સેલર્સ, પીટર (. 1958, પિટર્સબર્ગ, પેન્સિલવૅનિયા, અમેરિકા) : અમેરિકાના નામી રંગભૂમિ-દિગ્દર્શક. તેમણે હાર્વર્ડ ખાતે અભ્યાસ કર્યો. 1983-84માં તે ‘બૉસ્ટન શેક્સપિયર કંપની’ના દિગ્દર્શક બન્યા.

પીટર સેલર્સ

1984-86ના ગાળામાં વૉશિંગ્ટનમાંના કૅનેડી સેન્ટર ખાતેના ‘અમેરિકન નૅશનલ થિયેટર’માં દિગ્દર્શનકાર્ય સંભાળ્યું, ત્યાં તેમણે સૉફૉક્લિઝની ‘ઍજૅક્સ’ કૃતિનું અત્યંત મૌલિક ઢબે અને કંઈક ઉદ્દામવાદી અભિગમથી દિગ્દર્શન-નિર્માણ કર્યું; તેથી પ્રેક્ષક સમુદાય તેમજ વિવેચકવર્ગ એ બંનેમાં મતમતાંતર સર્જાયાં. ઑપેરાના કલાપ્રકારના નિર્માણમાં તેમણે હિંમતપૂર્વક પ્રયોગશીલતા દાખવી અને સાહસપરાયણ તથા શોધક બુદ્ધિ ધરાવતા એક મૌલિક સર્જક તરીકે તે આંતરરાષ્ટ્રીય નામના પામ્યા. તેઓ તેમના નાટ્યપ્રયોગો વીસમી સદીના અમેરિકામાં કુદરતી શ્યો ધરાવતા વાતાવરણમાં ભજવતા રહ્યા છે.

મહેશ ચોકસી