Assamese literature

ફુકન, તરુણ રામ

ફુકન, તરુણ રામ (જ. 22 જાન્યુઆરી 1877, ગુવાહાટી, આસામ; અ. 28 જુલાઈ 1939, ગુવાહાટી, આસામ) : આસામના જાણીતા સ્વાતંત્ર્યસેનાની અને સાહિત્યકાર. પોતાના પ્રદેશની જનતામાં તેઓ ‘દેશભક્ત’ના ઉપનામથી જાણીતા હતા. તેઓ પ્રભાવશાળી વક્તા અને ઉચ્ચ કોટિના લેખક હતા. તેમણે પ્રારંભિક શિક્ષણ ગુવાહાટીમાં લીધું હતું અને કૉલેજશિક્ષણ શરૂઆતમાં ગુવાહાટી અને પછીથી કલકત્તામાં…

વધુ વાંચો >

ફુકન, નીલમણિ

ફુકન, નીલમણિ (જ. 1933) : આધુનિક અસમિયા કવિતાના અગ્રણી કવિ. ઉચ્ચશિક્ષણ કૉટન કૉલેજ, ગુવાહાટી. ગુવાહાટીની એક કૉલેજમાં ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કર્યું છે. નીલમણિ ફુકન ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્ય આદિ વિવિધ લલિત કળાઓના મર્મજ્ઞ સમીક્ષક પણ છે; પરંતુ મુખ્યત્વે તો કવિ જ છે. તેમના પ્રકટ થયેલા કાવ્યસંગ્રહો છે : ‘સૂર્ય હેનો…

વધુ વાંચો >

બકુલબનેર કવિતા

બકુલબનેર કવિતા (1976) : સ્વાતંત્ર્યોત્તર કાળના અસમિયા કવિ આનંદચન્દ્ર બરુવાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ અસમિયા પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો. વળી અસમિયા સાહિત્ય અકાદમી તરફથી પણ એમને પારિતોષિક અપાયું હતું. એમનાં કાવ્યો એટલાં બધાં લોકપ્રિય થયાં કે અસમિયા સાહિત્યમાં એ બકુલબનના કવિ તરીકે ઓળખાવા…

વધુ વાંચો >

બરગીત

બરગીત : એક પ્રકારનાં અસમિયા ભક્તિગીતો. મહાપુરુષ શંકરદેવે (1449–1569) આસામની વૈષ્ણવ પરંપરામાં જે ભક્તિગીતોનું પ્રવર્તન કર્યું તે બરગીત – અર્થાત્ મહત્ ગીત (બર = વર = શ્રેષ્ઠ) તરીકે પ્રસિદ્ધ છે. એક રીતે ગુજરાતના ભજન જેવું તેનું સ્વરૂપ, પણ બરગીતની પુષ્ટિમાર્ગીય હવેલીસંગીતની જેમ સંગીતરચનાની પોતાની એક વિશિષ્ટ પ્રણાલી પણ છે. દરેક…

વધુ વાંચો >

બરગોહાઈ, નિરુપમા

બરગોહાઈ, નિરુપમા (જ. 1932, ગૌહત્તી) : આસામનાં મહિલા સાહિત્યકાર. તેમને ‘અભિજાત્રી’ નવલકથા બદલ સાહિત્ય અકાદમી. દિલ્હીનો 1996ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી અંગ્રેજીના વિષય સાથે તેમજ ગૌહત્તી યુનિવર્સિટીમાંથી આસામીના વિષય સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી. કારકિર્દીનો આરંભ તેમણે અંગ્રેજીનાં અધ્યાપિકા તરીકે કર્યો; પછી પત્રકારત્વ તરફ વળ્યાં અને નામાંકિત સામયિકોનું…

