Chemistry
ઑક્સાઇડ
ઑક્સાઇડ : ઑક્સિજનનાં અન્ય તત્વ સાથેનાં દ્વિઅંગી (binary) સંયોજનો. સીધી કે આડકતરી રીતે હિલિયમ, નિયૉન અને આર્ગોન સિવાયનાં બધાં જ તત્વો ઑક્સાઇડ આપે છે. મોટાભાગની ધાતુઓના ઑક્સાઇડ આયનિક હોય છે; દા. ત., મૅગ્નેશિયમ ઑક્સાઇડ સોડિયમ કલૉરાઇડનું બંધારણ અપનાવે છે. અધાતુઓના તથા નિર્બળ ધાતુઓના ઑક્સાઇડ સહસંયોજક પ્રકારના હોય છે, જેમાં સ્વતંત્ર…
વધુ વાંચો >ઑક્સિજન (O)
ઑક્સિજન (O) : આવર્તક કોષ્ટકના 16મા (અગાઉ VI) સમૂહનું જીવનપોષક તથા ઉદ્યોગમાં ઉપયોગી ઋણવિદ્યુતીય તત્વ. કાર્લ વિલ્હેલ્મ શીલે નામના સ્વીડિશ રસાયણજ્ઞે 1772ના અરસામાં પોટૅશિયમ નાઇટ્રેટ તથા મર્ક્યુરી(II) ઑક્સાઇડને ગરમ કરીને સૌપ્રથમ ઑક્સિજન મેળવ્યો. અંગ્રેજ રસાયણજ્ઞ જૉસેફ પ્રિસ્ટલીએ મર્ક્યુરી(II) ઑક્સાઇડને ગરમ કરીને ઑક્સિજન મેળવ્યો અને આ શોધ 1774માં (શીલેથી પહેલાં) પ્રકાશિત…
વધુ વાંચો >ઑક્સિજન-વાહકો
ઑક્સિજન-વાહકો : જૈવિક પ્રક્રિયાઓમાં ઑક્સિજનનું વહન કરનાર સંકીર્ણ કાર્બનિક અણુઓ. ઑક્સિજન અણુ (O2) લિગેન્ડ તરીકે સંકીર્ણમાં જોડાય તેને ઑક્સિજનીકરણ કહે છે અને આ લિગેન્ડ ડાઈઑક્સિજન તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયા ઉપચયનથી ભિન્ન છે કારણ તેમાં ઑક્સિજન અણુ તેની અનન્યતા (identity) ગુમાવતો નથી. ફેફસાંમાં રક્તના હીમોગ્લોબિનમાંનું આયર્ન ઑક્સિજન સાથે પ્રતિવર્તી (reversible)…
વધુ વાંચો >ઑક્સિડેશન [એકમ પ્રક્રમ (unit process) તરીકે]
ઑક્સિડેશન [એકમ પ્રક્રમ (unit process) તરીકે] રાસાયણિક ઉદ્યોગમાં રસાયણોના સંશ્લેષણમાં વપરાતો અતિ ઉપયોગી પ્રક્રમ. આ પ્રક્રમોની સંખ્યા મોટી છે અને તેમના પ્રકાર તથા તેમની ચોખ્ખી અસરોમાં ઘણું વૈવિધ્ય છે. આ પ્રક્રમના અગત્યના પ્રકારો ઉદાહરણો સહિત નીચે પ્રમાણે છે : (1) વિહાઇડ્રોજનીકરણ (dehydration) પ્રાથમિક આલ્કોહૉલમાંથી આલ્ડિહાઇડ અને દ્વિતીયક આલ્કોહૉલમાંથી કિટોન મળે…
વધુ વાંચો >ઑક્સિડેશન આંક
ઑક્સિડેશન આંક : કોઈ તત્વ કે આયનની ઉપચયન સ્થિતિ કે અવસ્થા દર્શાવતો આંક. આ આંક નક્કી કરવા માટે તત્વનું પરમાણુ કેટલા ઇલેક્ટ્રૉન સ્વીકારે છે કે ગુમાવે છે તે બાબત ગણતરીમાં લેવામાં આવે છે. આ માટે પ્રત્યેક સંયોજનને આયનિક પ્રકારના બંધનથી નિર્મિત થયેલું માનવામાં આવતું હોઈ ઑક્સિડેશન આંકની વિભાવના કાલ્પનિક ગણી…
વધુ વાંચો >ઑક્સિડેશન રિડક્શન અનુમાપનો
ઑક્સિડેશન રિડક્શન અનુમાપનો : જુઓ રેડૉક્સ પ્રક્રિયાઓ.
