Chemistry
સેંગર માર્ગારેટ (લૂઇઝી)
સેંગર, માર્ગારેટ (લૂઇઝી) (જ. 1883, કૉર્નિગ, ન્યૂયૉર્ક સિટી; અ. 1966) : અમેરિકાનાં નામી સમાજસુધારક અને સંતતિ-નિયમન આંદોલનનાં સ્થાપક. તેમણે ક્લૅવરૅક કૉલેજ ખાતે શિક્ષણ લીધું અને પછી તાલીમ-પ્રાપ્ત નર્સ બન્યાં હતાં. ન્યૂયૉર્ક શહેરના ગરીબીવાળા વિસ્તારોમાં બાળમરણનું તથા પ્રસૂતિ પછી માતાઓનાં મરણનું ઊંચું પ્રમાણ જોઈને તેઓ ચોંકી ઊઠ્યાં અને તેથી તેમણે 1914માં…
વધુ વાંચો >સોડિયમ
સોડિયમ : આવર્તક કોષ્ટકના 1લા (અગાઉના IA) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Na. રોજિંદા વપરાશમાં લેવાતું સામાન્ય મીઠું (common salt) એ સોડિયમનો ક્લોરાઇડ ક્ષાર છે. 1807માં (સર) હમ્ફ્રી ડેવીએ 29 વર્ષની વયે પીગળેલા કૉસ્ટિક પોટાશ(KOH, પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડ)ના વિદ્યુતવિભાજનથી પોટૅશિયમ ધાતુ મેળવી તેના થોડા દિવસો પછી તેમણે પીગળેલા કૉસ્ટિક સોડા(NaOH)ના વિદ્યુતવિભાજન દ્વારા…
વધુ વાંચો >સોડિયમ અને સોડિયમ સંતુલન (આયુર્વિજ્ઞાન) :
સોડિયમ અને સોડિયમ સંતુલન (આયુર્વિજ્ઞાન) : શરીરમાં સોડિયમની આવક, સંગ્રહ, ઉત્સર્ગના નિયમન દ્વારા શારીરિક પ્રવાહીઓમાં તેનાં સ્તર તથા સાંદ્રતાની જાળવણી રાખવી તે. તેનું સાંકેતિક ચિહન Na છે. તે તત્વોની આવર્તન-સારણીમાં 11મો ક્રમાંક ધરાવે છે અને તેને આલ્કલી ધાતુ (ક્ષારદ) (alkali metal) રૂપે વર્ગીકૃત કરાય છે. ‘સોડા’ તરીકે જાણીતાં રસાયણો(દા.ત., કૉસ્ટિક…
વધુ વાંચો >સોડિયમ આલ્જિનેટ
સોડિયમ આલ્જિનેટ : જુઓ સમુદ્રરસાયણો.
વધુ વાંચો >સોડિયમ કાર્બોનેટ :
સોડિયમ કાર્બોનેટ : કાર્બોનિક ઍસિડ[કાર્બન ડાયૉક્સાઇડના જલીય દ્રાવણ(H2CO3)]નો ક્ષાર અને ઉદ્યોગોમાં વપરાતો અગત્યનો આલ્કલી. નિર્જળ (anhydrous) (Na2CO3) (સોડા ઍશ અથવા સાલ સોડા), મૉનોહાઇડ્રેટ (Na2CO3·H2O) અને ડેકાહાઇડ્રેટ (Na2CO3·10H2O) (ધોવાનો સોડા) એમ ત્રણ સ્વરૂપે તે મળે છે. ઉપસ્થિતિ (occurrence) : કુદરતી રીતે તે નીચેના નિક્ષેપોમાં મળી આવે છે : ટ્રોના (trona) :…
વધુ વાંચો >સોડિયમ ક્લોરાઇડ
સોડિયમ ક્લોરાઇડ : સોડિયમ અને ક્લોરિનનું લાક્ષણિક (archetypal) આયનિક સંયોજન. સામાન્ય મીઠાનું અથવા મેજ-મીઠા(table salt)નું તે શુદ્ધ સ્વરૂપ છે. રાસાયણિક સૂત્ર NaCl. કુદરતમાં તે સૈંધવ (rock salt) અથવા હેલાઇટ (halite) ખનિજ તરીકે તેમજ ક્ષારીય જળ (brine waters) તથા દરિયાના પાણીમાં મળી આવે છે. દરિયાના પાણીમાં NaClનું પ્રમાણ લગભગ 2.6 %…
વધુ વાંચો >સોડિયમ થાયૉસલ્ફેટ
સોડિયમ થાયૉસલ્ફેટ : રંગવિહીન ભેજસ્રાવી (efflorescent) સ્ફટિકમય ઘન પદાર્થ. સૂત્ર : Na2S2O3·5H2O. સાપેક્ષ ઘનતા : 1.73. ગ.બિં. 42° સે. ભેજવાળી હવામાં તે પ્રસ્વેદ્ય (deliquescent) છે, જ્યારે શુષ્ક હવામાં 33° સે. તાપમાને તે ભેજસ્રાવી હોઈ સ્ફટિકજળ ગુમાવે છે. તે પાણીમાં તથા ટર્પેન્ટાઇન તેલમાં દ્રાવ્ય છે જ્યારે ઇથેનોલમાં અદ્રાવ્ય છે. ઊકળતા સોડિયમ…
વધુ વાંચો >સોડિયમ નાઇટ્રાઇટ
સોડિયમ નાઇટ્રાઇટ : સોડિયમનો સફેદ અથવા આછો પીળાશ પડતો ક્ષાર. સૂત્ર NaNO2. સોડિયમ નાઇટ્રેટના લગભગ 500° સે. તાપમાને ઉષ્મીય વિભંજનથી તે ઉત્પન્ન થાય છે : આ ઉપરાંત નાઇટ્રિક ઑક્સાઇડ(NO)ની સોડિયમ હાઇડ્રૉક્સાઇડ સાથેની પ્રક્રિયાથી પણ તે મળે છે : 4NO + 2NaOH → 2NaNO2 + N2O + H2O વ્યાપારી ધોરણે તેનું…
વધુ વાંચો >સોડિયમ-પોટૅશિયમ પંપ (Sodium-Potassium Pump)
સોડિયમ-પોટૅશિયમ પંપ (Sodium-Potassium Pump) : ઉચ્ચ કોટિનાં પ્રાણીઓના ઘણા (સંભવત: બધાં જ) કોષોમાં જોવા મળતી એવી ક્રિયાવિધિ કે જે પોટૅશિયમ આયનો(K+)ની આંતરિક (અંત:સ્થ, internal) સાંદ્રતા આસપાસના માધ્યમ [લોહી, શરીરદ્રવ (body fluid), પાણી] કરતાં ઊંચી જ્યારે સોડિયમ આયનો(Na+)ની સાંદ્રતા આસપાસના માધ્યમ કરતાં નીચી જાળવી રાખે છે. આ પંપ કોષ-પટલ (cell membrane)…
વધુ વાંચો >