Drama
સોરોખૈબામ લલિતસિંઘ
સોરોખૈબામ, લલિતસિંઘ (જ. 1893, ઇમ્ફાલ; અ. 1955) : મણિપુરી નાટ્યકાર, અભિનેતા અને દિગ્દર્શક. નાની વયથી તેમની રુચિ રંગમંચ તરફ રહી હતી અને તેમણે કેચર, આસામના બિહારીસિંઘ દ્વારા મણિપુરીમાં અનૂદિત બંગાળી નાટક ‘પાગલિની’માં અભિનય આપ્યો હતો. 1931માં મણિપુરના જાણીતા રંગમંચ એમ.ડી.યુ.ની સ્થાપના સાથે તેઓ સક્રિયપણે સંકળાયેલા હતા અને તેમણે તેમાં નાટ્યકાર,…
વધુ વાંચો >સૌભાગ્યસુંદરી
સૌભાગ્યસુંદરી : ગુજરાતી ત્રિઅંકી નાટક (1901). લેખક : મૂળશંકર મૂલાણી (1868–1957). તેના મૂળ લેખક કવિ નથુરામ સુંદરજી શુક્લ (1862–1923) હતા. મુંબઈ ગુજરાતી નાટક મંડળીના માલિકોએ આ નાટક મૂળશંકર મૂલાણી પાસે ફરી નવેસરથી લખાવ્યું હતું. ગદ્ય-પદ્ય, કથાપ્રસંગ, પાત્રસંવિધાન, શૈલી – આ બધાંમાં મૂળશંકર મૂલાણીએ મોટો ફેરફાર કર્યો, એટલે આ નાટકના ખરા…
વધુ વાંચો >સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર (1947–1967)
સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર (1947–1967) : સૌરાષ્ટ્રના રાજકોટની એક મહત્વની નાટ્યસંસ્થા. સ્થાપકસૂત્રધારો ગુલાબભાઈ શાહ, લાભુભાઈ દવે, નાનુ ખંભાયતા, એમ. આર. દાઉદી, સનત ઠાકર, રામજી વાણિયા વગેરે. સંસ્થાએ સામાજિક દૃષ્ટિબિંદુથી પ્રેરાઈ સમાજ-સુધારણા અને નવજાગૃતિનાં અનેક નાટકો કર્યાં; જેમાં ‘ધરતીનો સાદ’ (1949), ‘ભાઈબીજ’ (1952), ‘જાગતા રહેજો’ (1953), ‘ભૂદાન’ (1954), ‘મારે પરણવું છે’ (1956),…
વધુ વાંચો >સ્કોફિલ્ડ પોલ
સ્કોફિલ્ડ પોલ (જ. 1922- ) : ઇંગ્લૅન્ડનો પ્રખ્યાત નટ. 1940માં નટ તરીકે આરંભ કર્યા બાદ એમણે શેક્સપિયરના ગામના થિયેટર સ્ટ્રૅટ-ફૉર્ડ-અપૉન-એવનમાં અનેક નાટકોમાં અભિનય કર્યો. એમાં ‘હેમ્લેટ’, ‘લવ્ઝ લેબર લૉસ્ટ’, ‘વિન્ટર્સ ટેલ’ વગેરે મહત્ત્વનાં છે. સર જ્હૉન ગિલગૂડ અને પિટર બ્રૂક જેવા નટ-દિગ્દર્શકો સાથે એમણે ઉચ્ચ કક્ષાનો અભિનય આપ્યો છે. એમનાં…
વધુ વાંચો >સ્ટૉપાર્ડ ટૉમ
સ્ટૉપાર્ડ, ટૉમ (જ. 3 જુલાઈ 1937, ઇઝલિન, ચેકોસ્લોવૅકિયા) : ઇંગ્લૅન્ડનો પ્રખ્યાત અને સફળ નાટ્યકાર. મૂળ નામ ટૉમસ સ્ટ્રૌસલેર. બે વર્ષની ઉંમરે એ સિંગાપુર ગયા; પરંતુ ત્યાં એમના ડૉક્ટર પિતા જાપાનના આક્રમણમાં માર્યા ગયા. એમની માએ પુનર્લગ્ન કરતાં એમણે સાવકા પિતાની અટક સ્વીકારી અને પરિવાર ઇંગ્લૅન્ડમાં વસવા ગયો. ટૉમ સ્ટૉપાર્ડ એમણે…
વધુ વાંચો >સ્ટ્રિન્ડબર્ગ (જોહાન) ઑગસ્ટ
