Ayurveda

ચરક-સંહિતા

ચરક-સંહિતા : આયુર્વેદનો આયુર્વેદાચાર્ય ચરક દ્વારા નવસંપાદિત પ્રસિદ્ધ ગ્રંથ. ભારતમાં આયુર્વેદિક જ્ઞાનના આદિપ્રવર્તક કે ‘વૈદકના પિતા’ તરીકે મહર્ષિ ભરદ્વાજ ગણાય છે. તેમના જ્ઞાનનો વારસો પુનર્વસુ આત્રેય અને ધન્વન્તરિને મળેલો. પુનર્વસુ આત્રેયના પટ્ટશિષ્ય તે અગ્નિવેશ, જેણે ગુરુના મુખેથી પ્રાપ્ત જ્ઞાનને લિપિબદ્ધ કરી ‘અગ્નિવેશ તંત્ર’ નામે સંહિતા લખી. કેટલાંક વર્ષો પછી આચાર્ય…

વધુ વાંચો >

ચવક

ચવક : આયુર્વેદિક ઔષધિ. સં. चविका, चव्य; હિં. चवक; લૅ. Piper chaba. ચવકમાં પીપરીમૂળ જેવા કફવાત-દોષશામક, પિત્તવર્ધક, દીપન, પાચન, વાતાનુલોમન, યકૃદુત્તેજક, કૃમિઘ્ન તથા હરસનાશક જેવા ખાસ ગુણ છે. તે અરુચિ, અગ્નિમાંદ્ય, અજીર્ણ, ઝાડા, ઉદરરોગ, કિડની(વૃક્ક)ના રોગો, ઉધરસ, શ્વાસ, જૂની શરદી, જળોદર, ઊલટી, કફજ પ્રમેહ, મેદરોગ, સંગ્રહણી, ક્ષય તથા મદ્યવિકારને મટાડે…

વધુ વાંચો >

ચંદનબલાલાક્ષાદિ તૈલ

ચંદનબલાલાક્ષાદિ તૈલ : આયુર્વેદિક ઔષધ. રક્તચંદન, બલા (ખરેટી) મૂળ, લાખ તથા ખસ – આ દરેક દ્રવ્ય 16–16 ભાગ લઈ તેનો જવકૂટ ભૂકો કરી, તેમાં 256 ગણું પાણી ઉમેરી, તેનો ચોથા ભાગે શેષ રહે તેવો (64 ભાગ રહે તેવો) ઉકાળો કરી ગાળી લેવામાં આવે છે. પછી 32 ભાગ તલનું તેલ લઈ,…

વધુ વાંચો >

ચંદ્રકલા રસ

ચંદ્રકલા રસ : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ પારો, તામ્ર ભસ્મ અને અભ્રક ભસ્મ 10-10 ગ્રામ તથા શુદ્ધ ગંધક 20 ગ્રામ લઈ, તે બધાંને ખરલમાં સાથે લઈ, સારી રીતે ઘૂંટીને કજ્જલી કરવામાં આવે છે. પછી તેને નાગરમોથ, દાડમ, દૂર્વા, કેતકી, સહદેવી (ઉપલસરી), કુંવાર, પિત્તપાપડો મરવો અને શતાવરીના રસની વારાફરતી ભાવના આપી, દવા…

વધુ વાંચો >

ચંદ્રપ્રભા વટી

ચંદ્રપ્રભા વટી : આયુર્વેદિક ઔષધિ. પાઠ તથા નિર્માણ : કપૂર, વજ, મોથ, કરિયાતું, ગળો, દેવદાર, હળદર, અતિવિષ, દારુહળદર, ગંઠોડાં, ચિત્રક, ધાણા, હરડે, બહેડાં, આમળાં, ચવક, વાવડિંગ, ગજપીપર, સૂંઠ, મરી, લીંડીપીપર, સુવર્ણ માક્ષિકભસ્મ, જવખાર, સાજીખાર, સિંધાલૂણ, સંચળ અને બીડલૂણ – આ દરેક 1-1 ભાગ લેવામાં આવે છે. નસોતર, દંતીમૂળ, તમાલપત્ર, કાગદી…

