Architecture
હાગિયા સોફિયા કૉન્સ્ટન્ટિનોપલ
હાગિયા સોફિયા, કૉન્સ્ટન્ટિનોપલ : બાયઝેન્ટિયન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો. કૉન્સ્ટન્ટિનોપલમાં આવેલ આ ઇમારત પ્રારંભમાં દેવળ સ્વરૂપે હતી અને બાયઝેન્ટિયન દેવળોમાં સૌથી મોટા અને નામાંકિત દેવળ તરીકે તેની ગણના થતી હતી. અગાઉનાં તેનાં બે મૂળ સ્વરૂપો આગમાં નાશ પામ્યાં હતાં. તેમાંના પ્રથમ સ્વરૂપમાં કાષ્ઠની છત ધરાવતા બાસિલિકાનું આયોજન સમ્રાટ કૉન્સ્ટન્ટાઇને જાતે કર્યું…
વધુ વાંચો >હાટકેશ્વર મહાદેવનું મંદિર વડનગર
હાટકેશ્વર મહાદેવનું મંદિર, વડનગર : સલ્તનતકાલીન ગુજરાતનું એક પ્રસિદ્ધ મંદિર. આ મંદિર નાગર બ્રાહ્મણોના ઇષ્ટદેવ હાટકેશ્વર મહાદેવનું મૂળ સ્થાનક હોવાનું મનાય છે. તેના તલમાનમાં ગર્ભગૃહ, અંતરાલ, સભામંડપ અને ત્રણ શૃંગારચોકીઓ આવેલાં છે. સમગ્ર મંદિર સુંદર શિલ્પો વડે વિભૂષિત છે. મંડોવર, પીઠ અને મંડપ તથા શૃંગારચોકીઓની વેદિકા પર નવગ્રહો, દિક્પાલો અને…
વધુ વાંચો >હાસેકી હરેમ હમામ, ઇસ્તંબૂલ
હાસેકી હરેમ હમામ, ઇસ્તંબૂલ : ઇસ્તંબૂલમાં આવેલ પ્રસિદ્ધ તૂર્કી સ્નાન-ખંડ. ‘હમામ’ અરબી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ વરાળ-સ્નાન થાય છે. સ્નાન કરવાની આ પદ્ધતિ સામાન્ય રીતે ઇસ્લામી દેશોમાં પ્રચલિત છે. આ પ્રકારનું સ્થાપત્ય વરાળનો ઓરડો, સ્ત્રી-પુરુષ માટે કપડાં બદલવાના ઓરડા અને શૌચાલયોવાળું બનતું. સ્ત્રી-પુરુષો તેનો ઉપયોગ આંતરે દિવસે કરતાં. આવાં…
વધુ વાંચો >હિમાલયનું સ્થાપત્ય
હિમાલયનું સ્થાપત્ય : કાશ્મીરથી નેપાળ સુધીના અને તિબેટના હિમાલય વિસ્તારમાં આવેલાં સ્થાપત્યો. કાશ્મીરમાં આવેલું પ્રાચીન સ્થાપત્ય 600થી 1100 સદીનું છે. ભારતના બીજા પ્રદેશોની સ્થાપત્ય-શૈલીથી તે નોખું પડે છે. આ વિષયમાં સંશોધન કરનારા આધુનિક સંશોધકોમાં સૌપ્રથમ મોર્ક્રોફટ અને ટ્રેબેક હતા. તેમણે 1819થી 1825 દરમિયાન અહીંના ખીણવિસ્તારની સ્થળ-તપાસ કરી હતી. શ્રીનગરમાં આવેલ…
વધુ વાંચો >હૂડ રૅમન્ડ
હૂડ, રૅમન્ડ (જ. 21 માર્ચ 1881, પૉટકર, રહોડ આઇલૅન્ડ; અ. 14 ઑગસ્ટ 1934) : અમેરિકાના સ્થપતિ. તેમણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી ખાતે અભ્યાસ કર્યો હતો. ત્યારપછી 1905માં પૅરિસ ખાતે ઇકૉલ બ્યૂઝારમાં અભ્યાસ માટે જોડાયા. 1922માં તે જૉન મીડ હૉવેલ્સના સહયોગ(1868–1959)માં શિકાગો ટર્બાઇન ટાવર માટેની સ્પર્ધામાં વિજેતા બન્યા. આ ડિઝાઇન ગૉથિક…
