Economics

ઔદ્યોગિક વિકાસ બૅંક

ઔદ્યોગિક વિકાસ બૅંક – ભારતીય (Industrial Development Bank of India – IDBI) : ભારતના ઔદ્યોગિક વિકાસને વિવિધ સેવા દ્વારા પ્રોત્સાહન પૂરું પાડતી સરકાર પ્રેરિત નાણાં સંસ્થા. સ્થાપના : જુલાઈ 1964. ભારતીય રિઝર્વ બૅંકની અંગભૂત અને તેની માલિકી હેઠળની ઔદ્યોગિક ધિરાણ સંસ્થા તરીકે 3.200 કરોડના મૂડીરોકાણથી ઉદય થયો હતો, પરંતુ 1976માં…

વધુ વાંચો >

ઔદ્યોગિક શાખ અને મૂડીરોકાણ નિગમ (ભારતીય) (ICICI)

ઔદ્યોગિક શાખ અને મૂડીરોકાણ નિગમ (ભારતીય) (ICICI) : ભારતમાં ખાનગી ઔદ્યોગિક એકમોના વિકાસની પ્રક્રિયામાં મદદરૂપ થવા માટે ઊભી કરવામાં આવેલી વિશિષ્ટ નાણાસંસ્થા. જાન્યુઆરી 1955માં સ્થાપવામાં આવેલું આ નિગમ સંપૂર્ણપણે ખાનગી માલિકીનું સાહસ છે. તેની અધિકૃત મૂડી રૂ. 25 કરોડ અને ભરપાઈ થયેલી મૂડી રૂ. 15 કરોડ છે. નવા ઔદ્યોગિક એકમોના…

વધુ વાંચો >

ઔદ્યોગિક સંચાલનમાં શ્રમિકોનો ફાળો

ઔદ્યોગિક સંચાલનમાં શ્રમિકોનો ફાળો : ઉચિત પ્રતિનિધિત્વ દ્વારા ઔદ્યોગિક તંત્રની નિર્ણયપ્રક્રિયાના પ્રત્યેક સ્તરના વ્યવસ્થાપનમાં શ્રમિકોની ભાગીદારી. આ ભાગીદારીનું સ્વરૂપ અને તેનો વ્યાપ પ્રત્યેક દેશની સામાજિક-આર્થિક વિચારસરણી, નીતિ અને ધ્યેય ઉપર અવલંબે છે. વ્યવસ્થાપનની ર્દષ્ટિએ જોઈએ તો તેનો અર્થ નિર્ણય પહેલાંનો સંયુક્ત પરામર્શ એમ થઈ શકે. શ્રમિકોની ર્દષ્ટિએ તે સામુદાયિક નિર્ણય…

વધુ વાંચો >

ઔદ્યોગિક સંબંધો

ઔદ્યોગિક સંબંધો આધુનિક ઔદ્યોગિક સમાજમાં ઉત્પાદન એકમો પર માલિકી ધરાવતા વર્ગ તથા શ્રમજીવી વર્ગ વચ્ચેના આર્થિક સંબંધોમાંથી ઉદભવતા વ્યવહારો અને રીતિનીતિની હારમાળા. 1760-1830 દરમિયાન ઔદ્યોગિક ક્ષેત્રે પાયાના ફેરફારો થયા તે ‘ઔદ્યોગિક ક્રાંતિ’ નામથી ઓળખાય છે. તેને પરિણામે એક નવી ઉત્પાદનપદ્ધતિનું સર્જન થયું અને તેની સાથે અવિભાજ્ય રીતે સંકળાયેલા, એકબીજાને પૂરક…

વધુ વાંચો >

કટોકટી (રાજકીય અને આર્થિક)

કટોકટી (રાજકીય અને આર્થિક) : ભારતના બંધારણની કલમ 352 અન્વયે મૂળભૂત અધિકારો અને વ્યક્તિસ્વાતંત્ર્ય કામચલાઉ ધોરણે મોકૂફ રાખતી સરકારી જાહેરાત. પ્રજાસત્તાક ભારતની તવારીખમાં અત્યાર સુધીમાં કટોકટીની જાહેરાતના ત્રણ પ્રસંગો આવ્યા છે : પહેલો પ્રસંગ ચીન સાથેના સીમાયુદ્ધ (1962) વખતનો હતો; તે વખતે જાહેર કરાયેલ કટોકટી છેક 1969 સુધી અમલમાં હતી.…