સ્ટ્રિન્ડબર્ગ (જોહાન) ઑગસ્ટ (જ. 22 જાન્યુઆરી 1849, સ્ટૉકહોમ; અ. 14 મે 1912, સ્ટૉકહોમ, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્વીડિશ નાટ્યકાર, નવલકથાકાર અને ટૂંકી વાર્તાકાર. પિતા કાર્લ ઑસ્કાર સ્ટ્રિન્ડબર્ગ સ્ટીમર એજન્ટ અને માતા લગ્ન પહેલાં હોટલમાં વેઇટ્રેસ. આ વાતનો ઉલ્લેખ તેમણે મહત્વની ઘટના તરીકે પોતાની આત્મકથા ‘સન ઑવ્ અ સર્વન્ટ’(1913)માં નોંધી છે. સ્ટ્રિન્ડબર્ગ (જોહાન)…
વધુ વાંચો >સ્ટ્રીટકાર નેઇમ્ડ ડિઝાયર (1947)
સ્ટ્રીટકાર નેઇમ્ડ ડિઝાયર (1947) : ટેનેસી વિલિયમ્સનું પુલિત્ઝર પારિતોષિકવિજેતા અને અમેરિકન નાટ્યક્ષેત્રે પ્રવર્તમાન વલણોમાં વળાંક પ્રેરતું નાટક. નાટ્યઘટના તરીકે, આ નાટકમાં કેન્દ્રવર્તી પાત્ર બ્લેન્ચી દુબાઈની કરુણાન્ત કથાનું તખ્તાપરક નિરૂપણ છે. મોટી બહેન સ્ટેલા માબાપની જવાબદારી બ્લેન્ચી પર નાખી દઈ પરણી ગઈ. પછી કપરા સંજોગોમાં શિક્ષિકા તરીકે નિર્વાહ કરતી બ્લેન્ચી પ્રિય…
વધુ વાંચો >સ્વગતોક્તિ
સ્વગતોક્તિ : કોઈ અન્યને ઉદ્દેશીને નહિ પરંતુ વ્યક્તિએ પોતાની જાત સાથે જ કરેલી વાતચીત અથવા મનોમન કરેલા ઉદગારનું પ્રગટ વાચિક રૂપ. આવી સ્વગતોક્તિરૂપ અભિવ્યક્તિ કાવ્ય, વાર્તા, નાટક વગેરે સર્વ પ્રકારનાં સાહિત્યસ્વરૂપોમાં મળે છે; પરંતુ સામાન્યત: તે નાટ્યાંતર્ગત વિશિષ્ટ ઉક્તિપ્રકાર તરીકે ઉલ્લેખાય છે. નાટકમાં પણ સામાન્ય પરિસ્થિતિજન્ય કે તખ્તાપરક વહેવારુ અને…
વધુ વાંચો >સ્વાઝલર આર્થર
સ્વાઝલર, આર્થર (Schwatzler, Arthur) (જ. 15 મે 1862, વિયેના; અ. 21 ઑક્ટોબર 1931, વિયેના) : ઑસ્ટ્રિયન નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક. એમના યહૂદી પિતા પ્રા. જ્હૉન સ્વાઝલર જાણીતા ગળાચિકિત્સક હતા. પિતાની જેમ પોતે પણ શારીરિક ચિકિત્સક તરીકેનો વ્યવસાય સ્વીકારેલો. તેઓ માનસચિકિત્સક પણ હતા. સ્વાઝલરે કિશોરાવસ્થામાં જ કવિતા લખવાનું શરૂ કર્યું…
વધુ વાંચો >હબિમા
હબિમા : યહૂદીઓની રંગભૂમિ. મૂળમાં તેનો ઊગમ ‘હા-ઇવરિત’ તરીકે બિએધસ્ટોક, પૉલેન્ડમાં 1912માં નૅહુમ ઝેમેકે કરેલો. 1913માં તે નાટકમંડળીએ વિયેનામાં ઑશિપ ડાયમોવનું ‘હીઅર ઓ ઇઝરાયેલ’ નાટક 11મી ઝિયૉનિસ્ટ કૉંગ્રેસ સમક્ષ ભજવેલું. 1917માં પ્રથમ વિશ્વયુદ્ધની અસરને લીધે તે મંડળી વિખરાઈ ગયેલી. ઝેમેકે તેની પુન:સ્થાપના હબિમા નામથી મૉસ્કોમાં કરેલી. મૉસ્કોના ‘આર્ટ થિયેટર’ના નિર્દેશક…
વધુ વાંચો >