વધુ વાંચો >હૉફમેન જૉસેફ
હૉફમેન, જૉસેફ (જ. 15 ડિસેમ્બર 1870, પીર્નિત્ઝ, ઑસ્ટ્રિયા; અ. 1956) : ઑસ્ટ્રિયન આર્કિટેક્ટ. તેઓ વિયેનાના સ્થપતિ ઓટ્ટો વેગ્નરના વિદ્યાર્થી હતા. અંગ્રેજ સ્થપતિ વિલિયમ મૉરિસ જેઓ સ્થાપત્ય અને હુન્નરના ઐક્યના આગ્રહી હતા. તેમના આ વિચારો પર આધારિત વિયેનર વેર્કસ્ટેટ્ટ, વિયેનિઝ વર્કશૉપ(1903)ના સ્થાપકોમાંના એક હૉફમેન હતા. તેમની શૈલી આર્ટ નોવેઉ(Art Nouveau)માંથી વિકસી…
વધુ વાંચો >હોયસળેશ્વરનું મંદિર હલેબીડ
હોયસળેશ્વરનું મંદિર, હલેબીડ : ચાલુક્ય શૈલીની ઉત્તર ધારા કે હોયસળ મંદિર-શૈલીનું જાણીતું મંદિર. કર્ણાટકના હસન જિલ્લાના ‘હલેબીડ’ના સ્થળે હોયસળ વંશના રાજાઓની પ્રસિદ્ધ રાજધાની દ્વારસમુદ્ર હતી. ત્યાં ઈ. સ. 1118માં આ મંદિર બંધાવવું શરૂ થયું હતું; પરંતુ તે અધૂરું રહ્યું. અભિલેખ પ્રમાણે હોયસળ નરેશ નરસિંહ પહેલાના શાસન દરમિયાન સાર્વજનિક નિર્માણ વિભાગના…
વધુ વાંચો >હોર્ટા બેરોન વિક્ટર
હોર્ટા, બેરોન વિક્ટર (જ. 1861; અ. 1947) : બેલ્જિયમનો જાણીતો સ્થપતિ. 1878–80 દરમિયાન પૅરિસમાં શિક્ષણ લીધું. તે પછી બેલેટની (Balat) નીચે બ્રુસ્સેલ્સ અકાદમીમાં શિક્ષણ લીધું. 1892માં હોટલ ટાસ્સેલ (Tassel)ની ડિઝાઇન કરી. ત્યારથી તેણે યુરોપિયન સ્થાપત્યમાં પ્રવેશ કર્યો. તે પછી મેક્સિકન એમ્બેસીની ડિઝાઇન કરી. હોટલ ટાસ્સેલ બહારથી આશ્ચર્યચકિત કરે તેવી નથી;…
વધુ વાંચો >હોર્યુ જી નારા (જાપાન)
હોર્યુ જી, નારા (જાપાન) : જાપાનનું જાણીતું બૌદ્ધ મંદિર. સાતમી સદીનું વિશ્વનું સૌથી પ્રાચીન લાકડાકામમાં કરેલું હયાત બાંધકામ. ઉત્તર કોરિયાના કોગુર્યો રાજ્યના ચોન્ગામ્સાના હોકોજીના મંદિરને મળતું આવે છે. મૂળ હોર્યુ જી મંદિર 670માં આગમાં નાશ પામ્યું હતું. તેનો વર્તમાન કોન્ડો (મૂર્તિ-ખંડ) 18.5 મી. × 15.2 મી. કદનો છે અને 693માં…
વધુ વાંચો >હોશંગશાહનો મકબરો માંડુ
હોશંગશાહનો મકબરો, માંડુ : માળવા પ્રદેશની ભારતીય-ઇસ્લામી (Indo Islamic) સ્થાપત્યશૈલીનો એક મકબરો (કબર). માળવા પ્રદેશમાં મધ્યકાલ દરમિયાન ઇસ્લામી સ્થાપત્ય નિર્માણ પામ્યું હતું. તેમાં માંડુમાં આવેલો હોશંગશાહનો મકબરો ઉલ્લેખનીય છે. તેનું બાંધકામ હોશંગશાહે શરૂ કરાવ્યું હતું અને તેના અનુગામી સુલતાન મહમૂદે 1440માં તે પૂરું કરાવ્યું હતું. સમચોરસ ફરતી દીવાલની મધ્યમાં આ…
વધુ વાંચો >