Chemistry
વિલ્કિન્સ, મૉરિસ
વિલ્કિન્સ, મૉરિસ (જ. 15 ડિસેમ્બર 1916, પાગારોઆ, ન્યૂઝીલૅન્ડ) : બ્રિટિશ જૈવભૌતિક વિજ્ઞાની. આખું નામ મૉરિસ હ્યુજ ફ્રેડરિક વિલ્કિન્સ. તેમણે ડી.એન.એ.ના ક્ષ-કિરણ વિવર્તનના અભ્યાસ દ્વારા ડી.એન.એ.ના આણ્વિક બંધારણ (સંરચના) માટેનું મહત્વનું સંશોધન કરી આપ્યું. જેમ્સ વૉટસન તથા સ્વ. સર ફ્રાન્સિસ ક્રીક્ધો તેમના આ સંશોધને ડી.એન.એ.નું બંધારણ નક્કી કરવામાં ખૂબ ઉપયોગી મદદ…
વધુ વાંચો >વિષ (poisons)
વિષ (poisons) : સૂક્ષ્મ માત્રામાં લેવા કે લગાડવાથી જીવંત કોષોને નુકસાન કરતો કોઈ પણ પદાર્થ. આવા વિષની અસરકારકતા વિવિધ પરિબળો પર આધારિત હોય છે; જેમ કે, (i) સંકેન્દ્રણની માત્રાનું પ્રમાણ; (ii) જીવંત કોષોની તેના સંસર્ગમાં રહેવાની સમયાવધિ; (iii) વિષનું ભૌતિક સ્વરૂપ; (iv) જીવંત કોષો માટેનું તેનું આકર્ષણ; (v) જીવંત ઉતક…
વધુ વાંચો >વિષમ-ચક્રીય સંયોજનો (heterocyclic compounds)
વિષમ–ચક્રીય સંયોજનો (heterocyclic compounds) : કાર્બનિક રાસાયણિક સંયોજનોનો એવો વર્ગ કે જેના અણુઓ પરમાણુઓનાં એક કે વધુ વલયો (rings) ધરાવતા હોય અને વલયમાંનો ઓછામાં ઓછો એક કાર્બન સિવાયનો અન્ય પરમાણુ હોય. કુદરતમાં મળતાં અનેક વિષમ-ચક્રીય સંયોજનો કાર્બન ઉપરાંત એક કે વધુ નાઇટ્રોજન, ઑક્સિજન કે સલ્ફર-પરમાણુ ધરાવે છે. જોકે સલ્ફર કે…
વધુ વાંચો >વિષમાંગ (heterogeneous) પ્રક્રિયાઓ
વિષમાંગ (heterogeneous) પ્રક્રિયાઓ : બે પ્રાવસ્થાઓ(phases)ના અંતરાપૃષ્ઠ (interface) આગળ થતી રાસાયણિક પ્રક્રિયાઓ. આવી પ્રક્રિયાઓમાં પ્રક્રિયકો બે અથવા વધુ પ્રાવસ્થાઓ(દા. ત., ઘન અને પ્રવાહી, ઘન અને વાયુ અથવા બે અમિશ્ચ પ્રવાહીઓ)ના ઘટકો તરીકે હોય છે. ઘન ઉદ્દીપકની સપાટી પર એક કે વધુ પ્રક્રિયકો પ્રક્રિયા પામે (વિષમાંગ ઉદ્દીપન) તેનો પણ આ પ્રકારની…
વધુ વાંચો >વિષમાંગ-સંતુલન (heterogeneous equilibrium)
વિષમાંગ-સંતુલન (heterogeneous equilibrium) : જેમાં ભાગ લેતા પદાર્થો એક કરતાં વધુ પ્રાવસ્થાઓ(phases)માં હોય તેવું સંતુલન (સમતોલન). પદાર્થ ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા ધરાવી શકતો હોઈ જો બે પ્રાવસ્થાઓ વચ્ચે સંતુલન સ્થપાય તો ત્રણ રીતે આ પ્રકારનું સંતુલન સ્થપાઈ શકે : પ્રવાહી અને વાયુ વચ્ચે (પ્રવાહી-વાયુ) સંતુલન; ઘન અને વાયુ (ઘન-વાયુ)…
વધુ વાંચો >વિસ્થાપન-પ્રક્રિયાઓ
