Chemistry
કૉર્નફોર્થ જ્હૉન વૉરકપ
કૉર્નફોર્થ, જ્હૉન વૉરકપ (જ. 7 સપ્ટેમ્બર 1917, સિડની, ઑસ્ટ્રેલિયા; અ. 8 ડિસેમ્બર 2013, સસેક્સ, ઇગ્લૅન્ડ) : નોબેલ પારિતોષિકના સહભાગી બ્રિટિશ રસાયણજ્ઞ. 1937માં તેમણે સિડની યુનિવર્સિટીમાંથી સ્નાતકની અને 1941માં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની પદવી મેળવી. એ જ અરસામાં રીશ હારાડેન્સ નામનાં વિદુષી સાથે લગ્ન કર્યાં. તેમની સાથે પ્રયોગશાળામાં સંશોધન-સહકાર્યકર્તા તરીકે રીશે સારી…
વધુ વાંચો >કૉર્નબર્ગ આર્થર
કૉર્નબર્ગ, આર્થર (જ. 3 માર્ચ 1918, બ્રુકલિન, ન્યૂયૉર્ક; અ. 26 ઑક્ટોબર 2007, પાલો અલ્ટો, કૅલિફૉર્નિયા) : જીવરસમાં થતા રાઇબોન્યૂક્લિઇક ઍસિડ (RNA) અને ડીઑક્સિ-રાઇબોન્યૂક્લિઇક ઍસિડ(DNA)ના સંશ્લેષણ અંગે કરેલ સંશોધન બદલ નોબેલ પારિતોષિકના સહભાગી વિજેતા જીવરસાયણવિજ્ઞાની. અમેરિકાના નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હેલ્થમાં 1942થી 1953 દરમિયાન કૉર્નબર્ગે મધ્યવર્તી (intermediary) ચયાપચય અને ઉત્સેચકોના ક્ષેત્રે થતાં…
વધુ વાંચો >કૉર્નબર્ગ, રોજર ડી.
કૉર્નબર્ગ, રોજર ડી. (Kornberg, Roger D.) (જ. 24 એપ્રિલ 1947, સેન્ટ લૂઇસ, મિસૂરી, યુ.એસ.) : અમેરિકન જૈવરસાયણવિદ અને 2006ના રસાયણવિજ્ઞાન માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. પિતા આર્થર કૉર્નબર્ગ અને માતા સિલ્વી(Sylvy) (બંને જૈવરસાયણવિદો)ના ત્રણ પુત્રોમાં તેઓ સૌથી મોટા હતા. સ્ટૅન્ફર્ડ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક એવા આર્થર કૉર્નબર્ગ તો 1959ના વર્ષના ફિઝિયૉલૉજી અથવા મેડિસિન…
વધુ વાંચો >કોલરોશ ફ્રીડરીશ વિલ્હેમ જ્યૉર્જ
કોલરોશ, ફ્રીડરીશ વિલ્હેમ જ્યૉર્જ (જ. 14 ઑક્ટોબર 1840, રિન્ટેન, જર્મની; અ. 17 જાન્યુઆરી 1910, મારબર્ગ) : વિદ્યુત વિભાજ્યોના એટલે કે દ્રાવણમાં આયનોના સ્થાનાન્તરણ દ્વારા વિદ્યુતનું વહન કરતા પદાર્થોના ગુણધર્મોનો અભ્યાસ કરી તેમની વર્તણૂક સમજાવનાર જર્મન વિજ્ઞાની. ગોટન્જન યુનિવર્સિટી અને ફ્રૅન્કફર્ટ ઑન મેઇનની સ્કૂલ ઑવ્ ટૅક્નૉલૉજીમાં ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક. 1875માં વુર્ઝબર્ગ યુનિવર્સિટીમાં…
વધુ વાંચો >કોલસીન
કોલસીન : ઇ. કોલી અને અન્ય કૉલિફૉર્મ વર્ગના જીવાણુ દ્વારા ઉત્પન્ન થતો જીવાણુઘાતક, ઝેરી પદાર્થ. રાસાયણિક ર્દષ્ટિએ તે સાદો અથવા સંયુક્ત નત્રલ (પ્રોટીન) પદાર્થ છે. એક જીવાણુ દ્વારા ઉત્પન્ન થતું કોલસીન તે જીવાણુના ગાઢ સંબંધી એટલે કે તે જીવાણુની સાથે સામ્ય ધરાવતા અન્ય જીવાણુનો નાશ કરે છે. કોલસીનના અણુઓ અન્ય…
