Chemistry
એમોનિયમ ક્લોરાઇડ
એમોનિયમ ક્લોરાઇડ : જુઓ એમોનિયા.
વધુ વાંચો >એમોનિયમ નાઇટ્રેટ
એમોનિયમ નાઇટ્રેટ : જુઓ એમોનિયા.
વધુ વાંચો >એમોનિયમ સલ્ફેટ
એમોનિયમ સલ્ફેટ : જુઓ એમોનિયા.
વધુ વાંચો >એમોનિયા (NH3)
એમોનિયા (NH3) : નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું બનેલું પાયાનું ઔદ્યોગિક રસાયણ. સંજ્ઞા NH3. ઇજિપ્તના એક પૌરાણિક દેવ એમોન (Amon) ઉપરથી આ નામ પડ્યું છે. મધ્યયુગમાં પાદરીઓ પ્રાણીનાં શિંગડાં તથા ખરી જેવા નાઇટ્રોજનયુક્ત કચરાનું નિસ્યંદન કરી આ વાયુ બનાવતા હતા. ગેબરે મૂત્ર અને મીઠાને ગરમ કરી એમોનિયમ ક્લોરાઇડ બનાવવાની રીત વર્ણવી છે.…
વધુ વાંચો >એરેકોલાઇન
એરેકોલાઇન (arecoline) : સોપારી(Areca catechu L)માંથી મળી આવતું એક આલ્કેલૉઇડ. તૈલી પ્રવાહી; ઉ. બિ. 209o સે., pH 6.84; 1.4302; વિ. ઘ. 1.0495; પ્રકાશ ક્રિયાશીલ; પાણી, આલ્કોહૉલ, ઇથર ક્લૉરોફૉર્મમાં દ્રાવ્ય; હાઇડ્રૉક્લોરાઇડનું ગ. વિ. 153; શરીર પર એસેટાઇલ કોલીન જેવી અસર (દા. ત., મોંમાં લાળનો વધારો). કૃમિનાશક ગુણો. ઔષધ તરીકે ઉપયોગી નથી.…
વધુ વાંચો >ઍરોમેટિક લાક્ષણિકતા
ઍરોમેટિક લાક્ષણિકતા (Aromaticity) : કાર્બનિક અણુઓમાં સ્થાયી ઇલેક્ટ્રૉન કવચ સંરચના. સમતલીય એકચક્રીય કાર્બનિક અણુઓના અભ્યાસ દ્વારા હ્યુકલે (Huckel) સૂચવ્યું કે જે સમતલીય ચક્રીય રચનાઓ (4n + 2) π-ઇલેક્ટ્રૉન (n = 0, 1, 2, 3, …….) ધરાવતી હોય તથા બેન્ઝિન માફક ઇલેક્ટ્રૉનના પૂર્ણ કક્ષકો (closed shell) ધરાવતી હોય તેમનામાં નોંધપાત્ર સંસ્પંદન/વિસ્થાનીકરણ…
વધુ વાંચો >ઍરોમેટિક સંયોજનો
ઍરોમેટિક સંયોજનો : ઍરોમેટિક લાક્ષણિકતા (aromaticity) દર્શાવતાં ચક્રીય કાર્બનિક સંયોજનો. ઍરોમેટિક સંયોજનોમાંનું સાદામાં સાદું સંયોજન બેન્ઝિન હોઈ બેન્ઝિનનું માળખું ધરાવનાર સંયોજનોને ઍરોમેટિક સંયોજનો ગણવામાં આવે છે. આ શાખાના અભ્યાસની શરૂઆત તેનાથી થઈ હતી. આથી ઍરોમેટિસિટી એટલે બેન્ઝિનના ગુણધર્મોનો સરવાળો એમ સાદી ભાષામાં કહી શકાય. આ ઉપરાંત બેન્ઝિનનું માળખું નહિ ધરાવનાર…
વધુ વાંચો >એરોસૉલ
એરોસૉલ (aerosol) : પ્રવાહી અથવા ઘન કણોનું (0.15 થી 5 m કદ) વાયુમાં સ્થાયી નિલંબન (suspension). એરોસૉલ શબ્દપ્રયોગ આવા નિલંબનનો છંટકાવ કરી શકે તેવા પાત્ર (package) માટે પણ વપરાય છે. ધુમ્મસ, ધુમાડો વગેરે કુદરતી એરોસૉલનાં ઉદાહરણો છે. વાતાવરણને અતિવિશાળ એરોસૉલ ગણી શકાય. વાલ્વ દબાવતાં જ વિવિધ પ્રકારના પદાર્થનો એરોસૉલ છંટકાવ…
વધુ વાંચો >એલિઝરિન
એલિઝરિન (alizarin) : મજીઠના મૂળમાંથી (madder root, Rubia cordifolia L. Rubia tinctorum L) મેળવાતો એક રંગક. ભારત, લંકા, ઈરાન, ઇજિપ્ત અને એશિયા માઇનોરમાં આનું વાવેતર કરાતું હતું અને ટર્કી રેડ પદ્ધતિ વડે આ રંગકથી કાપડ રંગવામાં આવતું હતું. મૂળમાં એલિઝરિન ગ્લુકોસાઇડ (રૂબેરિથ્રિક ઍસિડ C26H28O14) તરીકે પર્પ્યુરિન નામના બીજા રંગક સાથે…
વધુ વાંચો >એલિફેટિક સંયોજનો
એલિફેટિક સંયોજનો : સરળ રેખીય અથવા શૃંખલાયુક્ત કાર્બનિક સંયોજનો. આ વર્ગમાં હાઇડ્રોકાર્બન સંયોજનો આલ્કેન (C − C એકબંધ); આલ્કીન (C = C દ્વિબંધ) અને આલ્કાઇન (C ≡ C ત્રિબંધ) સમાવેશ થાય છે. હાઇડ્રોજન પરમાણુની જગ્યાએ −OH, −COOH, −NH2, NO2, −X, −COOR, −OR, −SH વગેરે ક્રિયાત્મક (functional) સમૂહો મૂકવાથી અનુક્રમે આલ્કોહૉલ,…
વધુ વાંચો >