વધુ વાંચો >ઑક્સોક્રોમ
ઑક્સોક્રોમ (auxochrome) : કાર્બનિક અણુઓમાં અબંધકારક ઇલેક્ટ્રૉન ધરાવતા પરમાણુ અથવા પરમાણુસમૂહો. OH, NO, NO2, NH2, Cl, OR1 વગેરેનો આમાં સમાવેશ કરી શકાય. આવા સમૂહને ક્રોમોફોર સાથે લગાડતાં શોષણપટ લાંબી તરંગલંબાઈ તરફ ખસે છે અને શોષણપટની તીવ્રતામાં પણ વધારો થાય છે. એકલા ઑક્સોક્રોમથી આ ફેરફાર શક્ય નથી. આ પ્રકારના સમૂહો અબંધકારક…
વધુ વાંચો >ઑક્સોનિયમ આયન
ઑક્સોનિયમ આયન : કેન્દ્રસ્થ ઑક્સિજન પરમાણુ ધરાવતો ધનાયન. હાઇડ્રૉક્સોનિયમ આયન (અથવા H3O+) સરળમાં સરળ ઑક્સોનિયમ આયન છે અને ઍસિડના જલીય દ્રાવણમાં તે હાજર હોય છે. આ આયનયુક્ત ધન ક્ષારો મેળવી શકાય છે. કેટલાંક પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહૉલનું નિર્જલીકરણ (dehydration) સમજાવવા માટે વ્હિટમોરે આલ્કોહૉલમાંથી પ્રોટોની-કરણ(protonation)માં ઑક્સોનિયમ આયનના નિર્માણની કલ્પના કરી હતી.…
વધુ વાંચો >ઑક્સો-પ્રવિધિ
ઑક્સો-પ્રવિધિ (Oxo process) : ઑલિફિન (olefin) હાઇડ્રૉકાર્બનમાંથી આલ્ડિહાઇડ, આલ્કોહૉલ અને અન્ય ઑક્સિજનકૃત (oxygenated) કાર્બનિક સંયોજનોના ઉત્પાદન માટેની એક વિધિ. આમાં ઑલિફિન હાઇડ્રૉકાર્બન(આલ્કિન)ની બાષ્પને કાર્બન મૉનૉક્સાઇડ અને હાઇડ્રોજનની હાજરીમાં કોબાલ્ટ ઉદ્દીપકો પરથી પસાર કરવામાં આવે છે. આ પ્રવિધિ દ્વિતીય વિશ્વયુદ્ધના અરસામાં (1938માં) રોલેન (Roelen) દ્વારા જર્મનીમાં શોધાઈ હતી અને સંક્રમણ (transition)…
વધુ વાંચો >ઓઝા, ત્ર્યંબકલાલ મ.
ઓઝા, ત્ર્યંબકલાલ મ. (જ. 1907, ધ્રાંગધ્રા; અ. ) : રસાયણશાસ્ત્રના ગુજરાતના અગ્રણી અધ્યાપક તથા સંશોધક. સામાન્ય કુટુંબમાં જન્મ. મેટ્રિક સુધી વતનમાં અભ્યાસ કરી ગુજરાત કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે જોડાયા. ત્યાંથી સ્નાતક, અનુસ્નાતક અને ડૉક્ટરેટની ઉપાધિ (અકાર્બનિક રસાયણ) મેળવીને તે જ કૉલેજમાં 1937થી ડેમોન્સ્ટ્રેટર તરીકે જોડાયા. સરકારી નોકરીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરીને…
વધુ વાંચો >