Economics
તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત
તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત : આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રનો એક સિદ્ધાંત. જે દેશ માટે સ્વાવલંબી બનવા કરતાં આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં જોડાવું કેમ લાભકારક છે તે સમજાવે છે. બ્રિટિશ અર્થશાસ્ત્રી ડેવિડ રિકાર્ડોએ (1772–1823) પોતાના ‘પ્રિન્સિપલ્સ ઑવ્ પોલિટિકલ ઇકૉનૉમી ઍન્ડ ટૅક્સેસન’ ગ્રંથમાં તેની સૌપ્રથમ સૈદ્ધાંતિક રજૂઆત કરી હતી. તેમની અગાઉ એડમ સ્મિથ આ સિદ્ધાંતની આંશિક રજૂઆત…
વધુ વાંચો >તુષ્ટિગુણ
તુષ્ટિગુણ : માનવજરૂરિયાત સંતોષવાનો વસ્તુ કે સેવામાં રહેલો ગુણ. અહીં એક વાત સ્પષ્ટ કરવી જોઈએ. એક ચીજ તુષ્ટિગુણ ધરાવે એમ કહેવામાં આવે છે ત્યારે તે ઇષ્ટ છે એવું અર્થશાસ્ત્ર સૂચવતું નથી; દા.ત., દારૂ કેટલાક માણસોની જરૂરિયાતને સંતોષે છે એટલે તે તુષ્ટિગુણ ધરાવે છે એમ કહેવાય, પરંતુ તેનો અર્થ એ નથી…
વધુ વાંચો >તેજીમંદી
તેજીમંદી : જુઓ, વ્યાપારચક્ર
વધુ વાંચો >થાપણ વીમાયોજના
થાપણ વીમાયોજના : પોતાની બચતો થાપણોના રૂપમાં બૅંકોને સોંપવામાં રહેલાં જોખમો સામે થાપણદારોને અંશત: રક્ષણ આપવા માટે દાખલ કરવામાં આવેલી વીમાયોજના. થાપણદારો માગે ત્યારે તેમની થાપણો વ્યાજ સાથે પરત કરવાની બૅંકોની કાનૂની ફરજ હોય છે, પરંતુ કેટલીક વાર જ્યારે બૅંકો ફડચામાં જાય ત્યારે થાપણદારોને તેમની થાપણો ગુમાવવી પડે છે. આમ…
વધુ વાંચો >દક્ષિણ – દક્ષિણ સહકાર
દક્ષિણ – દક્ષિણ સહકાર : વિશ્વમાં દક્ષિણના વિકાસશીલ દેશો વચ્ચે આર્થિક સહકાર સાધવા માટે થયેલા પ્રયાસો. બીજા વિશ્વયુદ્ધ પછીનો સમય રાજકીય સ્વાતંત્ર્યનો અને રાષ્ટ્રો વચ્ચેના આર્થિક સહકારનો છે. દુનિયાના ઉત્તરના કહેવાતા વિકસિત ઔદ્યોગિક દેશોએ તેની પહેલ કરી છે. બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે જ તેમણે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ અને વિશ્વબૅંક જેવી…
વધુ વાંચો >દાસ કૅપિટલ
દાસ કૅપિટલ : સમાજવાદ તથા સામ્યવાદની વૈજ્ઞાનિક ભૂમિકા રૂપે મૂડીવાદી પ્રથાનું વિશ્લેષણ કરતો વિશ્વવિખ્યાત ગ્રંથ. સામ્યવાદના પ્રણેતા અને સમાજશાસ્ત્રી કાર્લ માર્ક્સ(1818–83)ના ગ્રંથોમાં તે સર્વશ્રેષ્ઠ ગણાય છે. ત્રણ ખંડોમાં જર્મન ભાષામાં પ્રકાશિત થયેલી આ મહાન કૃતિના પ્રથમ ખંડની પ્રથમ આવૃત્તિ બર્લિનમાં 1867માં પ્રકાશિત થઈ હતી. તેનો બીજો અને ત્રીજો ખંડ અનુક્રમે…
વધુ વાંચો >દાંતવાલા, મોહનલાલ લલ્લુભાઈ
દાંતવાલા, મોહનલાલ લલ્લુભાઈ (જ. 18 સપ્ટેમ્બર 1909, સૂરત; અ. 8 ઑક્ટોબર 1998, મુંબઈ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી, ગાંધીવાદી વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા તથા સ્વાતંત્ર્યસૈનિક. કુટુંબનો પરંપરાગત વ્યવસાય હાથીદાંતની વસ્તુઓ વેચવાનો હોવાથી કુટુંબની અટક દાંતવાલા પડી. પિતા મહારાષ્ટ્રના ધુળે ખાતે એક જિનિંગ અને પ્રેસિંગ ફૅક્ટરીના મૅનેજર. તેથી મૅટ્રિક સુધીનું તેમનું શિક્ષણ તે…
વધુ વાંચો >દુર્લભ ચલણ
દુર્લભ ચલણ (hard currency) : જે ચલણની માંગ વિદેશી હૂંડિયામણ-બજારમાં વધતી જતી હોય અને પરિણામે અન્ય દેશોનાં ચલણોમાં તેની કિંમત વધતી જતી હોય તે ચલણ. તેને દુર્લભ, મજબૂત કે સધ્ધર ચલણ પણ કહેવાય. દુર્લભ ચલણની ઘટના એક ઐતિહાસિક ઘટના ગણાય. બીજા વિશ્વયુદ્ધ પછીનાં કેટલાંક વર્ષો દરમિયાન અમેરિકાનો ડૉલર એક દુર્લભ…
વધુ વાંચો >દુષ્કાળ
દુષ્કાળ : અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિને કારણે ઊભું થતું અન્નસંકટ. આહારની ચીજોની લાંબો સમય ચાલતી તીવ્ર તંગી, જેને પરિણામે લોકો મોટી સંખ્યામાં ભૂખમરો ભોગવે અને મૃત્યુપ્રમાણ વધી જાય. લોકો ખેતી કરીને સ્થિર વસવાટ કરતા થયા ત્યારથી દુષ્કાળો પડતા આવ્યા છે. નોંધવામાં આવેલો સહુથી જૂનો દુષ્કાળ ઇજિપ્તમાં ઈ. સ. પૂર્વે 3500માં પડેલો.…
વધુ વાંચો >દેવાળું
દેવાળું : જુઓ, નાદારી.
વધુ વાંચો >