાબિત કરી બતાવ્યું હતું કે બ્રિટિશ શાસકોએ ભારતની પ્રજાના આર્થિક શોષણ દ્વારા દેશની…
વધુ વાંચો >દ્વિકરભારમુક્તિ
દ્વિકરભારમુક્તિ (double taxation relief) : ભારતના આવકવેરાના કાયદા મુજબ તથા પરદેશના આવકવેરાના કાયદા મુજબ કરદાતા દ્વારા એક જ આવક ઉપર બંને સરકારોને ચૂકવવાપાત્ર આવકવેરામાં આપવામાં આવતી કરરાહત. ભારતના આવકવેરા અધિનયમ 1961ની કલમ 90 મુજબ ભારતની કેન્દ્ર-સરકાર, બીજા કોઈ પણ દેશની સરકાર સાથે એવો સમજૂતી કરાર કરી શકે છે કે જેથી…
વધુ વાંચો >દ્વિમુખી અર્થતંત્ર
દ્વિમુખી અર્થતંત્ર (dual economy) : અર્થતંત્રમાં આધુનિક અને પરંપરાગત ક્ષેત્રોનું સહઅસ્તિત્વ. વિશ્વના વિકાસશીલ દેશોમાં દ્વિમુખી અર્થતંત્ર જોવા મળે છે. તેમાંનું એક પરંપરાગત ક્ષેત્ર ભારતમાં ખેતી, ગ્રામોદ્યોગો, ગૃહઉદ્યોગો, પરિવહનસેવા વગેરેમાં જોવા મળે છે જ્યારે બીજું આધુનિક ક્ષેત્ર મોટા પાયાના અને મધ્યમ પાયાના ઉદ્યોગો, તેમની સાથે સંકળાયેલા નાના પાયાના ઉદ્યોગો, આધુનિક પરિવહનસેવા,…
વધુ વાંચો >ધિરાણ
ધિરાણ : સામાન્યત: પૂર્વનિર્ધારિત વ્યાજના દરે પૂર્વનિર્ધારિત સમયગાળા માટે જરૂરિયાતમંદ વ્યક્તિ કે સંસ્થાને પોતાનાં અથવા થાપણદારનાં નાણાં ઉછીનાં આપવાની પ્રક્રિયા. ભારતમાં આઝાદી પહેલાં ધિરાણની પ્રક્રિયા પર શાહુકારોનું ઘણું વર્ચસ હતું, જે આઝાદી પછી શિથિલ બનતું ગયું છે. ધિરાણ ત્રણ પ્રકારનું હોઈ શકે છે : (1) ટૂંકા ગાળાનું, (2) મધ્યમ ગાળાનું,…
વધુ વાંચો >નફો
નફો : માલની ખરીદકિંમત અથવા ઉત્પાદન-ખર્ચ તથા વેચાણકિંમત વચ્ચેનો તફાવત. સામાન્ય વ્યવહારમાં હિસાબનીસો નફાની ગણતરી જે રીતે કરે છે તેની સમજૂતી આ રીતે આપી શકાય : માલની પડતર-કિંમત તથા વેચાણકિંમત વચ્ચેના તફાવતને નફો ગણવામાં આવે છે. જો વેચાણકિંમત પડતરકિંમત કરતાં વધારે હોય તો નફો થાય છે એમ કહેવાય અને જો…
વધુ વાંચો >નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્ર
નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્ર : પૂર્ણ રોજગારીમાં આર્થિક સમતુલા તથા આર્થિક વૃદ્ધિનું પૃથક્કરણ કરતી, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની પરંપરામાં વિકસેલી, આર્થિક વિશ્લેષણની એક આગવી પદ્ધતિ. ઓગણીસમી સદીમાં અર્થશાસ્ત્રના ક્ષેત્રે સીમાવર્તી વિશ્લેષણની પદ્ધતિ અપનાવીને એક વિશિષ્ટ અભિગમ કેટલાક અર્થશાસ્ત્રીઓએ અપનાવ્યો હતો. તેમને અનુસરીને ઘણા અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રના ક્ષેત્રે જે સિદ્ધાંતો વિકસાવ્યા તેમના સમૂહને નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્ર કહેવામાં…
વધુ વાંચો >