Drama
મધુ રાય
મધુ રાય (જ. 19 જુલાઈ 1942, જામખંભાળિયા, સૌરાષ્ટ્ર) : ગુજરાતી સાહિત્યના એક ઉત્તમ અને વિશિષ્ટ વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર. સુરેશ જોષી પછીના ગુજરાતી કથા-સાહિત્ય અને નાટ્યસાહિત્યમાં સર્જકતાની ઊંચી માત્રા, પ્રયોગોની સફળતા અને ગદ્યની બહુપાર્શ્વિકતા દાખવનાર કોઈ એક સર્જકનું નામ બોલો તો એમ કોઈ કહે તો કોઈ પણ સહૃદય ગુજરાતીને હોઠે…
વધુ વાંચો >મનસુખલાલ મજીઠિયા
મનસુખલાલ મજીઠિયા (1993) : લાભશંકર ઠાકરની લાક્ષણિક નાટ્યકૃતિ. તેમાં માણસ ઓગળીને નિ:શેષ વિલોપન પામે તેવી તરંગ-લીલા(fantasy)નો વિશિષ્ટ પ્રયોગ કરવામાં આવ્યો છે. મૂળે સ્વયં લેખક દ્વારા લીલાનાટ્યરૂપે ભજવાયેલું આ નાટક કોઈ પણ જાતના અંકવિભાજન વિના કુલ 6 ર્દશ્યોમાં વહેંચાયેલું છે. પ્રથમ ર્દશ્યમાં પોતાના જ નામધારી એક પુરુષે લૉજમાં કોઈ જુવાન સ્ત્રી…
વધુ વાંચો >‘મનસ્વી’ પ્રાંતિજવાળા
‘મનસ્વી’ પ્રાંતિજવાળા (જ. 1904, પ્રાંતિજ, જિ. સાબરકાંઠા; અ. 3 જુલાઈ 1969, એકાદર, એહમદનગર, મહારાષ્ટ્ર) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના ગીતકાર અને નાટ્યકાર. મૂળ નામ : ચીમનલાલ ભીખાભાઈ જોશી. બ્રાહ્મણ પરિવારમાં જન્મ. ‘શ્રી આર્યનૈતિક નાટક સમાજ’થી શરૂઆત. 1923માં એમનું ‘મહારાષ્ટ્રનો મહારથી’ નાટક ભજવાયું. 1927માં ‘વલ્લભીપતિ’ નાટકનું ગીત ‘ઝટ જાઓ ચંદનહાર લાવો’ અનન્ય…
વધુ વાંચો >મનહર નટકલા મંડળ
મનહર નટકલા મંડળ (સ્થાપના : 15 સપ્ટેમ્બર 1959) : મનહરલાલ તુળજાશંકર જોશીની વ્યવસાયી નાટ્યમંડળી. શ્રી મનહર નટકલા મંડળ જેવા નાના મંડળે 1960માં દામનગર(જિ. અમરેલી)માં હરિભાઈ પટેલ-લિખિત ‘વીર માંગડાવાળો’ નાટકના કિટસન લૅમ્પના અજવાળે સળંગ 100 પ્રયોગો કરીને વ્યવસાયી રંગભૂમિના ઇતિહાસમાં યશસ્વી પ્રકરણ ઉમેર્યું. માંગડાવાળાની મુખ્ય ભાવવાહી ભૂમિકા મનહરલાલ જોશીએ ભજવી હતી.…
વધુ વાંચો >મનોહરસિંહ
મનોહરસિંહ (જ. 1937) : ભારતીય રંગભૂમિના નોંધપાત્ર હિન્દી-ભાષી અભિનેતા અને દિગ્દર્શક. 1960ના દાયકામાં દેશના ઉચ્ચ કોટિના દિગ્દર્શક ઇબ્રાહીમ અલ્કાઝીના વડપણ હેઠળ ચાલતા રાષ્ટ્રીય નાટ્ય સંસ્થાન NSDમાં એમની ત્રણ વર્ષની તાલીમ દરમિયાન જ મનોહરસિંહે અભિનેતા તરીકે કાઠું કાઢવા માંડ્યું હતું. તાલીમ દરમિયાન અલ્કાઝીના દિગ્દર્શનમાં ગિરીશ કર્નાડલિખિત નાટક ‘તુઘલક’માં મુખ્ય ભૂમિકા ભજવી…
