Drama
વ્યાસ, વિષ્ણુકુમાર દયાળજી
વ્યાસ, વિષ્ણુકુમાર દયાળજી (જ. 9 ઑગસ્ટ 1920, થાણા દેવળી, સૌરાષ્ટ્ર; અ. 29 સપ્ટેમ્બર 1998) : આધુનિક ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ નટ, દિગ્દર્શક અને નાટ્યશિક્ષક. પ્રાથમિક ઘડતર રાજકોટ ખાતે. પહેલાં કરણસિંહજી મિડલ સ્કૂલમાં ને પછી આલ્ફ્રેડ હાઈસ્કૂલ-(આજનું મહાત્મા ગાંધી વિદ્યાલય)માં ભણ્યા. 1939માં મૅટ્રિક પાસ કર્યા પછી ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજમાં ઇન્ટર સુધી અભ્યાસ…
વધુ વાંચો >વ્યાસ, સતીશ ઘનશ્યામભાઈ
વ્યાસ, સતીશ ઘનશ્યામભાઈ (જ. 10 ઑક્ટોબર 1943, રોજકા, તા. ધંધૂકા) : ગુજરાતી નાટ્યકાર, વિવેચક. માતા રસીલાબહેન. શાળાકીય અભ્યાસ વતન સૂરતમાં. ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી ભાષાસાહિત્ય સાથે 1965માં બી.એ., એ જ વિષયમાં 1967માં એમ.એ. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ડૉ. જયંત પાઠકના માર્ગદર્શનમાં ‘આધુનિક કવિતાની ભાષા : પ્રયોગ, વિનિયોગ અને સિદ્ધિ’ વિષય પર સંશોધન-અભ્યાસ…
વધુ વાંચો >વ્હાઇટ, પૅટ્રિક
વ્હાઇટ, પૅટ્રિક (જ. 28 મે 1912, નાઇટ્સબ્રિજ, લંડન; અ. 1990) : ઑસ્ટ્રેલિયન નવલકથાકાર, નાટ્યકાર અને વાર્તાલેખક. 1973ના નોબેલ પારિતોષિકવિજેતા. માતાપિતા ઑસ્ટ્રેલિયન. પોતાનો યુવાકાળ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ બંને સ્થળે પસાર થયો. ઈ. સ. 1935માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ફ્રેન્ચ અને જર્મન બંને વિષયો સાથે સ્નાતક થયા. કૉલેજ-અભ્યાસ કેમ્બ્રિજની કિંગ્ઝ કૉલેજમાં. સ્નાતક થયા બાદ…
વધુ વાંચો >શરતના ઘોડા
શરતના ઘોડા (1943) : ગુજરાતી સાહિત્યમાં એકાંકીની ભોંય ભાંગનાર આદિ સર્જકત્રિપુટી પૈકીના એક એવા યશવંત પંડ્યાનો ત્રીજો એકાંકીસંગ્રહ, જેમાં પ્રારંભિક કાળમાં રચાયેલાં, ‘ભજવાય એવાં અને ભજવાયેલાં’ ચાર એકાંકીઓ અનુક્રમે ‘ઝાંઝવાં’, ‘સમાજસેવક’, ‘શરતના ઘોડા’ અને ‘પ્રભુના પ્રતિનિધિ’ સંગ્રહાયેલાં છે. પ્રથમ એકાંકીસંગ્રહ ‘મદનમંદિર’માં દેવોને મદન-દમન કે મદન-દહન માટે નહિ પણ મદનમંદિર માટે…
વધુ વાંચો >શર્મા, અરુણ
શર્મા, અરુણ (જ. 1 ફેબ્રુઆરી 1931, દિબ્રુગઢ, આસામ) : આસામી નાટ્યકાર. ગુવાહાટીની કૉટન કૉલેજમાંથી સ્નાતક થયા. પછી બે-એક વર્ષ તેમણે માધ્યામિક શાળામાં નોકરી કરી. તેમના પિતાએ તેમની નાટ્યવિષયક શક્તિઓને ઉત્તેજન આપ્યું. શિક્ષકની કારકિર્દી પછી તેઓ ઑલ ઇન્ડિયા રેડિયોના ગુવાહાટી કેન્દ્રમાં જોડાયા. તેની નૉર્થ ઈસ્ટર્ન સર્વિસના નિયામક તરીકે નિવૃત્ત થયા. તેમણે…