વિસ્થાપન–પ્રક્રિયાઓ : કાર્બનિક અણુમાંના કોઈ એક પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહનું બીજા પરમાણુ યા સમૂહ દ્વારા થતું વિસ્થાપન. એ જાણીતું છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જૂના બંધોનું ખંડન થઈને નવા બંધ બને છે. આ બંધ-છેદનની પ્રકૃતિ અનુસાર કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાનું વર્ગીકરણ કરવામાં આવે છે. કાર્બનિક અણુમાંના સહસંયોજક બંધનું વિચ્છેદન બે પ્રકારે…
વધુ વાંચો >વિસ્ફોટકો (explosives)
વિસ્ફોટકો (explosives) પોતાનામાં ઘણા મોટા જથ્થામાં સંગૃહીત ઊર્જાને એકાએક મુક્ત કરીને મોટા પ્રમાણમાં સંપીડિત (દાબિત, compressed) વાયુઓ ઉત્પન્ન કરતા અથવા તીવ્ર પ્રસારપ્રક્રિયા દ્વારા પોતાની કરચો(fragments)ને મોટા અવાજ સાથે ભારે બળ કે વેગથી ફેંકતા પદાર્થો કે પ્રયુક્તિઓ (devices). વિસ્ફોટ (explosion) એ તીવ્ર પ્રસારપ્રક્રિયા હોઈ તેમાં પદાર્થે પોતે રોકેલા કદ કરતાં અનેકગણા…
વધુ વાંચો >વીલૅન્ડ, હેન્રિક ઑટો
વીલૅન્ડ, હેન્રિક ઑટો (Wieland, Heinrich Otto) (જ. 4 જૂન 1877, ફોર્ઝહાઇમ, જર્મની; અ. 5 ઑગસ્ટ 1957, મ્યૂનિક) : પિત્તામ્લો (bile acids) અને સંબંધિત પદાર્થો પર અગત્યનું સંશોધન કરનાર 1927ના વર્ષ માટેના નોબેલ પુરસ્કારવિજેતા જર્મન રસાયણવિદ. તેમના પિતા ડૉ. થિયોડૉર વીલૅન્ડ એક ઔષધ-રસાયણજ્ઞ હતા. મ્યૂનિક, બર્લિન તથા સ્ટટ્ગાર્ટનાં વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ કર્યા…
વધુ વાંચો >વુથરિચ, કુર્ત
વુથરિચ, કુર્ત (જ. 4 ઑક્ટોબર 1938, આરબર્ગ, સ્વિટ્ઝર્લૅન્ડ) : પ્રોટીન અને અન્ય મોટા જૈવિક અણુઓની પરખ અને તેમના વિશ્લેષણની ટૅક્નિક વિકસાવવા બદલ 2002ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા કાર્બનિક રસાયણવિદ. કુર્તે 1964માં યુનિવર્સિટી ઑવ્ બેઝલમાંથી અકાર્બનિક રસાયણમાં પીએચ.ડી.ની પદવી મેળવી હતી. ત્યારબાદ તેમણે સ્વિટ્ઝર્લૅન્ડ અને યુ.એસ.માં અનુડૉક્ટરલ (post doctoral)…
વધુ વાંચો >વૂડવર્ડ, રૉબર્ટ બર્ન્સ
વૂડવર્ડ, રૉબર્ટ બર્ન્સ (જ. 10 એપ્રિલ 1917, બૉસ્ટન, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 8 જુલાઈ 1979, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : સંકીર્ણ કાર્બનિક સંયોજનોના સંશ્લેષણ માટે જાણીતા, 1965ના વર્ષના નોબેલ. અમેરિકન રસાયણવિદ. નાની ઉંમરેથી જ તેઓ રસાયણશાસ્ત્ર તરફ આકર્ષાયેલા. 1933માં 16 વર્ષની ઉંમરે તેઓ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં દાખલ થયા પણ ફ્રેશમૅન(પ્રથમ વર્ષ)માં…
વધુ વાંચો >