વધુ વાંચો >મરી જવાની મઝા
મરી જવાની મઝા (1973) : લાભશંકર ઠાકર રચિત અરૂઢ, ઍબ્સર્ડ શૈલીનાં એકાંકીઓનો સંગ્રહ. અન્ય ઍબ્સર્ડ એકાંકીઓની જેમ, અહીં પણ સ્પષ્ટ, સુસંબદ્ધ નાટ્યાત્મક, હૃદયંગમ કથાવસ્તુ, આગવું વ્યક્તિત્વ ધરાવતાં જીવંત પાત્રો, તર્કબદ્ધ તેમજ સ્વાભાવિક કાર્ય અને સંવાદ, પ્રતીતિકર અથવા ચોક્કસ સ્થળ-કાળનો બોધ કરાવે તેવું વાતાવરણ વગેરે પરંપરિત અને રૂઢ તત્વોનો અભાવ છે…
વધુ વાંચો >મર્ક્યુરી થિયેટર
મર્ક્યુરી થિયેટર : ઑર્સન વેલ્સ તથા હાઉસમન સંચાલિત થિયેટર. એ બંને રંગભૂમિ-રસિયાઓએ 1937માં જૂનું કૉમેડી થિયેટર ભાડાપટે લઈને આ નવા નામે તેની સ્થાપના કરી હતી. ઑર્સન વેલ્સે 1937માં રાજકીય અભિગમ અને આધુનિક વેશભૂષાથી ‘જુલિયસ સીઝર’ની રજૂઆત કરતાવેંત આ થિયેટર ટૂંકસમયમાં જ અગ્રેસર બની ગયું. આ થિયેટરનાં બીજાં પ્રભાવક નિર્માણોમાં ‘ધ…
વધુ વાંચો >મર્ઝબાન, અદી ફીરોઝશાહ
મર્ઝબાન, અદી ફીરોઝશાહ (જ. 17 એપ્રિલ 1914, મુંબઈ; અ. 26 ફેબ્રુઆરી 1987, મુંબઈ) : નાટ્યકાર, નટ, દિગ્દર્શક, પ્રસારણકર્તા અને નવા પારસી થિયેટરના પ્રવર્તક. 1926માં મૅટ્રિક અને 1933માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. 1936થી ‘જામે જમશેદ’ સાપ્તાહિકના તેમજ ‘જેમ’ વીકલી અને ‘ગપસપ’ માસિકના તંત્રી. 1947થી આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પર અંગ્રેજી તેમજ ગુજરાતી નાટકોના…
વધુ વાંચો >મર્ડર ઇન ધ કેથીડ્રલ
મર્ડર ઇન ધ કેથીડ્રલ (1935) : અંગ્રેજી ભાષાના વીસમી સદીના મહાન કવિ, નાટ્યકાર અને વિવેચક ટૉમસ સ્ટાર્ન્સ એલિયટનું બેઅંકી પદ્યનાટક. ધર્મગુરુઓના અધિકારો ઉપર મર્યાદા મૂકવાના રાજસત્તાના પ્રયત્નોના વિરોધી કૅન્ટરબરીના આર્કબિશપ સંત ટૉમસ બેકેટની હત્યાની એમાં કથા છે. ભગવાન બુદ્ધની જેમ જ, સંત ટૉમસ બેકેટને દુન્યવી સુખ, સત્તા અને અધિકારોની લાલચ…
વધુ વાંચો >મલ્લિકામકરંદ
મલ્લિકામકરંદ : સોલંકીકાળના ગુજરાતી મહાકવિ રામચંદ્રે સંસ્કૃત ભાષામાં લખેલું નાટક. આ નાટક હજી સુધી પ્રગટ થયું નથી, પરંતુ હસ્તપ્રતમાં સચવાઈ રહેલું છે. ત્રણસો વર્ષ પહેલાં કાન્તિવિજયગણિએ પોતાના ગ્રંથાગારની યાદીમાં ‘મલ્લિકામકરંદ’ નામના રામચંદ્રે લખેલા નાટકની ગણના કરી છે અને તે 500 શ્ર્લોકપ્રમાણના લખાણવાળું નાટક છે એવો નિર્દેશ પણ સાથે સાથે કર્યો…
વધુ વાંચો >