Economics

કૅરિબિયન કૉમ્યુનિટી અને કૉમન માર્કેટ

કૅરિબિયન કૉમ્યુનિટી અને કૉમન માર્કેટ (CARICOM) : કૅરિબિયન વિસ્તારના 14 સભ્ય દેશોએ રચેલું આર્થિક વિકાસ માટેનું સહિયારું બજાર. કૅરિબિયન રાષ્ટ્રાધ્યક્ષોની એપ્રિલ 1973માં જ્યૉર્જટાઉન (ગિયાના) ખાતે યોજેલી પરિષદમાં તેની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો હતો. કૅરિબિયન વિસ્તારના 14 સભ્ય દેશોના બનેલા આ સંગઠનનું મુખ્ય કાર્યાલય જ્યૉર્જટાઉન ગયાના ખાતે છે. મૂળ સભ્યો 12,…

વધુ વાંચો >

કૅરિબિયન ડેવલપમેન્ટ બૅંક

કૅરિબિયન ડેવલપમેન્ટ બૅંક : કૅરિબિયન વિસ્તારના દેશોના ઝડપી આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે સ્થાપવામાં આવેલી પ્રાદેશિક વિકાસ બૅંક (1970). કૅરિબિયન સહિયારા બજારની સ્થાપના(1973)ને પગલે પગલે આ બૅંકની સ્થાપના કરવામાં આવી છે. મુખ્ય કાર્યાલય બાર્બાડોસ ખાતે વિદેશી મૂડીરોકાણ તથા વિદેશી વ્યાપારના ક્ષેત્રમાં આંતરપ્રાદેશિક સ્પર્ધાને સ્થાને પરસ્પર સહકાર અને નીતિવિષયક સંકલન દ્વારા…

વધુ વાંચો >

કૅશ-ક્રેડિટ

કૅશ-ક્રેડિટ : વ્યક્તિગત વેપારી, ભાગીદારી પેઢી, ખાનગી અને જાહેર કંપનીઓની કાર્યકારી મૂડીની જરૂરિયાત માટે બૅંકો તરફથી મળતી નાણાકીય સહાય. આ પદ્ધતિમાં બૅંક, નાણાં ઉછીનાં લેનારની શાખ-મર્યાદા નક્કી કરે છે અને ઉછીના લેનાર વ્યક્તિ ચાલુ ખાતાની જેમ જ પુરાંત ઉપરાંત એ મર્યાદામાં રહીને ઉપાડ કરી શકે છે. ચોક્કસ મુદતની લોનના વ્યાજની…

વધુ વાંચો >

કૅસલ ગુસ્તાવ

કૅસલ, ગુસ્તાવ (જ. 20 ઑક્ટોબર 1866, સ્ટૉકહોમ; અ. 15 જાન્યુઆરી 1945, સ્ટૉકહોમ) : સ્વીડિશ અર્થશાસ્ત્રી. 1895માં તેમણે અપ્સાલા યુનિવર્સિટીમાંથી ગણિતમાં પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. ગણિતનું અધ્યાપન કરાવતાં તેમને અર્થશાસ્ત્રમાં અભિરુચિ જાગી. તે સમયે સ્ટૉકહોમ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિષયના અધ્યયન માટે કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ગુસ્તાવ જર્મની ગયા. અર્થશાસ્ત્રમાં તેમનું પ્રથમ…

વધુ વાંચો >

કોઝ – રોનાલ્ડ હૅરી

કોઝ, રોનાલ્ડ હૅરી (જ. 29 ડિસેમ્બર 1910, વિલ્સડેન, મિડલસેક્સ, ઇંગ્લૅન્ડ) : વિખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી અને 1991ના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકવિજેતા. સમગ્ર શિક્ષણ વતન ઇંગ્લૅન્ડમાં. 1932માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાંથી બી.કૉમ. તથા ત્યાંથી જ 1951માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ કેટલીક સંસ્થાઓમાં અધ્યાપનકાર્ય શરૂ કર્યું; દા.ત., 1932-34 દરમિયાન ડંડીમાં, 1935-36માં લિવરપૂલ…