વધુ વાંચો >

કથિત મૂલ્ય

કથિત મૂલ્ય (quotation) : કોઈ ચોક્કસ વસ્તુ યા વસ્તુઓને અમુક મુકરર ભાવે અને અમુક મુકરર શરતોએ વેચવા માટેની લિખિત પ્રસ્તુતિ. તેમાં સામાન્ય રીતે વસ્તુનું વર્ણન, ભાવતાલ, કિંમત, ઑર્ડર સ્વીકારવાની મુદત, વેપારી વટાવ, ડિલિવરીની મુદત, નાણાંની ચુકવણીની શરતો, રોકડ વટાવ ઇત્યાદિ વિગતો સમાવવામાં આવે છે. વસ્તુના સ્વરૂપ, દેખાવ, આકાર કે તેની…

વધુ વાંચો >

કરવેરા

કરવેરા વ્યક્તિ, વ્યક્તિઓના સમૂહ અથવા સંસ્થા દ્વારા નાણાં અને કોઈવાર માલસામાન તથા સેવાનું રાજ્યને ફરજિયાત પ્રદાન. કરની વસૂલાતને અનુરૂપ સરકાર તરફથી કરદાતાને બદલો ન મળે છતાં પણ તેણે કર ભરવો પડે છે. ચોક્કસ અને પ્રત્યક્ષ સમમૂલ્ય વસ્તુના આદાનપ્રદાન(quid pro quo)નો સિદ્ધાંત કરને લાગુ પડતો નથી. સામાન્ય રીતે કરદાતાને જાનમાલનું રક્ષણ…

વધુ વાંચો >

કરવેરા-આયોજન

કરવેરા-આયોજન : કાયદામાં આપવામાં આવેલી કરમુક્તિઓ તથા રાહતો અને કાયદા હેઠળ ઉપલબ્ધ છૂટછાટોનો લાભદાયી ઉપયોગ કરદાતા દ્વારા કરવાનું આયોજન. કરનિર્ધારણના પાયા ઉપર કરવેરાનું પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર એમ બે ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. તદનુસાર આવક કર, સંપત્તિ કર, બક્ષિસ કર વગેરે પ્રત્યક્ષ કર કહેવાય છે અને આબકારી શુલ્ક,…

વધુ વાંચો >

કરારરેખા

કરારરેખા (contract curve) : બે અર્થવ્યવહારી માનવીઓ કે એકમો વચ્ચે થતા વિનિમયમાંથી ઉદભવતાં પરિણામોનો આલેખ દર્શાવતી રેખા. તેની વિભાવના સર્વપ્રથમ બ્રિટિશ અર્થશાસ્ત્રી એફ. વાય. એજવર્થે (1845-1926) રજૂ કરી હતી. કરારરેખાના બે ગુણધર્મો છે : (1) વિનિમયમાં જોડાયેલી બે વ્યક્તિ કે બે એકમો વિનિમયની પ્રક્રિયા પહેલાં જે આર્થિક સ્થિતિ ભોગવતાં હોય…

વધુ વાંચો >

કરારાધીન મજૂરી

કરારાધીન મજૂરી : ઉત્પાદકીય પ્રવૃત્તિ કરાવી લેવા માટે, જેમાં વળતર, વેતનાદિ શરતો સમાવિષ્ટ હોય એવા કરારથી મજૂરો કે કામદારોને રોકીને તેમને ચૂકવવામાં આવતું મહેનતાણું. 1947ના ઔદ્યોગિક તકરારના કાયદામાં તેની કલમ 2(આર આર)માં આપેલ સ્પષ્ટતા મુજબ વેતન એટલે નાણાસ્વરૂપે વ્યક્ત કરી શકાય તેવી સમગ્ર રકમ; જેમાં તમામ ભથ્થાંઓ, રહેઠાણની સગવડની કિંમત…

વધુ વાંચો >