વધુ વાંચો >કોલસો
કોલસો વનસ્પતિદ્રવ્યમાંથી તૈયાર થયેલો કાર્બનદ્રવ્યનો સ્તરબદ્ધ જથ્થો. કોલસો ઘનખનિજ બળતણ છે અને ગરમી તેમજ ઊર્જાપ્રાપ્તિ માટેનું સર્વસામાન્ય ઇંધન છે. આધુનિક સમયમાં યાંત્રિક સંચાલન માટે ઉપયોગમાં લેવાતા ઊર્જાસ્રોતો સૂર્યગરમી, પવન, ભરતીમોજાં, અણુશક્તિ, જળવિદ્યુત, કુદરતી વાયુ, ખનિજતેલ અને કોલસા પૈકી કોલસો ઓછી ઊંડાઈએથી વિપુલ પ્રમાણમાં મળી રહેતો હોવાને કારણે ઇંધન તરીકે તેને…
વધુ વાંચો >કોલાજન
કોલાજન : સ્ક્લેરોપ્રોટીન વિભાગમાંનું એક રેસાદાર પ્રોટીન. પ્રોટીનના સાદા પ્રોટીન, સંયુગ્મી, લાઇપોપ્રોટીન, ન્યુક્લિયૉપ્રોટીન, ફૉસ્ફોપ્રોટીન એવા વિભાગ પાડવામાં આવે છે. સાદા પ્રોટીનનું જળવિભાજન કરતાં માત્ર α-એમિનો ઍસિડ્ઝ મળે છે. સાદા પ્રોટીનને દ્રાવકતાના આધારે જુદા જુદા ઘટકો – ઍલ્બ્યુમિન્સ, ગ્લૉબ્યુલિન્સ, ગ્લુટેલિન્સ, પ્રૉલામાઇન્સ, ઍલ્બ્યુમિનોઇડ્ઝ (સ્ક્લેરોપ્રોટીન્સ), હિસ્ટોન્સ તથા પ્રૉટામાઇન્સમાં વહેંચવામાં આવ્યાં છે. સ્ક્લેરોપ્રોટીન્સ પ્રૉટોઝોઆ…
વધુ વાંચો >કૉલ્ચિકમ તથા કૉલ્ચિસીન
કૉલ્ચિકમ તથા કૉલ્ચિસીન : લીલીએસી કુટુંબની ઔષધીય વનસ્પતિ અને તેમાંથી નીકળતું ઔષધ. સૌપ્રથમ કાળા સમુદ્રના કૉલ્ચિસ બંદર નજીક ઊગેલી મળી આવી હોવાથી તેને કૉલ્ચિકમ નામ આપવામાં આવેલું. તેની યુરોપીય તથા ભારતીય બે ઉપજાતિઓ છે. યુરોપમાં કૉલ્ચિકમ ઑટમ્નેલ તથા ભારતમાં કૉલ્ચિકમ લ્યુટિયમ તરીકે મળે છે. આ વનસ્પતિનાં બીજ તથા ઘનકંદમાંથી કૉલ્ચિકમ…
વધુ વાંચો >કોહ્ન વૉલ્ટર
કોહ્ન વૉલ્ટર (Kohn Walter) (જ. 9 માર્ચ 1923, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 9 એપ્રિલ 2016, સાન્તા બાર્બરા, કૅલિફૉર્નિયા) : મૂળ ઑસ્ટ્રિયાના પણ અમેરિકામાં સ્થાયી થયેલા ભૌતિકવિદ અને 1998ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. 1946માં તેમણે યુનિવર્સિટી ઑવ્ ટૉરેન્ટો (ઑન્ટેરિયો, કૅનેડા)માંથી અનુસ્નાતક પદવી અને 1948માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી. પદવી પ્રાપ્ત…
વધુ વાંચો >કૌમારિન
કૌમારિન : ગિયાનામાં થતા ટૉન્કા (tonka) છોડમાંથી મળતું અને તાજા કાપેલા સૂકા ઘાસની વાસ ધરાવતું વિષમચક્રીય કાર્બનિક સંયોજન. તે એક લૅક્ટૉન છે. અણુસૂત્ર છે C9H6O2. તેને બેન્ઝોપાયરોન પણ કહે છે. તેનું બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે છે : સંશ્લેષિત રીતે તેને સેલિસીલિક આલ્ડિહાઇડ, સોડિયમ એસિટેટ અને એસેટિક એન્હાઇડ્રાઇટને ગરમ કરીને પણ…
વધુ વાંચો >