વધુ વાંચો >

કોઠારી – વિઠ્ઠલદાસ

કોઠારી, વિઠ્ઠલદાસ (જ. 28 ઑગસ્ટ 1900, કલોલ; અ. 25 ડિસેમ્બર 1972, અમદાવાદ) : ગૂજરાત વિદ્યાપીઠના આજીવન સેવક તથા અર્થશાસ્ત્રના અધ્યાપક. પિતા મગનલાલ. માતા ચંચળબા. મૅટ્રિક સુધીનું શિક્ષણ કલોલમાં. 1920માં અમદાવાદની ગુજરાત કૉલેજમાં જોડાયા. એ જ વર્ષે ગાંધીજીની રાષ્ટ્રીય શિક્ષણની હાકલ થતાં કૉલેજ છોડી ગૂજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા. 1923માં અર્થશાસ્ત્રની સ્નાતકની…

વધુ વાંચો >

કૉમિકૉન

કૉમિકૉન : વિશ્વના સામ્યવાદી દેશોના અર્થતંત્ર વચ્ચે સમન્વય સાધવા તથા સ્વાવલંબનના પાયા પર એકબીજાને પૂરક બને તે રીતે દરેક સભ્ય દેશના આર્થિક વિકાસ માટે ઊભું કરવામાં આવેલું સંગઠન. સ્થાપના જાન્યુઆરી 1949, મુખ્ય કાર્યાલય મૉસ્કો ખાતે. રશિયા, હંગેરી, પોલૅન્ડ, ચેકોસ્લોવાકિયા અને બલ્ગેરિયા તેના સ્થાપક સભ્યદેશો (charter members) હતા, તે પછી સંગઠનમાં…

વધુ વાંચો >

કોયાજી જહાંગીર કુંવરજી

કોયાજી, જહાંગીર કુંવરજી (જ. 1875; અ. 1937) : ભારતના અર્થશાસ્ત્રી અને ભારતીય અર્થશાસ્ત્રના નિષ્ણાત. શિક્ષણ મુંબઈ તથા કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં. 1910થી 1930 દરમિયાન કોલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક, 1930થી 1931 દરમિયાન તે જ કૉલેજમાં આચાર્ય અને 1932થી 1935 દરમિયાન આંધ્ર વિશ્વવિદ્યાલયની વિનયન કૉલેજના આચાર્યપદે કાર્ય કર્યું. 1930થી 1932 દરમિયાન લીગ ઑવ્…

વધુ વાંચો >

કોરી (સિક્કાશાસ્ત્ર)

કોરી (સિક્કાશાસ્ત્ર) : કચ્છ અને સૌરાષ્ટ્રનાં કેટલાંક દેશી રાજ્યોનું ચલણ. કચ્છમાં જાડેજાઓનાં નાનાં રાજ્યો સ્થપાયેલાં. એને એક કરીને ઈ. સ. 1540માં ખેંગારજીએ મજબૂત રાજ્ય સ્થાપ્યું. એની રાજધાની ભુજનગરમાં હતી. ત્યાંના શાસકો રાવ કહેવાતા. તેમના સિક્કા વિશિષ્ટ મહત્વ ધરાવે છે. ચાદીની કોરી કચ્છના ચલણના એકમરૂપ હતી. એને રૂપિયા સાથે કોઈ સંબંધ…

વધુ વાંચો >

કૉર્નુ એ. એ.

કૉર્નુ, એ. એ. : (જ. 25 ઑગસ્ટ 1801, ગાઝ, ઑસ્ટ્રિયા; અ. 31 માર્ચ 1877, પૅરિસ) : ફ્રેન્ચ અર્થશાસ્ત્રી અને ગણિતજ્ઞ. અર્થશાસ્ત્રના સૈદ્ધાંતિક વિશ્લેષણમાં ગાણિતિક તકનીકી પદ્ધતિઓનો ઉપયોગ કરનારા તે સર્વપ્રથમ અર્થશાસ્ત્રી ગણાય છે. તેમનું સૈદ્ધાંતિક વિશ્લેષણ મુખ્યત્વે બજારની સમતુલાની પ્રક્રિયાને આંશિક કે એકદેશીય રૂપે સ્પર્શે છે, જેમાં બધા પ્રકારનાં બજારસ્વરૂપો…

વધુ વાંચો >