Chemistry

એન્થ્રેસીન ગ્લાયકોસાઇડ સંયોજનો

એન્થ્રેસીન ગ્લાયકોસાઇડ સંયોજનો : વનસ્પતિજ પેદાશોમાં મળી આવતાં રેચક ગુણો ધરાવતાં સંયોજનો. આ સંયોજનો એન્થ્રાક્વિનોન ગ્લાયકોસાઇડ્ઝ તરીકે કે એન્થ્રેસીનોસાઇડ્ઝ તરીકે પણ ઓળખાય છે. મીંઢીઆવળ (Cassia angustitolia vahl), (Cascara sagrada), રેવંચીની (Rheum pahmatum Lin) કુંવારપાઠું (Aloe barbadensis mill) તથા તેમાંથી મળતો એળિયો (aloe) વગેરેમાં આ સંયોજનો મળે છે. તેમનું જલવિઘટન કરતાં…

વધુ વાંચો >

એન્ફિન્સેન, ક્રિશ્ચિયન બી.

એન્ફિન્સેન, ક્રિશ્ચિયન બી. (જ. 26 માર્ચ 1916, મોનેસીન, પેન્સિલવેનિયા, યુ.એસ.; અ. 14 મે 1995, રેડૉક્સટાઉન, યુ.એસ.) : સ્ટેન્ફર્ડ મૂર અને વિલિયમ એચ. સ્ટેઇન સાથે 1972માં સહિયારું નોબેલ પારિતોષિક મેળવનાર પ્રસિદ્ધ અમેરિકન જીવરસાયણવિદ. પ્રોટીનના આણ્વીય બંધારણ અને જૈવિક કાર્યો વચ્ચેના સંબંધના અભ્યાસ માટે તેમને આ પારિતોષિક મળેલું. અર્ધો ભાગ એન્ફિન્સેન અને…

વધુ વાંચો >

એબીટિક ઍસિડ (એબીટિનિક ઍસિડ/સીલિક ઍસિડ)

એબીટિક ઍસિડ (એબીટિનિક ઍસિડ/સીલિક ઍસિડ) : રૉઝિન(રાળ, રાજન, rosin)નો મુખ્ય સક્રિય સંઘટક. સૂત્ર C19H29COOH. તે કાર્બનિક સંયોજનોના ડાઇટર્પીન સમૂહનું ત્રિચક્રીય (tricyclic) સંયોજન છે. રૉઝિનમાં તે અન્ય રેઝિન ઍસિડો સાથે મળી આવે છે. આથી કેટલીક વાર આ મિશ્રણને પણ એબીટિક ઍસિડ તરીકે ઓળખવામાં આવે છે. કોનિફેરસ વૃક્ષોમાંથી મળતા નિ:સ્રાવ-(exudate)માંથી ટર્પેન્ટાઇન જેવા…

વધુ વાંચો >

એમ. આઇ. બી. કે.

એમ. આઇ. બી. કે. (મિથાઇલ આઇસો બ્યૂટાઇલ કીટોન, MIBK) : શાસ્ત્રીય નામ : 4-મિથાઇલ-2-પેન્ટેનોન. સૂત્ર CH3CO CH2 – CH(CH3)2. ઉદ્યોગમાં એસેટોનમાંથી તેનું નિર્માણ નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ અનુસાર કરવામાં આવે છે.   તે રંગવિહીન, આછી કીટોન જેવી કે કપૂર જેવી સુવાસવાળું પાણીમાં અલ્પદ્રાવ્ય (1.91 %) પ્રવાહી છે. ઉ.બિં. 117o – 118o…

વધુ વાંચો >

એમાઇડ સંયોજનો

એમાઇડ સંયોજનો (amides) : એમોનિયા કે એમાઇનના એક કે વધુ હાઇડ્રોજનનું RCO અથવા RSO2 જેવા એસાઇલ સમૂહો વડે વિસ્થાપન કરવાથી મળતાં કાર્બનિક સંયોજનો. તે પ્રાથમિક RCONH2, દ્વિતીયક (RCO)2NH કે તૃતીયક પ્રકારનો હોઈ શકે. દ્વિતીયક એમાઇડ ઇમાઇડ તરીકે ઓળખાય છે. તૃતીયક એમાઇડ જાણીતાં નથી. એમાઇડ (1) અનુરૂપ ઍસિડના એમોનિયમ ક્ષારને ગરમ…

વધુ વાંચો >

એમાઇન્સ

એમાઇન્સ : જુઓ કાર્બનાઇટ્રોજન સંયોજનો.

