Botany
ઍન્ટિરહીનમ
ઍન્ટિરહીનમ : જુઓ શ્વાનમુખી
વધુ વાંચો >એન્ડેમિઝમ
એન્ડેમિઝમ (Endemism વતનીયતા) : જુઓ સ્થાનીયતા.
વધુ વાંચો >એન્ડ્રિયેલિસ
એન્ડ્રિયેલિસ : વનસ્પતિઓના દ્વિઅંગી વિભાગનું એક ગોત્ર. આ ગોત્ર એક જ કુળ એન્ડ્રિયેસીમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. એન્ડ્રિયેસી કુળ એન્ડ્રિયા, એક્રોસ્કિસ્મા અને ન્યૂરોલોમા નામની ત્રણ પ્રજાતિઓ ધરાવે છે. આ ગોત્રનું વિતરણ ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ અને ઉચ્ચપર્વતીય (alpine) પ્રદેશોમાં થયેલું છે. તે દ્વિઅંગીના ઉપવર્ગો સ્ફેગ્નિડી અને બ્રાયિડીનાં મધ્યવર્તી લક્ષણો ધરાવે…
વધુ વાંચો >એન્થુરિયમ
એન્થુરિયમ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલી એરેસી કુળની એક પ્રજાતિ. જળશૃંખલા, સૂરણ, અળવી, એરીસીમા વગેરે તેના સહસભ્યો છે. તેની સંકરિત જાતિઓ આકર્ષક હોય છે. Anthurium crystallinum Lind. & Andre; A. veitchii Mast., A. magnificum Lind.ના લાંબા પર્ણદંડ ઉપર ઢાલાકાર ઝૂકેલાં, લીલા રંગનાં કે તેની જુદી જુદી ઝાંયનાં પર્ણો આવેલાં હોય…
વધુ વાંચો >એન્થોસીરોટી
એન્થોસીરોટી (એન્થોસીરોટોપ્સીડા) : દ્વિઅંગી વિભાગની વનસ્પતિઓનો એક નાનો વર્ગ. આ વનસ્પતિઓનો જન્યુજનક (gametophyte) પૃષ્ઠવક્ષીય (dorsiventral), ખંડમય (lobed) અને સરળ સુકાય ધરાવે છે. સુકાયની આંતરિક રચનામાં પેશી-વિભેદન (tissue-differentiation) જોવા મળતું નથી. મૂલાંગો લીસી દીવાલવાળાં હોય છે અને વક્ષીય શલ્કો (scales) હોતા નથી. સુકાયની રચનામાં વાયુકોટરો (air chambers) કે વાયુછિદ્રો (air pores)…
વધુ વાંચો >એન્થ્રેસીન ગ્લાયકોસાઇડ સંયોજનો
એન્થ્રેસીન ગ્લાયકોસાઇડ સંયોજનો : વનસ્પતિજ પેદાશોમાં મળી આવતાં રેચક ગુણો ધરાવતાં સંયોજનો. આ સંયોજનો એન્થ્રાક્વિનોન ગ્લાયકોસાઇડ્ઝ તરીકે કે એન્થ્રેસીનોસાઇડ્ઝ તરીકે પણ ઓળખાય છે. મીંઢીઆવળ (Cassia angustitolia vahl), (Cascara sagrada), રેવંચીની (Rheum pahmatum Lin) કુંવારપાઠું (Aloe barbadensis mill) તથા તેમાંથી મળતો એળિયો (aloe) વગેરેમાં આ સંયોજનો મળે છે. તેમનું જલવિઘટન કરતાં…
વધુ વાંચો >એન્યુપ્લોઇડી
એન્યુપ્લોઇડી (કુગુણિતતા) : સજીવનાં દ્વિગુણિત રંગસૂત્રોમાં એક કે તેથી વધારે રંગસૂત્રોનો વધારો કે ઘટાડો. આવું રંગસૂત્રીય બંધારણ ધરાવતા સજીવને કુગુણિત (aneuploid) કહે છે. કુગુણિતતાના બે પ્રકાર છે : (1) અતિગુણિતતા (hyperploidy) અને (2) અવગુણિતતા (hypoploidy). સજીવના દ્વિગુણિત રંગસૂત્રસંકુલમાં એક કે તેથી વધારે રંગસૂત્રોના વધારાને અતિગુણિતતા કહે છે. અતિગુણિતતા એકાધિસૂત્રતા (trisomy),…
વધુ વાંચો >એપિયેસી
એપિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિ પ્રમાણે તેને ઉપવર્ગ-મુક્તદલા (Polypetalae), શ્રેણી-વજ્રપુષ્પી (Calyciflorae) અને ગોત્ર-એપિયેલિસમાં મૂકવામાં આવે છે. આ કુળનું જૂનું નામ અમ્બેલીફેરી હતું, પરંતુ અગ્રિમતાના નિયમને આધારે Apium પ્રજાતિ ઉપરથી આ કુળનું નામ એપિયેસી રાખવામાં આવ્યું છે. આ કુળમાં લગભગ 200 પ્રજાતિઓ અને 2,900 જેટલી…
વધુ વાંચો >એપિસ્ટેસિસ
એપિસ્ટેસિસ (પ્રબળતા) : રંગસૂત્રોની અલગ અલગ જોડ ઉપર આવેલાં જનીનોની આંતરક્રિયાને પરિણામે સજીવના નિશ્ચિત લક્ષણપ્રરૂપ (phenotype) પર થતી અસર. તેની પ્રભાવિતા(dominance)ને કારણે વિષમયુગ્મી (heterozygous) સજીવમાં પ્રચ્છન્ન (recessive) વૈકલ્પિક જનીન(allele)નું લક્ષણ અભિવ્યક્ત થતું નથી. કેટલીક વાર બે અવૈકલ્પિક જનીનો (non-allelic genes) સજીવના નિશ્ચિત લક્ષણપ્રરૂપ પર અસર કરે છે. આવા કિસ્સાઓમાં એક…
વધુ વાંચો >એપોનોજેટોન
એપોનોજેટોન : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા કુળ એપોનોજેટોનેસીની એક જલીય પ્રજાતિ. તેનું વિતરણ આફ્રિકા, માલાગાસી, ઉષ્ણકટિબંધીય એશિયા અને ઑસ્ટ્રેલિયામાં થયેલું છે. ભારતમાં તેની પાંચ જાતિઓ નોંધાઈ છે. વિશ્વભરમાં તેની લગભગ 22 જેટલી જાતિઓ થાય છે. Aponogeton natans (Linn.) Engl. & Krause syn. A. monostachyon Linn. f. (હિં. ઘેચુ, મલ. પાર્વાકિઝેન્ગુ,…
વધુ વાંચો >