વધુ વાંચો >શંકરદાસ સ્વામિગલ
શંકરદાસ સ્વામિગલ (જ. 1867; અ. 1922) : ખ્યાતનામ તમિળ નાટ્યકાર. પિતા પાસેથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ તેમણે તુતિકોરિન ખાતે મીઠાના કારખાનામાં હિસાબનીશ તરીકે થોડો વખત કામ કર્યું. 24મા વર્ષે તેઓ નાટ્યક્ષેત્રે પ્રવેશ્યા. કેટલાક સમય માટે જીવન ચર્ચાસ્પદ રહ્યું, અને ભગવો પોશાક ધારણ કરીને એક સ્થળેથી બીજા સ્થળે તીર્થયાત્રા કરી. તેથી…
વધુ વાંચો >શંકુક
શંકુક : નવમી સદીના એક આલંકારિક આચાર્ય. તેમણે ભરતના નાટ્યશાસ્ત્ર પર ટીકા લખી હતી, જે હાલ પ્રાપ્ત નથી. ઈ. સ. 1000માં થઈ ગયેલા આચાર્ય અભિનવગુપ્તે પોતાની ‘નાટ્યશાસ્ત્ર’ પર રચેલી ટીકા ‘અભિનવભારતી’માં પોતાની પૂર્વે થઈ ગયેલા ટીકાકાર તરીકે શંકુકના રંગપીઠ, રસસૂત્ર, નાટક, રાજાનું પાત્ર, નાટિકાભેદ, પ્રતિમુખ અને વિમર્શ સંધિ વગેરે બાબતો…
વધુ વાંચો >શારદાતનય અને ભાવપ્રકાશન
શારદાતનય અને ભાવપ્રકાશન (11મી સદી પછી) : ભારતીય નાટ્યશાસ્ત્રી. દંતકથા મુજબ કાશીમાં રહેલ શારદાની ઉપાસનાથી તેમનો જન્મ થયો હોવાથી ‘શારદાતનય’ એવું નામ પિતાએ આપેલું. તેમના પિતાનું નામ ભટ્ટગોપાલ હતું. પિતામહનું નામ કૃષ્ણ અને પ્રપિતામહનું નામ લક્ષ્મણ હતું. તેમનું ગોત્ર કાશ્યપ હતું. તેમનું મૂળ વતન ‘માઠરપૂજ્ય’ નામનું ગામ હતું. પાછળથી પિતા…
વધુ વાંચો >શાહ, ફૂલચંદ ઝવેરભાઈ
શાહ, ફૂલચંદ ઝવેરભાઈ (જ. 10 સપ્ટેમ્બર 1879, નડિયાદ, ગુજરાત; અ. 14 માર્ચ 1954, નડિયાદ) : ગુજરાતી નાટ્યકાર, કવિ અને ચિત્રકાર. સંસ્કારી ખડાયતા બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા ઝવેરભાઈ અને માતા કૃષ્ણાબાના સંગીત અને નાટ્યકલાના ચાહક પુત્ર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા સહાધ્યાયીઓ સાથે નડિયાદમાં લીધું;…
વધુ વાંચો >શાહ, સુભાષ રસિકલાલ
શાહ, સુભાષ રસિકલાલ (14 એપ્રિલ 1941, બોરસદ, ખેડા જિલ્લો) : ગુજરાતના ખ્યાતનામ નાટ્યકાર, નવલકથાકાર અને કવિ. સન 1964માં વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી આંકડાશાસ્ત્ર (સ્ટેટિસ્ટિક્સ) વિષય સાથે એમ.એસસી.. સન 1964થી 1983 દરમિયાન અમદાવાદની સિટી કૉમર્સ કૉલેજમાં એ જ વિષયના વ્યાખ્યાતા. સન 1984-85માં ગુજરાત યુનિવર્સિટીના ‘સેન્ટર ફૉર ડેવલપમેન્ટ કમ્યૂનિકેશન’ના કોઑર્ડિનેટર. સન 1978થી…
વધુ વાંચો >