વધુ વાંચો >

એમાઇલ આલ્કોહૉલ

એમાઇલ આલ્કોહૉલ : C5H11OH સૂત્ર ધરાવતા આઠ સમઘટકીય આલ્કોહૉલમાંનો ગમે તે એક. ઉદ્યોગનો એમાઇલ આલ્કોહૉલ ફ્યુઝેલ ઑઇલ(સ્ટાર્ચ અને શર્કરાના આથવણની ઉપપેદાશ)ના નિષ્યંદનથી મેળવાય છે. એમાં 13 % – 60 % દ્વિતીયક એમાઇલ આલ્કોહૉલ તથા પ્રકાશક્રિયાશીલ એમાઇલ આલ્કોહૉલ હોય છે. ઉ.બિં. 128o – 132o સે. એમાઇલમ એટલે સ્ટાર્ચ ઉપરથી એમાઇલ નામ…

વધુ વાંચો >

એમાલ્ગમ (સંરસ)

એમાલ્ગમ (સંરસ) : એક અથવા વધુ ધાતુઓ સાથેની પારાની મિશ્ર ધાતુ. પ્રવાહી એમોનિયા સાથે પણ પારો સંરસ આપે છે. પ્લિનીએ પ્રથમ સૈકામાં તેનો ઉલ્લેખ કરેલો છે. સિલ્વર, ગોલ્ડ અને પેલેડિયમના સંરસ કુદરતમાં મુક્ત અવસ્થામાં મળી આવે છે. સિલ્વરની સંરસ મોસ્કેલૅન્ડસબર્ગાઇટ જર્મની (મોસ્કેલેન્ડબર્ગ), સ્વીડન (સાલા) અને ફ્રાન્સ(ઇસેર)માં; ગોલ્ડની સંરસ કૅલિફૉર્નિયા, કોલંબિયા…

વધુ વાંચો >

એમિનેશન

એમિનેશન : એમાઇન્સ બનાવવાની એકમ પ્રવિધિ. એમાઇન્સને એમોનિયા(NH3)નાં વ્યુત્પન્નો ગણી શકાય; જેમાં NH3ના એક, બે અથવા ત્રણ હાઇડ્રોજન પરમાણુઓનું આલ્કાઇલ, એરાઇલ, સાઇક્લોઆલ્કાઇલ કે વિષમ ચક્રીય સમૂહ વડે વિસ્થાપન થયેલું હોય. આ સંયોજનો રંગકો, વર્ણકો, ઔષધો, પ્રક્ષાલકો, પ્લાસ્ટિક અને રૉકેટ-ઇંધનો તરીકે તેમજ ઘણાં અગત્યનાં રસાયણોના મધ્યસ્થી તરીકે ઉપયોગી છે. C−N બંધયુક્ત…

વધુ વાંચો >

ઍમિનો બેન્ઝોઇક ઍસિડ, પેરા (PABA)

ઍમિનો બેન્ઝોઇક ઍસિડ, પેરા (PABA) : કેટલાક પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ માટેનો જરૂરી વૃદ્ધિઘટક. સૂત્ર : p-H2NC6H4COOH. ગ.બિં. 186o. સલ્ફાનિલ એમાઇડ (સલ્ફા ઔષધોનો પાયાનો એકમ) અને PABAના અણુઓ વચ્ચે બંધારણીય સામ્ય છે. સૂક્ષ્મ જીવાણુઓ પોતાને જરૂરી ફૉલિક ઍસિડ PABAમાંથી બનાવી લે છે. સલ્ફાનિલ એમાઇડ અને PABA વચ્ચેના સામ્યને કારણે સૂક્ષ્મ જીવાણુઓ…

વધુ વાંચો >