વધુ વાંચો >

ચંદ્રામૃત રસ

ચંદ્રામૃત રસ : આયુર્વેદિક ઔષધિ. પાઠ તથા નિર્માણ : સૂંઠ, મરી, લીંડી પીપર, હરડે, બહેડાં, આમળાં, ચવક, ધાણા, જીરું અને સિંધવ આ 10 વસ્તુઓ 10-10 ગ્રામ લઈ, તેનું ચૂર્ણ કરી, ખરલમાં મૂકી, તેમાં બકરીનું દૂધ નાંખતા જઈ 6 કલાક ખરલ કરવામાં આવે છે. તે પછી તેમાં શુદ્ધ પારો, શુદ્ધ ગંધક…

વધુ વાંચો >

(પૂર્ણ) ચંદ્રોદય રસ (મકરધ્વજ)

(પૂર્ણ) ચંદ્રોદય રસ (મકરધ્વજ) : આયુર્વેદિક ઔષધિ. નિર્માણ : બીરબહૂટી અને 7 ઉપવિષોથી બુભુક્ષિત કરેલ પારો 80 ગ્રામ, સોનાનાં વરક 10 ગ્રામ અને શુદ્ધ ગંધક 160 ગ્રામ લેવા. પ્રથમ પારો અને સોનાના વરખ એકત્ર કરી 3 દિવસ લીંબુના રસમાં તેમનું ખરલ કરવામાં આવે છે. રોજ સવારમાં તેમાં 10-10 ગ્રામ સિંધવચૂર્ણ…

વધુ વાંચો >

ચંદ્રોદય વટી (મકરધ્વજ વટી)

ચંદ્રોદય વટી (મકરધ્વજ વટી) : આયુર્વેદીય ઔષધ. પાઠ 1 : ચંદ્રોદય રસ 40 ગ્રામ, ભીમસેની કપૂર 40 ગ્રામ પ્રથમ ખરલમાં ખૂબ લઢી લઈ, બારીક કરી લઈ, પછી તેમાં જાયફળ, સમુદ્રશોષ(વરધારા)નાં બી, લવિંગ અને કસ્તૂરી 3-3 ગ્રામ લઈ તેનું ચૂર્ણ કરી, ઉપર્યુક્ત દવામાં મિશ્ર કરવામાં આવે છે. ફરી દવા ખરલ કરી,…

વધુ વાંચો >

ચંદ્રોદયાદિ વર્તિ

ચંદ્રોદયાદિ વર્તિ : આયુર્વેદિક ઔષધિ. હરડે, વજ, ઉપલેટ,  લીંડીપીપર, કાળાં મરી, બહેડાનાં મીંજ, મન:શીલ તથા શંખનાભિ – આ બધી ચીજો સરખા વજને લઈ, તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, બે દિવસ ખરલમાં દવા ઘૂંટવામાં આવે છે. પછી તેમાં બકરીનું દૂધ થોડું થોડું ઉમેરતાં જઈ, દવા છ કલાક ઘૂંટ્યા પછી તેની લાંબી સળી…

વધુ વાંચો >

ચંપો

ચંપો : દ્વિદળી વર્ગમાં આવેલા મૅગ્નોલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Michelia champaca Linn. (હિં. બં. ચંપા, ચંપાક્ષ; મ. પીવળા-ચંપા, સોન-ચંપા; ગુ. ચંપો, પીળો ચંપો; તે. ચંપાકામુ; ત. શેમ્બુગા, ચંબુગમ; ક. સમ્પીગે; મલા. ચંપકમ્; અં. ચંપક) છે. તે 30 મી. સુધીની ઊંચાઈ અને 3.5 મી.નો ઘેરાવો ધરાવતું સદાહરિત વૃક્ષ…

વધુ વાંચો >