વધુ વાંચો >

બરગોહાઈ, હેમેન

બરગોહાઈ, હેમેન (જ. 1936, સલીમપુર, આસામ) : સ્વાતંત્ર્યોત્તર કાલના અગ્રગણ્ય અસમિયા નવલકથાકાર, વાર્તાકાર અને નાટકકાર. એમણે ઉચ્ચ શિક્ષણ ગૌહત્તીની હૉટન કૉલેજમાં લીધું હતું. બી.એ. થઈને આસામ સિવિલ સર્વિસમાં જોડાયા, પણ સાહિત્યનો જીવ સરકારી નોકરીમાં રૂંધાવા લાગ્યો. એટલે 1968માં નોકરી છોડી અને નવા શરૂ થયેલા સાપ્તાહિક ‘નીલાંચલ’નું તંત્રીપદ સંભાળ્યું. એમણે નવલકથા,…

વધુ વાંચો >

બરદલૈ, નિર્મલપ્રભા

બરદલૈ, નિર્મલપ્રભા (જ. 1933) : પ્રસિદ્ધ અસમિયા કવયિત્રી, સમીક્ષક, ગીતકાર, નાટ્યકાર, બાલસાહિત્યનાં લેખિકા તથા લોકસાહિત્યવિદ. સુસંસ્કૃત અને સુશિક્ષિત પરિવારમાં જન્મેલાં નિર્મલપ્રભાના જીવનની વિચિત્રતા એ છે કે એમને બાળલગ્નની રૂઢિનો ભોગ બનવું પડેલું. 13 વર્ષની વયે પ્રાપ્ત અવાંછિત માતૃત્વે જીવનના આરંભને દુ:સ્વપ્નમાં ફેરવી નાખ્યું હતું. પણ પછી પિતાની જ પ્રેરણાથી તેમણે…

વધુ વાંચો >

બરુવા, અજિત

બરુવા, અજિત (જ. 1928) : અસમિયા કવિ. કૉટન કૉલેજ ગુવાહાટીમાંથી અંગ્રેજી ઑનર્સ સાથે બી.એ. થઈ કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એ. પરીક્ષા 1947માં પસાર કરી. એ પછી થોડો સમય કૉટન કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે કામ કરી આસામ સરકારની સિવિલ સર્વિસમાં 1952થી જોડાયા. પૅરિસમાં બે વર્ષ વહીવટ વિશેનું પ્રશિક્ષણ લીધા પછી સરકારમાં જુદા જુદા ઉચ્ચ…

વધુ વાંચો >

બરુવા, આનંદચંદ્ર

બરુવા, આનંદચંદ્ર (જ. 1907, ખુમ્તાઈ ટી એસ્ટેટ, મોરાન, આસામ અ. 1983) : ખ્યાતનામ અસમિયા કવિ તથા નાટ્યલેખક. 1926માં મૅટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ કાશી વિશ્વવિદ્યાલયમાં જોડાયા, પણ આઝાદીની ચળવળ શરૂ થવાની સાથે તેમાં તેમણે ઝંપલાવ્યું અને અભ્યાસને તિલાંજલિ આપી દીધી. તેમની કારકિર્દીનો પ્રારંભ તેમણે પત્રકારત્વથી કર્યો. પછી રૉયલ ઍર ફૉર્સના…

વધુ વાંચો >

બરુવા, ગુણાભિરામ

બરુવા, ગુણાભિરામ (જ. 1837, ગૌહત્તી; અ. 1894) : અસમિયા સાહિત્યના પ્રથમ નાટકકાર, જીવનચરિત્રકાર, ઇતિહાસકાર તથા હાસ્યલેખક. એમનું શિક્ષણ કલકત્તામાં. કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી એમણે એલએલ.બી.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી. આસામના વધારાના નાયબ કમિશનર તરીકે એમની નિમણૂક થઈ. તેઓ બ્રાહ્મણ હતા, પણ પછી બ્રહ્મો સંપ્રદાયમાં જોડાયા અને 1870માં 33 વર્ષની વયે પ્રથમ…

વધુ વાંચો >